રોટરી કલબ ઓફ અંકલેશ્વર કુમારપાળ ગાંધી દ્વારા પાનોલી જીઆઈડીસીની એથર કંપનીના ભૂમિપુજન વખતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમા 700થી વધુ યુનિટ બ્લડ એકત્રિત કરી ઉત્તમ બ્લડ બેંક બની છે.
રોટરી કલબ ઓફ અંકલેશ્વર કુમારપાળ ગાંધી દ્વારા પાનોલી જીઆઈડીસીની એથર કંપનીના ભૂમિપુજન વખતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમા 700થી વધુ યુનિટ બ્લડ એકત્રિત કરી ઉત્તમ બ્લડ બેંક બની છે.
Aarti Machhi, Bharuch: છેલ્લા 20 વર્ષથી અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ પાસે કુમારપાળ ગાંધી બેંક કાર્યરત છે. જે બેંક છેલ્લા ત્રણ વર્ષ પહેલા રોટરી કલબ ઓફ અંકલેશ્વર સરસ્વતી સિંઘલ બ્લડ બેંક પ્રોજેક્ટ અંતર્ગત કુમારપાળ ગાંધી બ્લડ બેંકનું સંચાલન કરવામાં આવે છે.
રક્તદાન કેમ્પનું આયોજન
કુમારપાળ ગાંધી બ્લડ બેંક ખાતે એક ડોકટર અને અન્ય સ્ટાફ સેવા આપે છે. આ બ્લડ બેંક ખાતે રકતદાતાઓ રેગ્યુલર રક્તદાન કરે છે અને હાલમાં લોકોને પ્લાઝમા તેમજ પ્લેટલેટ માટે અન્ય શહેરોમાં નહિ જવું પડે તે માટે સુવિધા ઉભી કરવામાં આવી છે. વાર તહેવાર કે સામાજિક ધાર્મિક કાર્યક્રમમાં પણ કુમારપાળ ગાંધી બ્લડ બેંક દ્વારા અન્ય સેવા ભાવી સંસ્થાઓના સહયોગથી રક્તદાન કેમ્પો કરે છે.
રક્તદાન કેમ્પમા 700થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરાયું
ગત વર્ષે બ્લડ બેંક દ્વારા સુરતના ઉધના ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ઉત્સાહભેર રકતદાતાઓએ રક્તદાન કર્યું હતુ અને સાંજ સુધીમાં 500થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતુ. બાદ અનેક કેમ્પો થાય પરંતુ આટલા યુનિટ બ્લડ એકત્રિત થયું નહિ. પરંતુ પાનોલી ઔદ્યોગિક વસાહતમાં નિર્માણ પામનાર એથર કંપનીના ભૂમિપુજન અંતર્ગત યોજાયેલ રક્તદાન કેમ્પમાં રકતદાતાઓએ પોતાનો ઉત્સાહ બતાવ્યો હતો.
આ રક્તદાન કેમ્પમા સાંજ સુધીમા 700થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું જે કુમારપાળ બ્લડ બેન્કની મોટી સફળતા સમાન માની શકાય છે. ત્યારે હજી પણ રકતદાતાઓ આવી જ રીતે રક્તદાન કરતા રહેત તો ગુજરાતમાં પણ બ્લડ બેન્કોમાં મોટી માત્રામાં બ્લડનો જથ્થો જરૂરિયાતમંદ દર્દીઓના ઉપયોગમાં આવી શકે તેમ છે.