Home /News /bharuch /Bharuch: આ મત વિસ્તારોમાં સખી મતદાન મથકો ઉભા કરાશે, આ છે ઉદ્દેશ્ય

Bharuch: આ મત વિસ્તારોમાં સખી મતદાન મથકો ઉભા કરાશે, આ છે ઉદ્દેશ્ય

X
 સખી

 સખી મતદાન મથક ઉભા કરાશે 

ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ મહિલાઓ લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સૂમેરાના માર્ગર્શન હેઠળ તંત્ર દ્વારા સવિશેષ પ્રયત્નો કરવામાં સાથે સખી મતદાન મથક ઉભા કરવાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

વધુ જુઓ ...
Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ મહિલાઓ લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય તે માટે ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા સવિશેષ પ્રયત્નો કરવામાં સાથે સખી મતદાન મથક ઉભા કરવાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 મુક્ત ન્યાયી, નિષ્પક્ષ, શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારી ઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં મહિલા ઓને મતદાન કરવા માટે પ્રેરાય અને મહિલાને પ્રોત્સાહન મળે તે હેતુસર જિલ્લા ચુટંણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા વિધાન સભામાં સમાવિષ્ટ તમામ વિધાનસભાઓમાં 150-જંબુસર, 151-વાગરા,151-ઝઘડિયા, 153-ભરૂચ અને 154-અંકલેશ્વર વિધાનસભામાં દરેક મતદાન વિભાગમાં-7 મળીને કુલ 35 મતદાન મથકો ખાસ સખીમંડળ મથક તરીકે કાર્યરત થશે.

150-જંબુસર વિધાનસભા મતદાન વિભાગમાં 122-જંબુસર-જે.એમ. શાહ કોલેજ પૂર્વ બાજુનો રૂમ જંબુસર, 124- જંબુસર-3 સરદાર નગર પ્રાઇમરી સ્કૂલ પૂર્વ બાજુ જંબુસર, 113 લીમજી પ્રાઇમરી સ્કુલ, 114- કોટેશ્વર પ્રાઇમરી સ્કૂલ, 205 આમોદ-7 મ્યુનિસિપાલિટી ઓફિસ આમોદ, 206 આમોદ-8 પ્રાઇમરી સ્કૂલ નંબર-1 નજીક તાલુકા પંચાયત આમોદ, 215- ભીમપુરા પ્રાઇમરી સ્કૂલ ભીમપુરા મતદાન મથક સખી મતદાન મથક તરીકે કાર્યરત કરાશે.તો 151 - વાગરા વિધાનસભા મતદાન વિભાગ ખાતે 148- હીંગલ્લા પ્રાઈમરી સ્કૂલ પૂર્વ બાજુનો રૂમ, 205-હીંગલોટ-1-પ્રાઈમરી સ્કૂલ પૂર્વ બાજુનો રૂમ નંબર-2,219 પગુથન-2 પ્રાઈમરી મિશ્રસ્કૂલ પગુથન, 209 - કુકરવાડા પ્રાઈમરી સ્કૂલ પશ્રિમ બાજુનો રૂમ, 4- કેસવન-1 પ્રાઈમરી સ્કૂલ પશ્રિમ બાજુનો રૂમ, કેસવાન - 18 - ઓરા-1 પ્રાઈમરી સ્કૂલ રૂમ નંબર- 6 ઉત્તર બાજુ, 30- કલામ -1 પ્રાઈમરી સ્કૂલ કલમ મતદાન મથક સખી મતદાન મથક તરીકે કાર્યરત કરાશે.

જ્યારે 152 ઝગડીયા વિધાનસભા મતદાન વિભાગ ખાતે મતદાન મથકના નંબર અને સ્થળો ઉપર 112- વંઠેવાડ પ્રાઈમરી સ્કૂલ વંઠેવાડ, 113- ખારીયા પ્રાઈમરી સ્કૂલ ખારીયા, 165- લીમેટ -1 લીમેટ પ્રાઈમરી સ્કૂલ ઉત્તર બાજુ લીમેટ, 199- સીંગલા-1 પ્રાઈમરી સ્કૂલ સીંગલા એસ. આર.પી.ગ્રાઉન્ડ રૂપનગર, 212- દત્તનગર પ્રાઈમરી સ્કૂલ 292- પાતલ પ્રાઈમરી સ્કૂલ પાતલ, 293 -નિકોલી પ્રાઈમરી સ્કૂલ નિકોલી મતદાન મથક સખી મતદાન મથક તરીકે કાર્યરત કરાશે.

તો 153-ભરૂચ ખાતે મતદાન મથકના નંબર અને સ્થળો ઉપર 35 ભોલાવ-2 પ્રાઈમરી સ્કૂલ ભોલાવ ન્યુ બિલ્ડીંગ (સેન્ટર સાઈટ ન્યુ બિલ્ડીંગ), 39 ભોલાવ-6, કે.જે. પોલિટેકનિક વુમન કોલેજ વીંગ બિલ્ડીંગ રૂમ નં. 04 ભોલાવ -8 પ્રોગ્રેસિવ સ્કૂલ ભોલાવ રૂમ નંબર- 11, 94- ભરૂચ -40 ડીસટ્રિક ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર ઓફિસ ગ્રાઉન્ડ ફ્લોર, 114- ભરૂચ -60 ડીસટ્રિક ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર ઓફિસ, મીટીંગ હોલ , 180- મક્ક્મપુર - 9 પ્રાઈમરી સ્કૂલ બોરભાઠ્ઠા સ્કૂલ બેટ- મક્કતમપુર મધ્ય બાજુ , 207- નર્મદા નગર- 2 નર્મદા ફર્ટીલાઈઝર સ્કૂલ ઉત્તર બાજુ મતદાન મથક સખી મતદાન મથક તરીકે કાર્યરત કરાશે.

જ્યારે 154- અંકલેશ્વર 3-પ્રાઇમરી સ્કૂલ ઉત્તરાજ ,15-પ્રાઇમરી સ્કૂલ નવું બિલ્ડિંગ માંગરોલ, 88 -પ્રાઇમરી બોયઝ સ્કૂલ સફુદ્દીન, 95- પ્રાઇમરી સ્કૂલ ઉત્તર બાજુ સુરવાડી-1, 165 અંકલેશ્વર-43 ( પોલિસ લાઈન), જીનવાલા સ્કુલ મધ્ય સાઈટ અંકલેશ્વર,179 - પ્રાઇમરી બોયઝ સ્કૂલ અંબોલી, 180- બોરિદ્રા -1 (નિશાળ ફળિયું) પ્રાઇમરી બોઇઝ સ્કૂલ ઉત્તર બોરિદ્રા ખાતે મતદાન મથક સખી મતદાન મથક તરીકે કાર્યરત કરાશે.

આ તમામ મતદાન મથકોમાં ચૂંટણીને લગતી તમામ કામગીરી મહિલાઓ દ્વારા કરવા આવશે ત્યારે આ અવસરમાં ભરૂચ જિલ્લાનાં વધુમાં વધુ મહિલાઓ જોડાય તેમજ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનાં મહાપર્વમાં સહભાગી થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સૂમેરા માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા સવિશેષ કામગીરી કરવામાં આવી રહી છે.
First published:

Tags: 2022 Assembly elections, Bharuch, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો