વૃદ્ધ મતદાર રોજ એક કલાક વોકિંગ કરી સ્વાસ્થ્ય રાખે છે તંદુરસ્ત...
નેત્રંગ તાલુકાના ચાર રસ્તા દેડિયાપાડા રોડ પર પરસોત્તમભાઈ વિઠ્ઠલભાઈ પટેલ 80 વર્ષના છે. પરસોત્તમ પટેલની જીવન સાદગી પૂર્વક ગુજારી રહ્યા છે.તેઓ સાત્વિક ભોજન આરોગે છે અને પોતાની હેલ્થ સચવાઈ રહે તે માટે વોક કરી તંદુરસ્ત રહેવાના પ્રયાસ સતત કરે છે.
Aarti Machhi, Bharuch: નેત્રંગ તાલુકામાં વયોવૃદ્ધ સૌ કોઈ મતદારો તંદુરસ્ત અને હૃષ્ટપુષ્ટ 80 વર્ષીય મતદાતા પરષોત્તમ પટેલને જોઈને પણ મતદાન કરવાની તૈયારી બતાવે તેવી તેઓની પર્સનાલીટી છે. 80 વર્ષની ઉંમરે પણ 18 વર્ષના મતદાર જેવો તેઓનો ઉત્સાહ તેઓને અન્ય મતદારો કરતા અલગ જ તરી આવે છે.
નેત્રંગ તાલુકાના ચાર રસ્તા દેડિયાપાડા રોડ પર પરસોત્તમભાઈ વિઠ્ઠલભાઈ પટેલ 80 વર્ષના છે. પરસોત્તમ પટેલની જીવન સાદગી પૂર્વક ગુજારી રહ્યા છે.તેઓના જીવનની વાત કરીએ તો તેઓ સાત્વિક ભોજન આરોગે છે અને પોતાની હેલ્થ સચવાઈ રહે તે માટે વોક કરી તંદુરસ્ત રહેવાના પ્રયાસ સતત કરે છે.
પરસોત્તમ પટેલ જણાવ્યું હતું કે મહાભારતમાં ભિષ્મ પિતામહ મારા ગુરુ છે. તેઓના આદર્શ છે. જો ભિષ્મ પિતામહ 185 વર્ષની વયે કૌરવ સેના માટે સેનાપતિ બનીને યુદ્ધ લડતા હોય તો હું આટલી ઉંમરે પણ સ્વસ્થ છું. તો ભારત દેશ લોકશાહી દેશ છે. બંધારણે મત અધિકાર આપ્યો છે. 5 વર્ષે જ્યારે ચૂંટણી આવે ત્યારે મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. અત્યાર સુધીની દરેક ચૂંટણીમાં બંધારણે આપેલ પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરીને 5 વર્ષે આવતી દરેક ચૂંટણીમાં હું મતદાન કરું છું. લોકોએ પણ પોતાના પવિત્ર મતનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે.
ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત હોય કે વિધાનસભા,લોકસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે. અને અન્ય મતદારોને પણ લોકશાહીના પર્વમાં પોતાના મતનો ઉપયોગ કરવા અપીલ કરવા સાથે સતાયુ વટાવી ચૂકેલા મતદારોને પણ મતદાન કરવા અપીલ કરી છે.
લોકશાહીના મહા પર્વ એટલે ચૂંટણી લોકશાહીને જીવંત રાખવા માટે ચૂંટણી પંચ જન જાગૃતિના અનેક કાર્યક્રમોનું આયોજન કરે છે અને મતદારો વધુમાંને વધુ મતદાન કરે તેવા પ્રયાસો કરે છે સાથે મતદાન માટે મતદારોને અપીલ પણ કરવામાં આવે છે. ત્યારે લોકશાહીને મજબૂત રાખવા માટે મતદારે પણ મતદાન અવશ્ય કરી પોતાને ગમતા ઉમેદવાર કે નહીં ગમતા હોય તે માટે નોટાનો ઉપયોગ કરે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ દરેક મતદારો મતદાન કરી દેશના ઘડતર માટે પોતાના ગમતા પક્ષ કે ઉમેદવારની પસંદગીનું કરવા માટે મતદાન કરે છે.