Home /News /bharuch /Bharuch: 6 વર્ષની બાળકી પર ગાયનો હુમલો, શિંગળાથી ફંગોળી: જુઓ સમગ્ર ઘટનાનો વીડિયો

Bharuch: 6 વર્ષની બાળકી પર ગાયનો હુમલો, શિંગળાથી ફંગોળી: જુઓ સમગ્ર ઘટનાનો વીડિયો

X
જંબુસર

જંબુસર નગરમાં શાળાએથી ઘરે જતી 6 વર્ષીય માસૂમ બાળકીને ગાયે ફડફેટે લીધી હતી અને બાળકીને ફંગોળી દીધી હતી. તેમજ અન્ય બાળકોમાં નાશભાગ મચી ગઈ હતી. જોકે દફતરના કારણે મોટી ઇજા પહોંચી ન હતી.આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

જંબુસર નગરમાં શાળાએથી ઘરે જતી 6 વર્ષીય માસૂમ બાળકીને ગાયે ફડફેટે લીધી હતી અને બાળકીને ફંગોળી દીધી હતી. તેમજ અન્ય બાળકોમાં નાશભાગ મચી ગઈ હતી. જોકે દફતરના કારણે મોટી ઇજા પહોંચી ન હતી.આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

Aarti Machhi,  Bharuch:  જંબુસર નગરમાં રખડતા ઢોરના ત્રાસથી નગરજનો અને વાહનચાલકો હેરાન પરેશાન બન્યા છે.ગતરોજ સાંજના સમયે સ્કુલેથી ઘરે જતી 6 વર્ષ વૃષ્ટિ રઝળતા પશુની ભોગ બની હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેઝ સામે આવ્યા છે.

ઘર આંગણા પાસે જ ઉભેલી બાળકીને ગાયે ભેટી મારી

બાળકી તેના ઘર પાસે અન્ય બાળકો સાથે પહોંચતા જ પાછળથી દોડી આવેલઈ ગાયે ભેટી મારી દીધી હતી. પશ્ચિમ જંબુસરમાં મહાદેવ રોડ ઉપર હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં રહેતા યોગેશભાઈ પરમારની 6 વર્ષની દીકરી વૃષ્ટિની પાછળ ગાય આવી હતી અને ઘર પાસે જ ઉભેલી વૃષ્ટિને એક ગાયે અચાનક પાછળથી ભેટી મારી હતી.અન્ય 8 થી 10 બાળકોમાં ગભરાટ સાથે દોડા દોડ થઈ ગઈ હતી.

પાછળ રહેલા દફતરના કારણે 6 વર્ષની વૃષ્ટિ બચી

ગાયે વૃષ્ટિને શીંગડે ભેરવી રસ્તા ઉપર ફંગોળી દીધી હતી.બાદ ગાય વૃષ્ટિને જમીન ઉપર છોડી તુરંત દોડવા લાગતા માસૂમ બાળકી ગાયના હુમલાનો વધુ ભોગ બનતા બચી ગઈ હતી. આગળ રહેલા અન્ય 4 થી 5 બાળકોની પાછળ ગાય દોડતા ભાગવા લાગ્યા હતા. વૃષ્ટિ રસ્તા પરથી તરત ઉઠી ઘરની જાળી ખોલી અંદર ઘુસી ગઈ હતી. પાછળ રહેલા દફતરના કારણે 6 વર્ષની વૃષ્ટિ ગાયના હુમલામાં ઇજા પામતા બચી ગઈ હતી.

ઘટના નજીકમાં જ લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ

સમગ્ર ઘટના નજીકમાં જ લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના સીસીટીવી બહાર આવતા જંબુસરના નગરજનો હરાયા પશુઓ કોઈ મુસીબત સર્જે તે પેહલા કાર્યવાહી કરવા તંત્ર સમક્ષ માંગ કરી રહ્યાં છે.
First published:

Tags: Bharuch, CCTV footage, Cow, Local 18