રમતને પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે સ્પોર્ટ્સ મીટનું થતું આયોજન
સ્પોર્ટ્સ મીટમાં 13 શાળાના 2800 જેટલા બાળકોએ 100, 200 અને 400 મીટર દોડ,ખોખો,વોલીબોલ તેમજ ચેસ સહિત 15 જેટલી રમતો રમાડવામાં આવી હતી આ સ્પર્ધામાં બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ મીટ આજથી પાંચ દિવસ ચાલશે.
Aarti Machhi, Bharuch: હાલ સાંપ્રત સમયમાં બાળકો મોબાઈલ ફોનનો ઉપયોગ વધારે કરે છે.બાળકો આઉટ ડોરની રમતો રમતા બંધ થઈ ગયા છે. ત્યારે બાળકોનો આઉટડોર રમતોમાં રુચિ વધે તેમજ બાળકો મોબાઈલ ફોનમાંથી બહાર આવે તે હેતુથી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલા ડી.એ. આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે 16મી સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે.
રમત ગમતને પ્રોત્સાહન મળે તે માટે ડી.એ. આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ દ્વારા દર વર્ષે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે જે સ્પોર્ટ્સ મીટમાં જી.આઈ.ડી.સી.વિસ્તારમાં આવેલ વિવિધ શાળાના બાળકો ભાગ લેતા હોય છે ત્યારે આજરોજ ડી.એ. આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે 16મી સ્પોર્ટ્સ મીટ યોજાઈ હતી
સ્પોર્ટ્સ મીટમાં 13 શાળાના 2800 જેટલા બાળકોએ 100, 200 અને 400 મીટર દોડ,ખોખો,વોલીબોલ તેમજ ચેસ સહિત 15 જેટલી રમતો રમાડવામાં આવી હતી આ સ્પર્ધામાં બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ મીટ આજથી પાંચ દિવસ ચાલશે જેમાં વિજેતા શાળા અને રમતવીરને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે આ સ્પોર્ટ્સ મીટમાં સંચાલક ક્રિષ્ના મહારાઉલજી અને સભ્યો તેમજ રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.
આયોજકે આ અંગે જણાવ્યું હતું કે આજે ડી.એ. આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે 16મી સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 12 સ્કુલોએ ભાગ લીધો છે. આ ગેમ્સમાં 100 મીટર, 200 મીટર, 400 મીટર સહિત દોડ યોજાઈ હતી. તો સ્વિમિંગ, ચેસ, કબડ્ડી, ખો ખો સહિતની રમતો 15 રમાડવામાં હતી.તો આ સ્પોર્ટ્સ મીટ આજથી પાંચ દિવસ સુધી ચાલશે. આ પૈકી જે સ્કુલનું પરફોર્મન્સ સારું હશે તેને ઈનામ આપવામાં આવશે. તેમજ વિજેતા બાળકોને ઈનામ એનાયત કરવામાં આવશે. બધી સ્કૂલમાંથી થઈને 2800 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. તો વિદ્યાર્થીઓને રમત ગમતમાં પ્રોત્સાહન મળે તે હેતુથી સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે.