રક્ત ચંદન અને સુખડ ચંદનના 400 જેટલા રોપાની વાવણી કરી
તામિલનાડુ, આંધ્ર પ્રદેશમાં મોટા પ્રમાણમાં થતા રક્તચંદનની ખેતી વાલીયા તાલુકામાં ખેડૂતે કરી છે. ખેડૂતે રક્ત ચંદન અને સુખડ ચંદનના 400 જેટલા રોપાનું વાવેતર કર્યું હતું. પરંતુ તેમાંથી માત્ર 130 રોપાનો ઉછેર થયો છે.
Aarti Machhi, Bharuch: ચંદન શબ્દ આવે એટલે તેલુગુ સુપર સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા મુવી અવશ્ય યાદ આવે. જેમાં રક્ત ચંદનની દાણ ચોરીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આમ તો રક્ત ચંદન તામિલનાડુ, આંધ્રપ્રદેશની સીમા પર શેષચાલમગીરી માળા આવેલી છે.
તામિલનાડુ, આંધ્ર પ્રદેશની સીમા પર શેષચાલમગીરી માળામાંથી લાકડા ચોરો રક્ત ચંદનની મોટાભાગે દાણચોરી ચોરી કરી વિદેશોમાં નિકાસ કરે છે.આ ચંદનનો ધાર્મિક સ્થળોએ તેમજ પૂજા પાઠમાં ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ફર્નિચર,સજાવટ અને પ્રાકૃતિક રંગનો ઉપયોગ કોસ્મેટિક્સ,વાઇન બનાવવા થાય છે.જેથી તેની કિંમત અન્ય વૃક્ષો કરતા બમણી છે. જેને કારણે તેની દાણચોરી થાય છે.
રક્ત ચંદનના 80 રોપા વાવ્યા
વાલીયા ગામમાં રહેતા નિવૃત્ત અધિકારીએ ગામની સીમમાં આવેલી પોતાની પડતર જમીનમાં શરીરની એક્ટિવિટી રહે તે માટે રક્ત ચંદન અને સુખડ ચંદનની ખેતી કરવાનું નક્કી કર્યું હતું. તેઓએ ખેતરમાં રક્ત ચંદનના 80 રોપા અને સુખડ ચંદનના 350 રોપાનું વાવેતર કર્યું હતુ. જેમાંથી સુખડ ચંદનના હાલ 100 રોપા જીવીત છે અને રક્ત ચંદન 30 રોપા જીવિત છે.
વૃક્ષને ઉગાડવા અન્ય વૃક્ષો પણ ચંદન સાથે રોપવા પડે છે
રક્ત ચંદન અને સુખડ ચંદન જમીનની નીચે પાણી ભરાઈ રહેતુ હોવાથી તેનો ઉછેર થતો નથી. આ રોપાઓને નિતારવાળી જમીન હોય ત્યાં વહેલા ઉગી જાય છે. આ બંને જાતના ચંદનના વૃક્ષો પરોપજીવી હોય છે.
ચંદનના વૃક્ષ સાથે અન્ય વૃક્ષ વાવવા પડે છે,તોજ તેનો ઉછેર થાય છે.જેથી ખેડૂત ગજેન્દ્ર ભરથાણીયાએ ખેતરમાં ચંદનના વૃક્ષ સાથે લાલ મહેંદી,લીંબોડીના રોપા રોપ્યા છે. જેથી ચંદનના વૃક્ષો સહેલાઈથી જીવી જાય. હાલ તેઓના ખેતરમાં બંને ચંદનના 130 જેટલા વૃક્ષો જ જીવિત છે.
ખેડૂત ચંદનના છોડ ઉગાડવા કરે છે તનતોડ મહેનત
ખેડૂતને ચંદનના વૃક્ષ વધુ ગમતા હોવાથી તેઓ છેલ્લા ત્રણ વર્ષથી ચંદનના વૃક્ષો ઉગાડવામાં તનતોડ મહેનત કરી રહ્યા છે.
ચંદનની માંગ વિદેશોમાં વધુ
ખાસ કરીને ચંદનના વૃક્ષની વાત કરીએ તો તેના વૃક્ષો કોતરણી, ટર્નરી,ફર્નિચર, દવા, પાવડર ધૂપ, અગરબત્તી, હેનડીક્રાફ્ટ, તેલ, અત્તર, સાબુ સહિતની વસ્તુઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે, જ્યારે ચંદનની માંગ ખાસ કરીને ચીન, જાપાન, સિંગાપુર, મલેશિયા અને યુએઈમાં ખૂબ મોટી છે.