Home /News /bharuch /Bharuch: ગુણકારી સૂવાની ભાજીની ખેતી કરી આ ખેડૂત મેળવી રહ્યા છે મબલખ ઉત્પાદન; આટલો ભાવ મળે

Bharuch: ગુણકારી સૂવાની ભાજીની ખેતી કરી આ ખેડૂત મેળવી રહ્યા છે મબલખ ઉત્પાદન; આટલો ભાવ મળે

X
ઝઘડિયા

ઝઘડિયા તાલુકામાં આવેલ મઢી કિનારે ખેડૂતે કરી સ્વસ્થ્ય માટે ઉત્તમ સુવાની ખેતી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા ઉંચેડિયા ગામના ખેડૂત દ્વારા નર્મદા નદી કિનારે આવેલી મઢી કાંઠે સુવાની ખેતી કરી મબલખ ઉત્પાદ અને આવક મેળવી રહ્યા છે. સુવાની ભાજી બ્લડ પ્રેસર, ડાયાબિટીસને કન્ટ્રોલ કરનાર કુદરતી ઔષધિ છે.

Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લો અવનવી ખેતી માટે જાણીતો છે આમ તો ભરૂચ જિલ્લામાં તમામ જાતની ખેતી કરવામાં આવે છે અને શાકભાજી વિવિધ પ્રકારની કરવામાં આવે છે ત્યારે પોષક તત્વો અને સ્વાસ્થ્યને લાભદાયક સુવાની ખેતી ભરૂચ જિલ્લાના અમુક જ વિસ્તારમાં કરવામાં આવે છે.

નર્મદા નદી કિનારાના મઢી કાંઠે સુવાનું વાવેતર.

ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામમાં વડ ફળિયામાં રહેતા ખેડૂત બાલુભાઈ નરોત્તમભાઈ પટેલનું ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારે આવેલ મઢી ઘાટના કિનારે ખેતર આવેલું છે જે ખેતરમાં ખેડૂતે કોબીજ ફુલેવર સહિત કેળાની વાવણી કરી છે.



બ્લડ પ્રેસર, ડાયાબિટીસને કન્ટ્રોલ સુવાની ખેતી ઝઘડિયા તાલુકામાં જોવા મળી

બાલુભાઈ પટેલ કેળા, ફુલેવર,કોબીની ખેતી કરતા આવ્યા છે જેઓ છેલ્લા 4 વર્ષથી આયુર્વેદમાં ગુણકારી એવી સુવાની ખેતી કરતા થાય છે. બ્લડ પ્રેસર, ડાયાબિટીસને કન્ટ્રોલ કરનાર કુદરતી ઔષધિ સુવાના અનેક ફાયદા છે.



પેટના તમામ પ્રકારના દુખાવાને સુવાની ભાજીનું સેવન કરવાથી લાભ થતો હોવાનું માનવામાં આવે છે. અગ્નિવર્ધક,પોષકતત્વો આપનાર અનેક રીતે સ્વાસ્થ્યના લાભદાયી સુવાની ખેતી ઓછા વાવેતરમાં વધુ ઉત્પાદન મેળવનાર ખેતી કહી શકાય છે.



ચાર ક્યારામાં 2 કિલો સુવાના વાવેતરમાં 200 કિલોનું ઉત્પાદન

છેલ્લા ચાર વર્ષથી સુવાની ખેતી કરતા ખેડૂત બાલુભાઈ પટેલ જણાવી રહ્યા છે કે તેઓએ તેઓના ખેતરમાં ચાર ક્યારામાં બે કિલો સુવોનો છંટકાવ કર્યો છે તેની સામે તેઓને એક ક્યારામાંથી 50થી વધુ કિલો સૂવાનું ઉત્પાદન મળ્યું છે.



સાથે માર્કેટમાં 20 કિલો સુવાની ભાજીના 400થી 500 રૂપિયાના મળે છે. જેથી ખેડૂત સુવાની ભાજીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપનાર શાકભાજી માને છે.



પેટના તમામ પ્રકારના દુ:ખાવા માટે લાભદાયી સુવાની ભાજી

સ્વાસ્થ્ય માટે ઉત્તમ સુવાના બીજનો કવાથ બનાવીને પીવાથી પેટનો દુખાવો મટે છે એટલે સુવા ને ગુણકારી લાભદાયી માનવામાં આવે છે સુવાની ભાજી ખાવાથી પેટના કૃમીઓનો નાશ થાય છે.
First published:

Tags: Bharuch, Farmer in Gujarat, Local 18

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો