શિયાળે લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવશે
અંકલેશ્વર નોટીફાઈડ અને પાલિકા પાસે 30 દિવસના જ પાણી સ્ટોરેજની કેપેસીટી છે. જે વચ્ચે જો શટડાઉન લંબાઈ તો ભરશિયાળે લોકોને પાણી માટે વલખા મારવા પડી શકે. નોટીફાઈડ તળાવમાં હાલ પાણીનું લેવલ 20.45 આર .એલ. એટલે કે 4.95 મીટર સુધી છે.
ઔદ્યોગિક વિસ્તારમાં 40 એમ.એલ.ડી પાણી જરૂરિયાત પ્રતિ દિવસ હોય છે. જો કે નહેર વિભાગ દ્વારા જરૂરિયાત કરતા ઓછું પાણી આપવામાં આવે છે. જેને લઇ વધારાના પાણીની જરૂરિયાત વર્ષોથી નોટીફાઈડ વિસ્તાર ને સતાવી રહી છે.
ઉદ્યોગોને 24 કલાકના બદલે 7 કલાક પાણી અપાશે
પાછલા વર્ષોના બોધપાઠ લઇ નોટીફાઈડ નિર્દિષ્ટ વિસ્તારમાં ઉદ્યોગોને 24 કલાકના બદલે સવારે 10 થી સાંજે 5 કલાક સુધી એટલે 7 કલાક પાણી આપવામાં આવશે અને 17 કલાકનો પાણીનો કાપ આપવામાં આવ્યો છે. રહેણાંક વિસ્તારમાં સવારે 3 અને સાંજે 3 કલાક એમ 6 કલાક પાણી આપવામાં આવતું હતું.
હવે એક ટાઈમમાં સવારે 6 થી 9 કલાક અપાશે. હાલ ઔદ્યોગિક વસાહતમાં ક્રિસમસ વેકેશન અને વૈશ્વિક મંદી વચ્ચે રીસેસન ચાલી રહ્યું છે. જેને લઇ 70 % ઉદ્યોગો મંદ પડ્યા છે. વચ્ચે પાણી જરૂરિયાત ઓછી રહેતા ઔદ્યોગિક વસાહતમાં આવેલી કંપનીમાં સમસ્યા નહિવત જોવા મળશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bharuch, Industries, Local 18, Ukai Dam