Home /News /bharuch /Bharuch: 22 વર્ષની શિક્ષિત યુવતીએ અપનાવી ખેતી, તેની નવી પદ્ધતિ બની આકર્ષણ
Bharuch: 22 વર્ષની શિક્ષિત યુવતીએ અપનાવી ખેતી, તેની નવી પદ્ધતિ બની આકર્ષણ
જો એક યુવતી પાયલટ બની પ્લેન ઉડાવી શકે છે. તો હાર્વેસ્ટિંગ મશીન પણ ચલાવી શકે છે
અંકલેશ્વર તાલુકાના હજાત ગામની 22 વર્ષીય નિધિ પટેલ આધુનિક ખેતીના નવા આયામ સાથે હાર્વેસ્ટિંગ મશીન વડે ખેતી કરે છે.અંકલેશ્વર પંથકમાં હાલ સૌથી વધુ ડાંગરના પાકની ખેતી કરવામાં રહી છે. ડાંગરની વાવણી બાદ તેને કાપવા માટે પ્રતિ વર્ષ મજુરની અછત જોવા મળે છે.
Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના હજાત ગામની 22 વર્ષીય નિધિ પટેલ આધુનિક ખેતીના નવા આયામ સાથે હાર્વેસ્ટિંગ મશીન વડે ખેતી કરે છે.તાલુકામાં શિક્ષિત યુવતીની ખેતી પ્રત્યેની રુચીને લઈ સમાજમાં અન્ય શિક્ષિત યુવતીઓ પણ આગળ આવે તેવી આશા નિધીએ સેવી છે.
જૂની કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય અને કંઇક કરવાની રુચિ હોય તો કંઈ પણ અશક્ય નથી. આ કહેવતને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના હજાત ગામની ૨૨ વર્ષીય નિધિ પટેલે સાર્થક કરી છે. નિધિને પહેલેથી જ ખેતી પ્રત્યે રુચિ હોય તેણે એગ્રિકલચરમા ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. પિતા અને ભાઈને જોઈને હાર્વેસ્ટિંગ મશીન ચલાવતા શીખી ગઈ હતી. અને માત્ર 22 વર્ષની ઉંમરે જાતે જ ખેતીમાં કાપણી પણ કરવાની શરૂઆત કરી હતી.
ડાંગર કાપવાના વિશેષ હાર્વેસ્ટિંગ મશીન વડે ડાંગરના પાકની કાપણી કરી નિધિ પરિવારને ખેતીમાં પણ મદદરૂપ બની રહી છે. તો અવનવી ટેક્નિકનો ઉપયોગ કરીને સફળતા પૂર્વક ખેતીમાં નવી સિદ્ધિ મેળવી રહી છે.
નિધિ ખેડૂતની પુત્રી હોવાથી બાળપણથી જ ખેતી પ્રત્યે લગાવ અને ખેતર સાથે જોડાયેલી રહે છે. આ પગલે નિધિએ ખેતીમાં આગળ વધવા માટે બી.આર.એસ. એમ.આર.એસ.નો ઉચ્ચ અભ્યાસ એગ્રી કલ્ચરમાં કર્યો હતો તો હવે તેના બાદ પી.એચ.સી ની એગ્રિકલચર ક્ષેત્રનો અભ્યાસ કરવા માટેની તૈયારીઓ કરી રહી છે.
અંકલેશ્વર પંથકમાં હાલ સૌથી વધુ ડાંગરના પાકની ખેતી કરવામાં રહી છે. ત્યારે આ ડાંગરની વાવણી બાદ તેને કાપવા માટે પ્રતિ વર્ષ મજુરની અછત જોવા મળે છે. તો આ વચ્ચે હજાત ગામના પ્રગતિશીલ ડાંગરની ખેતી કરતા ગિરીશ પટેલે મજુરની સમસ્યાના નિવારણ માટે હાર્વેસ્ટિંગ મશીન વિશેષ ડાંગર કાપવા માટે વસાવ્યું છે. મશીનનો ઉપયોગ કરી ગિરીશભાઈ પટેલ અને તેમના પુત્ર પ્રતિ વર્ષ ડાંગરની કાપણી જાતે જ કરી રહ્યા હતા.
વિશેષ પ્રકારના આ હાર્વેસ્ટિંગ મશીનમાં ભારે સુઝબુઝ અને ટેક્નિકના સહારે કાપણી કરવામાં આવે છે. જો જરા પણ ભૂલ થાય તો પાક ને નુકશાન થઇ શકે છે. ત્યારે પિતા અને ભાઈને ખેતી કરતા જોઈને નિધિ એ વિચાર્યું કે જો એક યુવતી પાયલટ બની પ્લેન ઉડાવી શકે છે. તો હાર્વેસ્ટિંગ મશીન પણ ચલાવી શકે છે. નિધિએ તેના અથાગ પરિશ્રમથી આ મશીન ચલાવતા શીખી હતી. અને અનોખી નામના મેળવી છે.