Home /News /bharuch /Bharuch: ચમત્કાર, અચાનક નર્મદા પરિક્રમામાં એક કૂતરી જોડાઈ ગઈ, જુઓ વીડિયો

Bharuch: ચમત્કાર, અચાનક નર્મદા પરિક્રમામાં એક કૂતરી જોડાઈ ગઈ, જુઓ વીડિયો

X
માં

માં રેવાની પરિક્રમા માટે નીકળેલ માદાશ્વાન ભરૂચ જિલ્લામાં પ્રવેશી

મહારાષ્ટ્રના ખપ્પરમલથી નર્મદા નદીની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ સાથે કુતરી જોડાઈ છે અને પરિક્રમાવાસીઓ સાથે રાજપારડીના ભાલોદ આવી પહોંચી છે. પરિક્રમાવાસી જે સ્થળ પર રોકાણ કરે ત્યાં જ કુતરી પણ રોકાણ કરે છે.

    Aarti Machhi, Bharuch :દેવોની કુતરી વાર્તા ભણવામાં આવતી હતી.તેમજ મહાભારતમાં પણ શ્વાનને મહત્વ આપવામાં આવ્યું છે. શ્વાન લઈ અનેક ફિલ્મ પણ બની છે.નર્મદા પરિક્રમામાં શ્વાનની વિરલ ઘટના સામે આવી છે,જે દરેક લોકોને નવાઈ પમાડે તેમ છે. મહારાષ્ટ્રને જોડતા વાલીયા,નેત્રંગ અને ઝઘડિયા તાલુકાના ધોરીમાર્ગો પર પરિક્રમાવાસીઓ નજરે પડી રહ્યા છે.

    મહારાષ્ટ્રના ડોબ્યુલી ખાતે રહેતા યોગેશ લેલે એકલા નર્મદા નદીની પરિક્રમા કરી રહ્યા છે. તેઓએ ઓમકારેશ્વરથી નર્મદા પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. તેમની સાથે એક વિરલ ઘટના બની છે. પરિક્રમામાં તેમની સાથે એક કુતરી જોડાઈ છે અમે છેક ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ભાલોદ સુધી પરિક્રમાવાસીઓ સાથે આવી પહોંચી હતી.

    મહારાષ્ટ્રના ખપ્પરમલથી કુતરી સાથે જોડાય

    યોગેશભાઈ લેલે મહારાષ્ટ્રના ખપ્પરમલ પહોંચતા તેમની સાથે એક કુતરી નર્મદા પરિક્રમા માટે જોડાઈ હતી. કુતરી તેમની સાથે હોવાનો અહેસાસ પરિક્રમાવાસીને થયો હતો. પરિક્રમાવાસીઓ સાથે કુતરી પણ જાણે માં નર્મદાની પરિક્રમા માટે નીકળી હોય તેવું લાગ્યું હતું.પરિક્રમાવાસીઓ જે સ્થળે રોકાય તે સ્થળે કુતરી રાત્રિ રોકાણ કરે અને દિવસ ઉગતા જ તે પણ પરિક્રમાવાસીઓ સાથે જોડાય જાય તેમ પરિક્રમાવાસીઓ જણાવી રહ્યા છ. આ શ્કુતરી ખપ્પર મલથી છેક ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ભાલોદ સુધી પરિક્રમાવાસીઓ સાથે આવી પહોંચી હતી.

    આગળ નીકળી જાય તો ઉભી રહી રાહ જુવે છે

    આ અંગે પરિક્રમાવાસીઓએ જણાવ્યું હતું કે, કુતરી ગર્ભવતી હોવા છતાં લાંબુ અંતર કાપી અમારી સાથે પરિક્રમામાં જોડાય છે,તેવું અમને લાગી રહ્યું છે. કુતરી પરિક્રમાવાસીઓની આગળ ચાલે અને જ્યાં સુધી પરિક્રમાવાસીઓ તેને નજરે નહીં પડે ત્યાં સુધી આગળ જાય છે, બાદ પરિક્રમાવાસીની રાહ જોઈ ઉભી રહી જાય છે.આ મૂંગા પ્રાણી માં નર્મદા પ્રત્યેની ભક્તિ કહો કે આસ્થા કે પછી જાણે તેણે પણ નર્મદા પરિક્રમા કરવાની જાણે ઘેલછા લાગી હોય તેમ લાગી રહ્યું છે. પ્રાણીની ભક્તિ જોઈ ભલભલા નર્મદા પરિક્રમાવાસીઓ નવાઈમાં પડી ગયા હતા.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Bharuch, Dog, Local 18, Narmada

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन