અંકલેશ્વરના ભડકોદ્રામાં રહેતા કલાવતીદેવી પાલ 102 વર્ષની ઉમરે પણ અડીખમ છે.ઘરે બેઠા મતદાન કરી લોકોને મતદાન કરવા પ્રેરણા આપી છે.આ ઉંમરે પણ સવારે 6 વાગ્યે ઉઠી જાય છે.
Aarti Machhi, Bharuch: અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામની સુંદરવન સોસાયટી ખાતે રહેતા 102 વર્ષના વૃદ્ધ મહિલા આટલું કેવી રીતે જીવી શકે છે ઘણાના મનમાં એ મોટો સવાલ ઊભો થાય છે. તો 102 વર્ષીય ક્લાવતીદેવી પાલ ખોરાકમાં બધુ આરોગે છે.
ભગવાન તમને આવીને પૂછે કે તારે કેટલાં વર્ષ જીવવું છે તો તમે જવાબમાં શું કહો? સો વર્ષ દોઢસો કે એનાથી પણ વધુ? ઘણા લોકો એમ પણ કહે છે કે,સાજા-નરવા હોઇએ ત્યાં સુધી જ જીંદગી જીવવાની મજા છે. ઘણા લોકોને જોઇને આપણે એમ પણ કહી દઈએ છીએ છે કે, આવી જિંદગી કરતાં તો મોત સારું. જિંદગી અને મોત વિશે દરેકની પોતપોતાની અલગ અલગ માન્યતાઓ અને ધારણાઓ હોય છે. તો વાત કરીએ 102 વર્ષના દાદીમાની.
વહેલી સવારે 6 કલાકે ઉઠી જાય છે
102 વર્ષીય ક્લાવતીદેવી પાલ વહેલી સવારે 6 કલાકે ઉઠી જાય છે. ઊઠીને તરત તેઓ ગરમ પાણી પીવે છે અને ચાલવા માટે જાય છે. ત્યારબાદ તેઓના વહુ તેમને સ્નાન કરાવડાવે છે. બાદ આરામ કરે છે. 10 થી 11 કલાકે તેઓના વહુ જળાવતી પાલ તેઓની માલિશ કરે છે. બપોરે ભોજન લે છે અને સાંજે 4 કલાકે ચા-નાસ્તો કર્યા બાદ તેઓના વહુ ફરી તેમના શરીરની માલિશ કરે છે. કોઈ વાર શરીરમાં દુ:ખાવો થાય તો દિવસ 2 થી 3 વખત સરસવના ગરમ તેલથી માલિશ કરાવડાવે છે. કલાવતીદેવી પાલ ખોરાકમાં વહેલી સવારે પૌંઆ, સૌજીનો શીરો સહિતનો ખોરાક આરોગે છે. પડી ગયા છેલ્લા બે ત્રણ વર્ષથી બાદ ચાલવામાં તકલીફ પડે છે.
પોતાના ઘરેથી મતદાન કર્યું
102 વર્ષના કલાવતીદેવી પાલે પોસ્ટલ બેલેટ થકી તેઓના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓના ઘરે ચૂંટણી પંચની એક ટીમ પહોંચી હતી અને પોસ્ટલ બેલેટ થકી મતદાન કરાવવામાં આવ્યું હતું. મહિલાએ પણ પોતાનો મત આપીને મતાધિકારનો ઉપયોગ કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
મૂળ ઉત્તર પ્રદેશના બનારસથી પરિવાર આવ્યો
ઉત્તર પ્રદેશના બનારસથી પરિવાર અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામમાં રહેવા આવ્યો હતો.છેલ્લા 30 વર્ષથી અહીં રહે છે. ક્લાવતીદેવી પાલને 4 સંતાન છે. જેમાથી 2 અહી પરિવાર સાથે રહે છે. તો બીજા બે ઉત્તર પ્રદેશમાં રહે છે. કલાવતીદેવી પાલના પુત્રના વહુ અને પુત્રવધુ પણ તેઓની સેવા કરે છે.