Home /News /bharuch /Diwali celebration: ભૃગુધરા નર્મદાની માટી અને ગોબરથી બનેલા દિવડા અયોધ્યાની ધરા પર જગમગશે

Diwali celebration: ભૃગુધરા નર્મદાની માટી અને ગોબરથી બનેલા દિવડા અયોધ્યાની ધરા પર જગમગશે

અયોધ્યા ખાતે આજે દિવાળીના પર્વે ભરૂચના દિવડા પણ પ્રગટશે

ભગવાન રામની નગરી અયોધ્યામાં આ વર્ષે દીપોત્સવના અવસરે રેકોર્ડ બનાવવામાં આવશે. અયોધ્યામા યોગી આદિત્યનાથ સરકાર દ્વારા આ વખતે ભવ્ય દીપોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. 2017થી શરૂ થયેલા દીપોત્સવમાં શરૂ કરવામાં આવ્યો છે.

Aarti Machhi, Bharuch: ભૃગુધરા કહેવાતું એવા ભરૂચ જિલ્લામાંથી માટી અને ગોબરમાંથી બનેલા 3, 350 દિવડા અયોધ્યા ખાતે મોકલવામાં આવ્યા હતા. અયોધ્યા ખાતે આજે દિવાળીના પર્વે ભરૂચના દિવડા પણ પ્રગટશે.

ભગવાન શ્રી રામે લંકા પર વિજય મેળવ્યો અને ભગવાન લંકાથી અયોધ્યા તરફ જતા ઠેરઠેર ઉજવણી થતી ગઈ ભગવાન શ્રી રામના વિજયને લઈ અયોધ્યામાં લોકો ભગવાન શ્રી રામને આવકારવા સમગ્ર અયોધ્યાને દીવડાઓથી ઝગમગ કરી દીધું હતું અને ભગવાનના આગમન સાથે જ અંધકારમાંથી અજવાળા તરફ પ્રયાણ કરતા દીપોત્સના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.તે સમયથી દિવાળી તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે હિન્દૂ સંગઠનો દ્વારા દિવાળી પર્વમાં જે સમયે ભગવાન શ્રી રામનું લંકા વિજય બાદ સ્વાગત અને દીવડાઓથી ઝગમગાટ કરવામાં આવ્યો હતો એ જ રીતે અયોધ્યાના ધામમાં ઈંટ અમારા ગામની સંકલ્પ પૂર્ણ થયા બાદ સરિયું નદી કાંઠે દીપોત્સવ કરવામાં આવે છે.અયોધ્યાના ધામમાં ઈંટ અમારા ગામની સંકલ્પ પૂર્ણ થયા બાદ આ દિવાળીએ સરિયું નદી કાંઠે પ્રગટશે.

ભગવાન રામની નગરી અયોધ્યામાં આ વર્ષે દીપોત્સવના અવસરે રેકોર્ડ બનાવવામાં આવશે. અયોધ્યામા યોગી આદિત્યનાથ સરકાર દ્વારા આ વખતે ભવ્ય દીપોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. 2017થી શરૂ થયેલા દીપોત્સવમાં શરૂ કરવામાં આવ્યો છે.જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખો રેકોર્ડ સ્થાપિત કરાયો છે.ભૃગુધરા ભરૂચના નર્મદા નદીની માટી અને ગાયના ગોબરમાંથી દીવડાઓ બનાવવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાત પ્રાંતના પ્રચાર પ્રસાર સંયોજક તેમજ કવિઠા નંદની ગો શાળાના વિરલભાઈ દેસાઈએ 3350 દિવડા બનાવ્યા છે. તેઓએ આ દિવડા અયોધ્યા ખાતે મોકલ્યા છે. નર્મદા નદીની માટી તેમજ ગાયના ગોબરમાંથી બનેલા આ દિવડા દિવાળીએ સરિયું નદી કિનારે ઝળહળી ઉઠશે.
First published:

Tags: Ayodhya mandir, Bharuch, Diwali 2022

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો