Home /News /bharuch /Bharuch: નર્મદાની પરિક્રમાએ નિકળેલા 15 વર્ષનાં વિશાલને મળો : જોણો કોની સાથે કરી પરિક્રમાં ?

Bharuch: નર્મદાની પરિક્રમાએ નિકળેલા 15 વર્ષનાં વિશાલને મળો : જોણો કોની સાથે કરી પરિક્રમાં ?

X
માત્ર

માત્ર 15 વર્ષીય કિશોરની નર્મદા પરિક્રમા.

મધ્યપદેશના છોટી છીપાનેલ નામના ગામનો 15 વર્ષીય વિશાલ સાંગ્યા કેવટ હાલ ધોરણ 9માં અભ્યાસ કરે છે. વિશાલ સાંગ્યા કેવટ તેના દાદા-દાદી સાથે નર્મદા પરિક્રમા માટે નીકળ્યો છે.

Aarti Machhi, Bharuch: મધ્યપ્રદેશના નાનકડા ગામમાંથી નર્મદા પરિક્રમા કરનાર 15 વર્ષીય કિશોર અંકલેશ્વરના ભરુડેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પહોંચ્યો છે. ધોરણ 9 માં અભ્યાસ કરતા કિશોર તેના દાદા-દાદી સાથે નર્મદાની પરિક્રમા કરી રહ્યો છે.

વિશાલ સાંગ્યા કેવટ નાની ઉંમરનો પરિક્રમાર્થી

પુરાણોમાં નર્મદા નદીની પરિક્રમા કરવાથી અનેક પાપ ધોવાઈ જતા હોવાની માન્યતા રહેલી છે. જેથી હજારો લોકો દેશ-વિદેશથી વિવિધ પ્રકારની નર્મદા પરિક્રમા કરતા હોય છે. સાધુ, સંતો મહંત અને અનેક લોકો મા નર્મદાની પરિક્રમા કરી ધન્યતા અનુભવતા હોય છે. હાલ હજારો પરિક્રમાવાસીઓ ભરૂચ જિલ્લામાં નજરે પડી રહ્યા છે. મોટર માર્ગે બસ અને પદયાત્રા ખેડી પરિક્રમાવાસીઓ ભરૂચ જિલ્લામાં આવી પહોંચ્યા છે.



આ યાત્રા કરવા માટે સાંપ્રત સમયમાં યુવાનો મહિલાઓ અને અનેક શ્રદ્ધાળુઓ પણ નર્મદા પરિક્રમા કરતા હોય છે. ત્યારે મધ્યપ્રદેશ ખાતે રહેતા 15 વર્ષીય કિશોર નર્મદા પરિક્રમા માટે આવી પહોંચ્યો છે. મધ્યપદેશના છોટી છીપાનેલ નામના ગામના માત્ર 15 વર્ષીય કિશોર નર્મદા પરિક્રમા કરી રહ્યો છે.



15 વર્ષીય વિશાલ સાંગ્યા કેવટ હાલ ધોરણ 9માં અભ્યાસ કરે છે. વિશાલ સાંગ્યા કેવટ તેના દાદા-દાદી સાથે નર્મદા પરિક્રમા માટે નીકળ્યો છે. નર્મદા પરિક્રમા અંગે ધાર્મિકતાને લઈને યુવક પરિક્રમા માટે નીકળ્યો હોવાનું જણાવ્યું હતુ.



નર્મદા પરિક્રમા કરીને આંનદની લાગણી વ્યકત કરી

15 વર્ષીય કિશોરની મા નર્મદા પ્રત્યે શ્રદ્ધા અને આસ્થા જોઈને સૌ કોઈને અચરજ પમાડે તેમ છે. માત્ર આટલી ઉંમરમાં કિશોરે મા નર્મદા નદીની પરિક્રમા કરી ધન્યતા અનુભવતો હોવાની લાગણી વ્યક્ત કરી હતી.
First published:

Tags: Bharuch, Child, Local 18, Narmada river

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો