બોર્ડની પરીક્ષામાં ભરૂચ જિલ્લામાં 3જું સ્થાન મેળવ્યું
ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થતાં જયનો ત્રીજો ક્રમાંક આવતા લોકોમાં ખુશી જોવા મળી હતી. જયએ ધોરણ 10 ના ગણિત વિષયમાં 100 માંથી 100 માર્કસ તો એ સિવાયના દરેક વિષયમાં 95 ઉપર માર્ક્સ મેળવ્યા છે. નાનકડા ગામમાં રહેતા ખેડૂતના પુત્રએ કોઈપણ જાતની સુવિધા વિના અભ્યાસમાં સારા માર્ક્સ મેળવ્યા છે.
ભરૂચ: જિલ્લાના અંકલેશ્વરની જય અંબે ઇન્ટરનેશનલ શાળાનો વિદ્યાર્થી જય લાઠિયાએ ધોરણ 10માં સમગ્ર ગુજરાતમાં ભરૂચ જિલ્લામાંથી ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. જય લાઠિયાએ 99.97 પર્સેન્ટાઈલ મેળવીને શાળા તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે. ખેડૂતના પુત્ર જયએ ટ્યુશન ક્લાસીસ વગર જ ધોરણ 10માં સમગ્ર રાજ્યમાં ત્રીજો ક્રમાંક હાંસલ કર્યો છે.
સુવિધા વિના અભ્યાસ કરી સારા નંબર મેળવ્યા
જય લાઠિયાને અભ્યાસમાં કોઈપણ પ્રશ્ન કે સમસ્યા હોય તો તેનું જ્યાં સુધી નિવારણ નહીં આવે ત્યાં સુધી તેની પાછળ જ રહે છે અને તેમાં મહેનત કરે છે. નાનકડા એવા બેડોલી ગામમાં રહેતો જય ધોરણ 10 નું રીડિંગ વેકેશન હતું, ત્યારે પાવર કટના સમયે પણ વૃક્ષ નીચે બેસીને અભ્યાસ કરતો હતો.
ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થતાં જયનો ત્રીજો ક્રમાંક આવતા લોકોમાં ખુશી જોવા મળી હતી. જયએ ધોરણ 10 ના ગણિત વિષયમાં 100 માંથી 100 માર્કસ તો એ સિવાયના દરેક વિષયમાં 95 ઉપર માર્ક્સ મેળવ્યા છે. નાનકડા ગામમાં રહેતા ખેડૂતના પુત્રએ કોઈપણ જાતની સુવિધા વિના અભ્યાસમાં સારા માર્ક્સ મેળવ્યા છે.
જયએ પોતાની સફળતાનો શ્રેય શાળાના શિક્ષકો
જય લાઠીયાએ પોતાની સફળતાનો શ્રેય શાળાના શિક્ષકો તેમજ માતા-પિતાને આપ્યો છે. વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં 5થી વધુ કલાક અભ્યાસ સાથે સતત વાંચન કરવા સાથે માનસિક તણાવથી દૂર રહી સફળતા મેળવી છે. શાળા દ્વારા પણ વિદ્યાર્થીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુકત રીતે શિક્ષણ સાથે માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ બિન્દાસ્ત બનીને અભ્યાસ સાથે બોર્ડની પરીક્ષાઓ આપી સફળ થઈ શકે છે.