પશ્ચિમ રેલ્વે પર ચાલતી તમામ 298 પેસેન્જર ટ્રેનોમાં hht નો ઉપયોગ
પશ્ચિમ રેલ્વે પર ચાલતી તમામ 298 પેસેન્જર ટ્રેનમાં 1385 ટિકિટ ચેકીંગ સ્ટાફ દ્વારા HHT નો ઉપયોગ કરવામાં આવશે.. તમામ ટ્રેનોમાં હેન્ડ હેલ્ડ ટર્મિનલનો 100 ટકા અમલ થશે. જેના કારણે પેપર લેસ કામગીરી થશે.
Aarti Machhi, Bharuch : વડાપ્રધાનના ડિજિટલ ઈન્ડિયાના વિઝનને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વે વિવિધ તકનીકી પ્રગતિઓ સાથે આગળ વધી રહી છે. પશ્ચિમ રેલ્વે હંમેશા અગ્રેસર રહી આ દિશામાં અનેક પહેલ કરી છે. ગો ડિજિટલ હેઠળ TTE દ્વારા હેન્ડ હેલ્ડ ટર્મિનલ HHT નો ઉપયોગ પશ્ચિમ રેલવે દ્વારા ચાલતી તમામ 298 ટ્રેનોમાં લાગુ કરવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલ્વે પર ચાલતી તમામ 298 મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં હેન્ડ હેલ્ડ ટર્મિનલ્સ (HHT) આપવામાં આવ્યા છે. મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં કામ કરતા કુલ 1385 ટિકિટ ચેકિંગ સ્ટાફને હેન્ડ હેલ્ડ ટર્મિનલ આપવામાં આવ્યા છે.
રેલવેની ટ્રેનોમાં ટિકિટ ચેકિંગ પણ ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર્સ દ્વારા HHTથી થાય છે
પશ્ચિમ રેલવેમાંથી પસાર થતી અન્ય રેલવેની ટ્રેનોમાં ટિકિટ ચેકિંગ પણ ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર્સ દ્વારા HHTથી કરવામાં આવે છે. આ HHTs ટિકિટ ચેકિંગ સ્ટાફને RAC અને વેઇટલિસ્ટ પેસેન્જરોને ખાલી બર્થ ફાળવવામાં મદદ કરે છે અને સર્વર પર સીટ/બર્થ ઓક્યુપન્સી વિશે અપડેટ માહિતી મોકલવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
રીઅલ-ટાઇમ માહિતી HHT એ GPRS દ્વારા PRS ને મોકલાય છે
રીઅલ-ટાઇમ માહિતી HHT એ GPRS દ્વારા PRS ને મોકલવામાં આવે છે અને પછીના સ્ટેશનો પર વેઇટલિસ્ટ મુસાફરોને ખાલી બર્થ ફાળવી શકાય છે. ભારતીય રેલ્વેને તેની ક્ષમતાનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે. જો કોઈ મુસાફર ટ્રેન ચૂકી જાય અથવા ચાર્ટ તૈયાર કરતા પહેલા તેની ટિકિટ કેન્સલ કરે. તે સીટ એલોટમેન્ટ સિસ્ટમમાં વધુ સારી પારદર્શિતા પણ સુનિશ્ચિત કરે છે અને બોજારૂપ મેન્યુઅલ પ્રક્રિયાને દૂર કરે છે.
HHT ના અમલીકરણ સાથે પ્રિન્ટીંગ ચાર્ટની સિસ્ટમ અપ્રચલિત થઈ ગઈ છે, જેના કારણે પેપરલેસ કામ થઈ રહ્યું છે. પશ્ચિમ રેલ્વેએ પહેલીવાર 2018માં ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસમાં ટેબલેટ સ્વરૂપે HHT ઉપકરણો રજૂ કર્યા હતા.