Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત પારસીવાડમાં સરકારી હોસ્પિટલની બાજુમાં પીટીટ લાયબ્રેરીની સ્થાપના વર્ષ 1888 માં કરવામાં આવી હતી. 135 વર્ષ જૂની લાઈબ્રેરી હજુ અડીખમ છે. અહીં ધાર્મિક પુસ્તકો, નવલકથાઓ, નાના બાળકોના પુસ્તકો સહિત સરકારી પરીક્ષાની તૈયારીઓ કરવા માટે આવતા વિદ્યાર્થીઓ માટે પણ પુસ્તકો ઉપલબ્ધ છે.
135 વર્ષ જૂની લાયબ્રેરીમાં 37,000 પુસ્તકો ઉપલબ્ધ
અહીં વાર્ષિક 12,000 પુસ્તકો બહાર વાંચન અર્થે જાય છે. અહીં ગુજરાતી 6,620, અંગ્રેજી 2930 તો હિન્દી 3,370 પુસ્તકો ઉપલબ્ધ છે. અહીં કુલ 37,000 પુસ્તકો ઉપલબ્ધ છે. સરકાર તરફથી એટલે કે ગાંધીનગર ખાતેથી સરકારી પરીક્ષાઓની તૈયારીઓ અર્થે આવતા પુસ્તકો વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
વાંચન અર્થે આવતા લોકો પાસે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી
પીટીટ લાયબ્રેરીની ખાસિયત એ છે કે, અહીં વાંચન અર્થે આવતા લોકો વિના મૂલ્યે વાંચી શકે છે, કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. લાયબ્રેરી સોમવારથી લઈને શનિવાર સુધી ખુલી રહે છે. રવિવારે અડધો દિવસ એટલે કે બપોરના 1 કલાક સુધી ખુલ્લી રહે છે.
લાયબ્રેરીનો સમય સવારે 9:30 કલાકથી બપોરે 12:30 કલાક સુધીનો છે. સાંજે 4 કલાકથી 6.30 કલાક સુધીનો છે. લાયબ્રેરીમાં સવારના સમયે 15 થી 20 લોકો નિયમિત વાંચન માટે આવે છે.સાંજના સમયે સંખ્યા ઓછી થાય છે. પીટીટ લાયબ્રેરીનો સ્ટાફ ચાર લોકોનો છે. અહીં સો વર્ષ કરતા પણ જુના પુસ્તકો ઉપલબ્ધ છે.
ગુજરાતી પુસ્તકો વધારે ઈશ્યુ થાય છે
ઇન્દ્રવદન પટેલે જણાવ્યું હતું કે,તેઓ વર્ષ 2002થી સર્વિસ કરે છે. લાયબ્રેરીમાંથી ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી પુસ્તકો વધારે ઇશ્યૂ થાય છે. ગુજરાતી પુસ્તકોની માંગ વધારે હોય છે. 12 થી 13 હજાર પુસ્તકો વાર્ષિક બહાર જાય છે વર્ષમાં પાંચથી સાત હજાર વાંચકો આવે છે. લાયબ્રેરી 135 વર્ષ જૂની છે.
આ લેખકના પુસ્તકની માંગ વધુ છે
ગુજરાતી પુસ્તકોમાં હરકિશન મહેતા, અશ્વિની ભટ્ટ, પ્રિયકાન્ત પરીખ સહિતના લેખકોની પુસ્તકોની માંગ વધારે છે. સરકારી પરીક્ષાઓ જેવી કે તલાટી, જમાદાર, ઇન્સ્પેક્ટર, PSI, પી.આઈ સહિતની પરીક્ષાઓ માટે પુસ્તકો ઉપલબ્ધ છે.
200 રૂપિયા વાર્ષિક ફી છે
લાયબ્રેરીમાં સભ્ય થવા માટે એક વર્ષનો ચાર્જ 500 રૂપિયા ડિપોઝિટ લે છે. 200 રૂપિયા વાર્ષિક ફી હોય છે. સભાસદ લાયબ્રેરીમાંથી ખાતુ બંધ કરાવે છે. ત્યારે 500 રૂપિયા પરત કરવામાં આવે છે. લાઇબ્રેરીમાં ટોટલ 35 થી 37 હજાર પુસ્તકો છે. સિનિયર સિટીઝન પણ અહીં સવારે પેપર વાંચવા માટે આવે છે.