Home /News /bharuch /ભરૂચની ખુશી ચુડાસમા શૂટિંગ ચેમ્પિયનશીપમાં ઝળકી, જીત્યા છે આટલા મેડલ

ભરૂચની ખુશી ચુડાસમા શૂટિંગ ચેમ્પિયનશીપમાં ઝળકી, જીત્યા છે આટલા મેડલ

ભરૂચના ચુડાસમા પરિવારને તેઓની ખુશી પર છે ગર્વ

ખુશી હાલ પારુલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેણીએ માત્ર 17 વર્ષની વયે જ રાયફલ ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી. માત્ર ત્રણ વર્ષમાં જ ખુશીએ 37થી 38 મેડલ હાંસલ કરી દેશ અને રાજ્યમાં ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

વધુ જુઓ ...
    Aarti Machhi, Bharuch: ભરૂચની ખુશી ચુડાસમાંએ રાષ્ટ્રીય સ્તરે શુટિંગ સ્પર્ધામાં મેડલ મેળવી જિલ્લા સહિત પરીવારનું નામ રોશન કરી રહી છે.હાલમાંજ યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની શુટિંગ ચેમ્પિયનશીપમાં ખુશી ચુડાસમાંએ ભાગ લીધો હતો અને તેમાં તેણીએ બે પદક મેળવ્યા છે. રાજ્યમાંથી અત્યાર સુધી 11 મેડલ હાંસલ કર્યા છે. હાલ ખુશી ગુજરાત એકેડેમી સિલેક્શનમાં ટ્રેનિંગ મેળવી રહી છે.

    પારુલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.ખશી ચૂડાસમાંને નાનપણથીજ પરીવાર દ્વારા સારો સહકાર મળતો આવ્યો છે.ખુશી નાની હતી ત્યારે તેની રૂચી પ્રમાણે પરીવારે આગળ વધવા સહકાર આપી તેને આગળ વધવામાં મદદ કરી હતી.



    ખુશી હાલ પારુલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેણીએ માત્ર 17 વર્ષની વયે જ રાયફલ ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી. મિલિટરી સ્કૂલમાં બેઝિક ટ્રેનિંગના કારણે તેને શૂટિંગમાં રસ વધ્યો હતો. વર્ષ 2019 એપ્રિલ મહિનાથી 17 વર્ષની વયે ખુશી રાયફલ ચલાવવાની ટ્રેનિંગની શરૂઆત કરી હતી.ખુશીને નાનપણથી જ ડ્રોઈંગમાં રુચિ હતી. ખુશીએ બેસ્ટ આર્ટિસ્ટ ઓફ ધ યરનો એવોર્ડ પણ હાંસલ કર્યો છે.



    માત્ર ત્રણ વર્ષમાં જ ખુશીએ 37થી 38 મેડલ હાંસલ કરી દેશ અને રાજ્યમાં ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ખુશીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાંથી ચોથી વખત સ્ટેટ ચેમ્પિયન રહી ચૂકી છે.ખુશીએ નેશનલ લેવલે બે પદક મેળવ્યા છે. તો રાજ્યમાંથી અત્યાર સુધીમાં 11 મેડલ હાંસલ કર્યા છે. હાલ ખુશી ગુજરાત એકેડેમી સિલેક્શનમાં ટ્રેનિંગ મેળવી રહી છે.



    ખુશીએ તેનો પહેલો મેડલ અમદાવાદ શહેરમાંથી મેળવ્યો છે. ખુશી ભરત ચુડાસમાએ હાલમાં જ 50 મીટર રાઇફલ પ્રોન પોઝિશન (ISSF) જુનિયર મહિલા-1 ગોલ્ડ, 50 મીટર રાઇફલ પ્રોન પોઝિશન (ISSF) મહિલા વ્યક્તિગત-1 સિલ્વર, 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન (ISSF) જુનિયર વ્યક્તિગત -1 સિલ્વર મેડલ મેળવીને ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું હતું.તેણીએ બે વર્ષ કોચ મિતલ ગોહિલ પાસેથી ટ્રેનિંગ મેળવી છે.



    ખુશીએ જણાવ્યું હતું કે તેના રાઇફલ શૂટિંગમાં રસ જોઈને તેના કોચ પણ તેના ઉપર સારી મહેનત કરી રહ્યા છે.તેને પરિવારમાંથી સારો સપોર્ટ મળી રહ્યો છે. ખુશીના પિતા અને માતા તેની સ્ટ્રેન્થ છે. તો ખુશીએ ઇન્ટરનેશનલ લેવલે જવા માટેની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી.જેની  ટ્રેનિંગ લઈ રહી છે. વધુમાં તેણીએ અન્ય યુવતીઓ પણ રાઇફલ શૂટિંગની સ્પર્ધામાં આગળ આવી પોતાનું કરતબ બતાવી સમાજ અને પરિવાર માટે કંઈક કરી બતાવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Bharuch, Local 18, Medals, Shooting

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन