વાલીયા દેસાઈ રોડ પર આવેલ ફાર્મ હાઉસમાં ચારે તરફ લીલોતરી જોવા મળી
ભરૂચ જિલ્લાના વાલીયા - દેસાડ રોડ પર આવેલા ફાર્મ હાઉસને નિવૃત્ત RFOએ વિવિધ ફળાવ વૃક્ષોથી સજ્જ કર્યું છે.ફળાવ વૃક્ષો વાવનો હેતુ પર્યાવરણનું સંતુલન જાળવી રાખવાનો છે. ફાર્મ હાઉસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
Aarti Machhi, Bharuch: વિકાસની ગતિ સાથે પ્રકૃતિનું જતન પણ જરૂરી બન્યું છે. એક તરફ ઉદ્યોગો હરણફાળ કરી રહ્યા છે, ત્યારે જંગલો અને જંગલ વિસ્તાર ઓછો થઈ રહ્યો છે. જેને પગલે પર્યાવરણ પર તેની અસર જોવા મળી રહે છે. હાલ બદલાઈ રહેલી સીઝનો ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી રહી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક લોકો પ્રકૃતિનું જતન થાય અને જંગલ વિસ્તારમાં વૃક્ષોનું જતન કેવી રીતના કરવામાં આવે તે માટે જંગલ વિભાગ દ્વારા પગલા ભરવામાં આવી રહ્યા છે અને જંગલ વિસ્તારને હરીયાળુ બનાવવામાં આવે તે દિશાઓમાં સરકાર પણ કાર્ય કરી રહી છે.
ત્યારે વાલીયામાં ગણેશ નગર સોસાયટીમાં રહેતા નિવૃત આરએફઓ ગજેન્દ્રસિંહ ભરથાણીયાએ પોતાના વાલીયા દેશાડ રોડ ઉપર આવેલા ફાર્મ હાઉસમાં ખેતરના શેઢે જુદાજુદા વૃક્ષોનું વાવેતર કર્યું છે અને પર્યાવરણનું સંતુલન કેવી રીતના જળવાઈ શકે તે માટે પ્રયાસ કરી રહ્યા છે.
લોકો સહેલાઈથી ખાઈ શકે તેવા ફળાવ વૃક્ષોનું વાવેતર
નિવૃત્ત આરએફઓએ તેઓના ફાર્મ હાઉસ પર લોકો સહેલાઈથી ખાઈ શકે તે માટે ખેતરના શેઢા પર ફળાવ વૃક્ષોનું વાવેતર કર્યું છે.
એટલા વૃક્ષનું વાવેતર કર્યું છે
ખેડૂતે જણાવ્યું હતું કે, શેઢા ઉપર ચારે તરફ જાંબુ,સીતાફળ સહિત ફળાવ વૃક્ષોનું વાવેતર કર્યું છે. તેમજ આમળા બેડા, હરડે, સીતાફળ, રામફળ,લક્ષ્મણ ફળ, સરગવાથી બોર્ડર બનાવી છે. ફરતે નાળિયેરી અંદરના ભાગે એક કિલોના ઝમરૂખ,લાલ ઝમરૂખ,વાઈટ ઝમરૂખ અને ગામડે થતાં નોર્મલ ઝમરૂખના ઝાડ વાવ્યા છે.
તેમજ રાંદેરી બોર,અજમેરી બોર,હનુમાન ફળ,સંતરા,મોસંબી પાઈનેપલ, ફણસ, કરમદા અને સફેદ જાંબુ અને લાલ જાંબુ, પપૈયાનું પણ વાવેતર કર્યું છે. લોકો ચોરી કરવા માટે ખેતરમા ન પ્રવેશ કરે તે માટે ખેતરના શેઢા ઉપર પણ ખાઈ શકાય તેવા ફળોનું વાવેતર કર્યું છે. તેમજ શેઢા ઔષધીનું વાવેતર કર્યું છે.