Home /News /bharuch /Bharuch: માય લિવેબલ ભરૂચ શું છે, દેશમાં ટોપટેનમાં આવવા શું કરશે ?

Bharuch: માય લિવેબલ ભરૂચ શું છે, દેશમાં ટોપટેનમાં આવવા શું કરશે ?

માય લિવેબલ ભરૂચ સીએસઆર પહેલ અન્વયે સફાઈ કામગીરીનો શુભારંભ

માય લિવેબલ ભરૂચ સીએસઆર પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે.ભરૂચના 40 કિમી વિસ્તારના મુખ્ય રસ્તાઓની 24 કલાક સફાઈ કરવામાં આવશે અને સ્વચ્છતા સર્વેક્ષણમાં ભરૂચ દેશના ટોપટેન શહેરોમાં આવે તેવા પ્રયાસો કરાશે.

Aarti Machhi, Bharuch: ભરૂચ શહેર તથા નંદેલાવ, ભોલાવ અને ઝાડેશ્વર વિસ્તારના અંદાજિત કુલ 40 કિલોમીટર વિસ્તારના મુખ્ય રસ્તાઓની 24 કલાક સાફ-સફાઈની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણના રેન્કમાં ભરૂચ દેશના ટોપટેનમાં આવે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

ભરૂચ દેશના ટોપટેન શહેરોમાં આવે તેવા પ્રયાસો કરાશે : રમેશ મિસ્ત્રી

આ પ્રસંગે ધારાસભ્યએ રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ભરૂચને સુંદર અને હજુ વધુ રહેવાલાયક બનાવવા આથી વિશેષ પ્રસંગ બીજો કોઈ હોઈ શકે નહી. સ્વચ્છતા સર્વેક્ષણના રેન્કમાં ભરૂચ દેશના ટોપટેન શહેરોમાં આવે તેવા પ્રયાસો કરવા માઈ વિલેબલ ભરૂચને અભિયાન સ્વરૂપે ઉપાડી લઈ તંત્રને સહકાર આપીયે.



ભરૂચ શહેર તથા નંદેલાવ, ભોલાવ અને ઝાડેશ્વર વિસ્તારના અંદાજિત કુલ 40 કિલોમીટર વિસ્તારની સાફ સફાઈ, ઘર અને રસ્તાદીઠ કચરાનું એકત્રીકરણ, ભીના કચરાનુ વિભાજન, નિકાલ અને વ્યવસ્થાપન કરવામાં આવશે.



કલેકટરે સ્વચ્છતા અંગેના રસપ્રદ પ્રસંગો કહ્યા

જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પ્રાસંગિક પ્રવચનમાં પોતાના આઈએએસની ટ્રેનિંગ દરમ્યાન સિંગાપોર દેશની વિઝિટ દરમ્યાન સ્વચ્છતા અંગેના રસપ્રદ પ્રસંગો સાથે ત્યાંની સિસ્ટમની ચર્ચા કરી હતી.



અને ભારતમાં સ્વછતતા સર્વેક્ષણમાં પ્રથમક્રમે આવતા ઈન્દોર શહેરના ગારબેઝ કલેક્શન વ્યવસ્થા અને ગારબેઝ ફ્રી શહેરની વાત સાથે પોતાના અનુભવો વર્ણવ્યા હતા. ભરૂચ શહેરને પણ વધુ સારી રીતે રહેવાલાયક, સુંદર બનાવવાની આ પહેલને લોકો અપનાવે અને મદદરૂપ બને તેવી હાંકલ કરી હતી.



ગંદકી ફેલાવનાર શહેરીજનો વિરુધ્ધ દંડાત્મક પગલાં લેવાશે

જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે,શહેરની મુખ્ય દિવાલોનું બ્યુટીફીકેશનનું કામહાલ ચાલી જ રહ્યું છે. ઘર અને રસ્તાદીઠ કચરાનું એકત્રીકરણ, સુકા અને ભીના કચરાનુ વિભાજન, નિકાલ અને વ્યવસ્થાપન, ગંદકી ફેલાવનાર શહેરીજનો વિરુધ્ધ દંડાત્મક પગલાં, શહેરની ગૃહિણીઓ માટે હોમ કમ્પોસ્ટિંગની તાલીમ અને શહેરીજનો માટે ઉત્તમ રીતે રહેવાલાયક બની રહે એવી વિવિધ કામગીરી અને પ્રવૃત્તિઓ સક્રિયપણે હાથ ધરવામાં આવનારી છે.



જ્યુટ બેગનું વિતરણનું કરવામાં આવ્યું હતું

કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને સિગલ યુઝ પ્લાસ્ટિકની જગ્યાએ જ્યૂટ બેગ્સના વપરાશ અર્થે જ્યુટ બેગનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં બાંધકામ શાખાના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભરૂચના પૂર્વે ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ખાનગી સંસ્થાઓ, સીએસઆર અનુદાન ફાળવતી કંપનીઓ તરફથી હાજર રહેલા પ્રતિનિધિઓ, તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા.
First published:

Tags: Bharuch, Clean, Local 18, Road