એકમાત્ર ચોમાસામાં થતા એવા રેસર કઢી કાજુ કારેલાની ખેતી
અંકલેશ્વર તાલુકાના બોઇદરા ગામના ખેડૂત રેસરની કઢી કાજુ કારેલાની ખેતી કરી રહ્યા છે.ખેડૂતોએ આધુનિક ખેતી તરફ વાળવાનો પ્રયાસ કર્યો છે. દર ત્રીજા દિવસે 20 મણ કરેલા ઉતરે છે અને ખેડૂતને રૂ. 400 થી વધુની આવક થાય છે.
Aarti Machhi, Bharuch : માંગરોળ તાલુકાના બોઇદ્રા ગામમાં રહેતા હિતેશ પટેલની જમીન અંકલેશ્વર તાલુકાની સીમમાં આવેલી છે. તેઓના ખેતરમાં આધુનિક ખેતી જેવી કે શેરડી, મરચા, ઘઉં જેવા પાકોનું વાવેતર કરે છે. ખેતી થકી આર્થિક ફાયદો થાય તે માટે સતત પ્રયાસ ચાલુ રાખ્યા છે. હિતેશ પટેલ હાલ એકમાત્ર ચોમાસામાં થતા એવા રેસર કઢી કાજુ કારેલાની ખેતી કરી છે. જૂન મહિનામાં કારેલાના વેલાનો મંડપ બનાવવા રૂપિયા 70 હજારનો ખર્ચ કર્યો હતો. એક એકર જમીનમાં 500 ગ્રામના કારેલાનું બિયારણનું વાવેતર કર્યું છે.
કારેલાના વેલાને મંડપ પર ચઢતા 2 મહિના લાગે
કારેલાના વેલા મંડપ ઉપર ચઢતા એક બે મહિનામાં તે લાગવાનું શરૂ થઈ જાય છે. પાંચ કે ત્રણ દિવસે ફાલ તૈયાર થઈ જતા તેનો પાક ઉતારી લેવામાં આવે છે.
કારેલાની ખેતીમાં વધુ ખર્ચ થાય છે
ખર્ચાળ ખેતી હોવાથી ખેડૂતો ભાગ્યે જ ખેતી કરે છે. પરંતુ હિતેશ પટેલે નવી કારેલાની જાતની ખેતી કરી છે. જૂન મહિનામાં થતી ખેતીને શિયાળાની ઋતુમાં બરકરાર રાખી છે. હિતેશભાઈ પટેલે કારેલાની જાત અંગે જણાવતા કહ્યું હતું કે,આ કારેલાની ખેતી કરવામાં ફાયદો છે.પરંતુ શાક માર્કેટમાં તેનો ભાવ નહીં મળતા તે ખર્ચાળ સાબિત થાય છે. દર ત્રણથી ચાર દિવસમાં વારી આવે છે. વારીમાં 20 મણ જેટલા કાજુ કારેલા ઉતરતા હોય છે અને માર્કેટ સુધી પહોંચાડવામાં આવે છે.
કડવા કારેલા ગુણયુક્ત
સ્વાદમાં કારેલા કડવા જ હોય પરંતુ તેની રેસીપી તેને મીઠાશ તરફ વાળે છે. તેના ગુણ પણ મીઠા હોય છે. બસ કાજુ કારેલા કરતા ખેડૂતો પણ ખર્ચાળખેતીમાંથી મીઠાશ કેવી રીતના આવે તેવી આશા માર્કેટમાંથી સેવી રહ્યા છે.