અંદાજે 60 થી 70 ટકા ઉંધોગોનું ઉત્પાદન બંધ થવાની શક્યતા
ચીને તોતિંગ ડ્યૂટી લાદી દેતા અંકલેશ્વરના અંદાજિત 60 થી 70 ટકા સ્થાનિક ઉદ્યોગોએ ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી છે.તેમજ હજારો લોકોની રોજગારી છીનવાઈ જશે.સરકાર હસ્તક્ષેપ કરે તે જરૂરી બન્યું છે.
Aarti Machhi, Bharuch : આત્મનિર્ભર ભારતની પહેલ બાદ વૈશ્વિક સ્તરે ભારત સતત સ્વાવલંબી બની રહ્યુ છે.પરંતુ કેમિકલ ઉત્પાદન ક્ષેત્રે મુખ્ય સ્પર્ધક એવા ચીને આજકાલ ડમ્પીંગ ડ્યુટીમાં તોતિંગ વધારો ઝીંકી દેતા અંકલેશ્વરના સ્થાનિક ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાયા છે.
પીગમેન્ટ બનાવતા ઉદ્યોગો માલ ચીનમાં નિકાસ કરે છે
પ્રવર્તમાન પરિસ્થિતિમાં ગુજરાત સહીત ભરૂચ જિલ્લાના કેમિકલ ઉદ્યોગો અને તેમાં પણ પીગમેન્ટ બનાવતા ઉદ્યોગો જે માલ ચીનમાં નિકાસ કરે છે. તેના પર ચીને તોતિંગ ડ્યૂટી લાદી દીધી છે. પરિણામે અહીંથી નિકાસ થતા માલની ત્યાં લેવાલી ઘટી છે.
60 થી 70 ટકા ઉદ્યોગોએ ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી
ચીનની સરકાર ભારતીય માલ પરત મોકલી રહ્યુ છે. આ પરિસ્થિતિમાં ભરૂચ જિલ્લા સહીત અંકલેશ્વરના પીગમેન્ટ ઉદ્યોગોએ નિકાસ ઉપર પાછી પાની કરવી પડી રહી છે. જેની અસર ઉત્પાદન ક્ષમતા ઉપર પડી છે. અંદાજે 60 થી 70 ટકા ઉદ્યોગોએ ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી છે.
રશિયા અને યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે યુરોપ સહિતના દેશોમાં પણ નિકાસમાં ઘટાડો
રશિયા અને યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે યુરોપ સહિતના દેશોમાં પણ નિકાસ ઘટી છે. તેમજ મંદીનો માહોલ સર્જાયો છે. પીગમેન્ટ, ફાર્મા તેમજ તેને સંલગ્ન અન્ય ઉદ્યોગો પણ આ પરિસ્થિતિમાં આર્થિક નુકસાનીનો સામનો કરી રહ્યા છે.સ્થાનિક ઉદ્યોગકારોએ આ અંગે સરકાર યોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડે તેવી લાગણી વ્યક્ત કરી છે.
ડમ્પીંગ ડ્યુટીમાં તોતિંગ વધારો થતા ઉદ્યોગો પર અસર
ચીને પીગમેન્ટમાં એન્ટી ડમ્પીંગ ડ્યુટીમાં તોતિંગ વધારો કરતા જ ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં એમાં પણ અંકલેશ્વર, પાનોલી જી.આઈ.ડી.સી.ના ઉદ્યોગો પર અસર થાય તેવી શકયતા વર્તાઈ છે. તેવા સમયે સરકાર દ્વારા દખલગીરી કરી ભરૂચ જિલ્લાના ઉદ્યોગો માટે આગળ આવી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી આશા ઉદ્યોગપતિઓ સેવીને બેઠા છે.
હજારો કામદારો બેરોજગાર બને તેવી શકયતા
ડમ્પીંગ ડ્યુટીમાં તોતિંગ વધારાની લઈ 70 ટકા ઉદ્યોગો બંધ પડે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. આ કંપનીઓ નોકરી કરતા હજારો કામદારો બેરોજગાર બને તેવી શકયતા ઉભી થઇ છે. તેવા સમયે કામદારોની રોજગારી નહિ છીનવાય તે દિશામાં પણ સરકારે કામગીરી કરવી પડશે.