Home /News /bharuch /Bharuch: રાષ્ટ્રીય રાઈફલ શુટિંંગ સ્પર્ધામાં જિલ્લાના 12 નિશાનેબાજો ઝળક્યા; જીત્યા 26 મેડલ

Bharuch: રાષ્ટ્રીય રાઈફલ શુટિંંગ સ્પર્ધામાં જિલ્લાના 12 નિશાનેબાજો ઝળક્યા; જીત્યા 26 મેડલ

રાજ્યમાં ભરૂચ જિલ્લો અવ્વલ...

રાષ્ટ્રીય સ્તરે રાઈફલ શુટિંગની વિવિધ સ્પર્ધાઓમાં ભરૂચ જિલ્લાના નિશાનેબાજો ઝળકયા છે. કોચ મિત્તલ ગોહિલના અથાગ પરિશ્રમનું પરિણામ મળ્યું હતુ. શૂટિંગ ચેમ્પિયનશિપમાં 12 નિશાનેબાજે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ 26 પદકો મેળવી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે.

વધુ જુઓ ...
    Aarti Machhi, Bharuch: રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રાઈફલ શુટિંગની વિવિધ સ્પર્ધાઓમાં ભરૂચ જિલ્લાના નિશાનેબાજો ઝળકયા છે. કોચ મિત્તલ ગોહિલના અથાગ પરિશ્રમનું પરિણામ મળ્યું હતુ. શૂટિંગ ચેમ્પિયનશિપમાં 12 નિશાનેબાજે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ 26 પદકો મેળવી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે.

    ભરૂચ જિલ્લા સેક્રેટરી અજય નવીનચંદ્ર પંચાલે 50 મીટર શૂટિંગમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો છે. તો ખુશી ભરત ચુડાસમાએ ૫૦ મીટર રાઇફલ પ્રોન પોઝિશન જુનિયર મહિલામાં એક ગોલ્ડ અને ૫૦ મીટર રાઇફલ પ્રોન પોઝિશન જુનિયર અને ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં બે સિલ્વર પદક અંકિત કર્યા છે.



    જિલ્લાના અન્ય શૂટરો ધનવીર હિરેન રાઠોડે ૫૦ મીટર રાઇફલ પ્રોન પોઝિશન જુનિયર મેન સહિત અન્ય સ્પર્ધામાં મળી કુલ ત્રણ ગોલ્ડ, સોમ રાજેન્દ્ર વિસાવડી યાએ 10 મીટર એર રાઇફ્લ મેન વ્યકિતગત અને 50 મીટર થ્રી પોઝિશન જુનિયર મેન અને વ્યકિતગતમાં 3 બ્રોન્ઝ તો પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી અદિતિ રાજેશ્વરી આનંદ સ્વરૂપે 10 મીટર એર રાઈફલ (ISSF) પેટા યુવા મહિલા વ્યક્તિગત 1- સિલ્વર,50 મીટર ઓપન સાઈટ રાઈફલ પ્રોન પોઝિશન જુનિયર મહિલા વ્યક્તિગત 1 ગોલ્ડ અને 50 મીટર ઓપન સાઈટ રાઈફલ થ્રી પોઝિશન જુનિયર મહિલા વ્યક્તિગત -1 ગોલ્ડ મળી બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ હાંસલ કર્યો છે.



    ભરૂચ પોલીસમાં ફરજ બજાવતા સુનિતાબેન વસાવાએ 50 મીટર રાઈફલ ઓપન સાઈટ રાઈફલ પ્રોન પોઝીશન મહિલા વ્યક્તિગત (NR)-1 સિલ્વર,50 મીટર રાઈફલ ઓપન સાઈટ રાઈફલ થ્રી પોઝિશન મહિલા વ્યક્તિગત (NR)-1 ગોલ્ડ, 10 મીટર ઓપન સાઈટ રાઈફલ મહિલા -1 સિલ્વર મળી એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ મેળવ્યા હતા.



    મેન્સ ટીમમાં અગમ આદિત્ય આનંદ સ્વરૂપ, નર્મદા કોલેજના સિદ્ધાર્થ વિપુલકુમાર પટેલ, પારુલ યુનિવર્સિટીના રૂદ્ર કાપડિયા અને પ્રણવ જોશી એક એક ગોલ્ડ મેળવ્યો હતો. શૂટર રૂશિતા એસ કે સેલવા, સુરેશ પરમાર અને વંદન ગાંધીએ પણ વિવિધ કેટેગરીમાં સિલ્વર ગોલ્ડ મેડલો અંકિત કર્યા હતા.



    વેસ્ટ ઝોન શૂટિંગ સ્પર્ધા 2022માં ૫ રાજ્યો પૈકી યોજાયેલ પ્રતિયોગિતામાં અવ્વલ આવી ગૂજરાતનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં સોમ વિસાવડિયા બે સિલ્વર મેડલ તો ધનવીર રાઠોડે 1 બ્રોન્ઝ મેડલ હાંસલ કરી ગૂજરાતનું નામ રોશન કર્યું છે. ભરૂચ જિલ્લા પ્રેસિડેન્ટ અરુણસિંહ રણા અને સેક્રેટરી અજયભાઈ પંચાલ દ્વારા જિલ્લાના શૂટર્સને પ્રશંસા પાઠવી તેમજ સન્માનિત કર્યા હતા. સાથે જ વધુ ને વધુ ભરૂચ જિલ્લામાં નિશાનેબાજો મેડલ્સ લાવે તેવા આશીર્વાદ આપી બિરદાવ્યા છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Bharuch, Medals, Shooting

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन