Home /News /bharuch /Bharuch: ગલાડિયા ફૂલની ખેતીમાં રમેશભાઇ છે માહિર, આટલી આવક, આટલું ઉત્પાદન મેળવે

Bharuch: ગલાડિયા ફૂલની ખેતીમાં રમેશભાઇ છે માહિર, આટલી આવક, આટલું ઉત્પાદન મેળવે

X
એક

એક ગલાડીયાનો ધરૂં જ્યાં સુધી ઉખેડવામાં નહિ આવે ત્યાં સુધી ઉત્પાદન

ભરૂચ જિલ્લાનાં મંગલેશ્વર ગામનાં ખેડૂત રમેશભાઇ પટેલ એક વીઘામાં ગલાડિય ફૂલની ખેતી કરે છે. ઉનાળામાં દરરોજનાં 50 કિલો ફૂલ ઉતરે છે.જેના બજારમાં 2500 રૂપિયા મળે છે. ફૂલ પાછળ ઓછો ખર્ચ થતો હોય બમણી આવક થાય છે.

Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લાના કેટલાક ગામ ફૂલની ખેતી માટે જાણીતા છે. ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી પર આવેલ મંગલેશ્વર ગામ ફૂલોની ખેતી માટે જાણીતું ગામ છે. આ ગામમાં ચારે તરફ ફૂલોની ખેતી કરવામાં આવે છે.

ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામના ખેડૂત ગલાડિયા ફૂલની ખેતીમાં માહિર

મંગલેશ્વર ગામના ખેડૂત રમેશભાઈ જગજીવનભાઈ પટેલ છેલ્લા 30 વર્ષથી ફૂલની ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ ખેડૂત દ્વારા ક્યારે જોયા નહીં હોય તેવા ગલાડીયાની ખેતી કરવામાં આવે છે. ગલાડીયાના ફુલ અન્ય ફુલોથી તદ્દન અલગ રીતે ઉપસી આવે છે.



ખેડૂત રમેશ પટેલે 2500 છોડના ધરુંનું કર્યું છે વાવેતર

ખેડૂત રમેશભાઈ પટેલ બરોડાના અજબલથી ગલાડીયાના 2500 ધરું લાવી તેઓના ખેતરમાં રોપણી કરી છે. ખેડૂત દ્વારા યુરિયા, સલ્ફર સહિતનું ખાતર તેના ઉછેર માટે આપવામાં આવે છે. જે બાદ સમયાંતરે ગલાડીયાના છોડને પાણી પાવામાં આવે છે.




ગલાડીયાની ખેતીમાં માર્ગ દર્શન જરૂરી સાથે અઢી મહિને ઉત્પાદન શરૂ થાય

ગલાડીયા ફૂલની વાવણી કરવી હોય તો પહેલા તો ખેતરને ખેડાણ કરી ક્યારા બનાવવામાં આવે છે.જે બાદ તેમાં છોડની વાવણી કરવામાં આવે છે.ખેડૂત દ્વારા જરૂરી ખાતર સાથે છોડના ધરું વાવી તેની માવજત કરવાથી અઢી મહિને ફૂલ શરૂ થાય છે.



ફૂલની ખેતીમાં અનુભવ નહિ હોય તો ખેડૂતને નુકસાની વેઠવી પડે છે. પરંતુ રમેશભાઈ પટેલ છેલ્લા 30 વર્ષથી ખેતી કરતા હોવાથી ગલાડીયાની ખેતી વિશે જાણતા હોવાથી તેઓને આ ફૂલની ખેતીમાં વધુ રસ હોવાથી તેઓએ ખાસ કરીને આ ફૂલોની ખેતી કરી છે.



નજીવા ખર્ચે ગલાડીયા ફુલોનું બમણું ઉત્પાદન સાથે સારી આવક

ખેડૂત દ્વારા 10 હજારથી વધુનો ખર્ચ કરી ફુલના છોડની વાવણી કર્યા, બાદ ઉનાળાની સીઝનમાં દરરોજ 50 કિલો ફુલોનું ઉત્પાદન સાથે માર્કેટમાં 50 રૂપિયે કિલો વેચાતા ફૂલ રોજના ખેડૂતને 2500 રૂપિયાની આવક મેળવી આપે છે. જ્યારે આ ફૂલ શિયાળા અને ચોમાસાની સીઝનમાં 5થી 15 કિલો સુધી જ ઉત્પાદન થતું હોવાનું ખેડૂત જણાવી રહ્યા છે.



ખેડૂત માર્કેટમાં જાતે વેચાણ કરતા હોવાથી સંતુષ્ટ

ગલાડીયાના ફૂલ અન્ય ફૂલ કરતા સારી આવક મેળવી આપતા હોવા સાથે ખેડૂત રમેશભાઈ પટેલ જાતે જ ફૂલ બજાર સુધી તેનું વેચાણ કરતા હોવાથી સારી આવક મેળવી રહ્યા છે.
First published:

Tags: Bharuch, Gujarat farmer, Local 18

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો