Home /News /bharuch /Bharuch :  અહીં ખેડૂતે ક્રોપ કવર પદ્ધતિથી ઓર્ગેનિક ચોળીની ખેતી કરી, વધુ મળે ઉત્પાદન  

Bharuch :  અહીં ખેડૂતે ક્રોપ કવર પદ્ધતિથી ઓર્ગેનિક ચોળીની ખેતી કરી, વધુ મળે ઉત્પાદન  

X
ભરૂચ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામના યુવાન ખેડૂતે અનોખી પદ્ધતિથી ચોળીની ખેતી કરી વધુ ઉત્પાદન મેળવી રહ્યાં છે. ખેડૂતે ક્રોપ કવરની પદ્ધતિથી ઓર્ગેનિક ખેતી કરી છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામના યુવાન ખેડૂતે અનોખી પદ્ધતિથી ચોળીની ખેતી કરી વધુ ઉત્પાદન મેળવી રહ્યાં છે. ખેડૂતે ક્રોપ કવરની પદ્ધતિથી ઓર્ગેનિક ખેતી કરી છે.

ેAarti Machhi, Bharuch : ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામમાં રહેતા ખેડૂત અશ્વિનભાઈ કેશવભાઈ પટેલ બાપદાદાની ખેતી કરી રહ્યા છે. છેલ્લા 15 થી 20 વર્ષથી ખેડૂત ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂત છેલ્લા બે વર્ષથી ચોળીની ખેતી કરે છે. ખેડૂત અશ્વિન પટેલે અભ્યાસમાં એસ.વાય. બીકોમ કર્યું છે. ખેતીમાં સારી આવક મળી રહેતા ખેડૂત અશ્વિન પટેલે ખેતીમાં ઝંપલાવી દીધુ છે.

આ વર્ષે ખેડૂતે નવી પદ્ધતિ એટલે કે ચોળીની ફરતે ક્રોપ કવર કર્યું
ગત વર્ષે ખેડૂતે ચોળીના પ્રયાસ પૂરતા 11 ચાસ બનાવ્યા હતા. 11 ચાસમાંથી ખેડૂતને સારું ઉત્પાદન તેમજ આવક મળતા ખેડૂતે ચાલુ વર્ષે 2 વીઘા જમીનમાં ચોળીનું વાવેતર કર્યું છે. ખેડૂત ચોળીની ખેતીમાં મલચિંગ પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ વર્ષે ખેડૂતે નવી પદ્ધતિ એટલે કે ચોળીની ફરતે ક્રોપ કવર કર્યું છે. પહેલા ખેડૂતે મલચિંગ કર્યા બાદ બી વાવી છોડની ફરતે આખું ક્રોપ કવર કરતા તેમાં કોઈ પણ કુત્રિમ ખાતર કે જંતુનાશક દવાઓનો વપરાશ કર્યો નથી. ખેડૂતે 40 દિવસ સુધી સંપૂર્ણ ઓર્ગેનિક રીતે ખેતી કરી છે. ક્રોપ કવરથી ચોળીમાં કોઈ જીવાત પડતી નથી.


ક્રોપ કવરથી ખેડૂતને ખેતીમાં સારો ફાયદો
ક્રોપ કવરથી ખેડૂતને ખેતીમાં સારો ફાયદો થાય છે. ખેડૂતે કુલ રૂપિયા 20 હજારના ખર્ચે ખેતી કરી છે. ખેડૂત ચોળીની ખેતી જિગજાગ પદ્ધતિથી કરી છે. બે છોડ વચ્ચે 6 ફૂટનું અંતર રાખે છે. જેથી ઉત્પાદન સારું મળે છે.



ચોળીમાં સારી આવક મળી રહેવાની ખેડૂતને આશા
ચોળીના છોડ પર ફાલ આવી જતા અને 40 દિવસ પૂર્ણ થતાં ખેડૂત ક્રોપ કવર કાઢી નાખે છે. અને તેમાં માઈક્રો ન્યુટન, માઈક્રો રાઈઝાનો છંટકાવ કરે છે. તેના 10 દિવસ બાદ ચોળી આવવાની શરૂઆત થઈ જાય છે. 3- 3 દિવસના અંતરે ખેડૂતે પાક કાઢવો પડે છે. આ પ્રક્રિયા 2 મહિના સુધી ચાલે છે. જેનાથી ખેડૂતને સારી આવક મળી રહે છે. ખેડૂત ચોળીનું ભરૂચ એપીએમસી માર્કેટમાં વેચાણ કરે છે. ઉનાળાના સમયે શાકભાજીનો ભાવ વધારે હોવાથી ચોળીમાં સારી આવક મળી રહેવાની આશા સેવી ખેડૂત બેઠા છે.
First published:

Tags: Bharuch, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો