પોલીસે હોટલમાં લગાવેલ સીસીટીવી કેમેરા તપાસ કરતા તેમાં બે અજાણ્યા ઈસમો મહેમાનોની નજર ચુકવી સોના-ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયા મળી કુલ 8.21 લાખથી વધુનો મુદ્દામાલ લઇ જતા નજરે પડ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ પ્રારંભી છે.
Aarti Machhi, Bharuch: ભરૂચના બાયપાસ રોડ ઉપર શ્રવણ ચોકડી પાસે આવેલ ગણેશ ટાઉનશીપમાં રહેતા અલ્કેશ વિપિન પટેલની ફોઈની દીકરી શિવાની ભૂપેશ પટેલના લગ્નનું ભરૂચની નર્મદા ચોકડીની પાસે આવેલ પટેલની મોટેલ હોટલમાં આયોજન કરવામાં આવ્યું હતું.
ગત તારીખ-2જી ડીસેમ્બરના રોજ 11: 30 કલાકે ગ્રહ શાંતિની વિધિ પૂર્ણ થઈ હતી. જે બાદ તમામ મહેમાનો નીચેના હોલમાં બેઠા હતા તે દરમિયાન વરરાજાને જમાડી હાથ ધોઈ સોનાનું પેન્ડલ આપવાની વિધિ હોવાથી અલ્કેશ પટેલ તેઓ ની મોટી મમ્મી પાસે મુકેલ સોના-ચાંદી અને રોકડ રૂપિયા રાખેલ બેગ મળી આવ્યું નથી. જેથી બેગની શોધખોળ શરુ કરી હતી. તેમ છતાં થેલો મળી આવ્યો ન હતો. તેઓએ આ અંગે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે હોટલમાં લગાવેલ સીસીટીવી કેમેરા તપાસ કરતા તેમાં બે અજાણ્યા ઈસમો મહેમાનોની નજર ચુકવી સોના-ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયા મળી કુલ 8.21 લાખથી વધુનો મુદ્દામાલ લઇ જતા નજરે પડ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ પ્રારંભી હતી. વર રાજાને સોનાનું પેન્ડલ આપવાની વિધિ દરમિયાન ચોરીની ઘટના બની હોવાનું જોઈ શકાય છે.