ભરૂચમાં રહેતા 115 વર્ષના વયોવૃદ્ધ મહિલા મતદાર લખમાં બાએ આજે વિધાનસભાની ચુંટણીમાં મતદાન કરી અન્ય મતદારોને પ્રેરણા પૂરી પાડી હતી. લખમાં બા તેઓના પરિવારજનો સાથે ભરૂચના સ્ટેશન રોડ મિશ્ર શાળા ખાતેના મતદાન મથક પર પહોચીને મતદાન કર્યુ હતું.
આ ઉપરાંત ઉપલેટાના અજીબેન ચંદ્રવાડિયા કે જેની ઉંમર છે 126 વર્ષ છે તેમને પણ મતદાન કર્યું હતું. અજીબેન મતદાન કરવા માટે ઉપલેટાની પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતાં. અને પોતાનો કિંમતી મત આપ્યો હતો. અજીબેન દેશ અને દુનિયાની સૌથી વયોવૃધ્ધ મતદાર છે. તો તંત્ર દ્વારા અજીબેન માટે ખાસ વ્યવ્સથા કરી હતી. . અજીબેનના ચૂંટણી કાર્ડમાં 1-1-2007ના રોજ તેમની ઉંમર 116 વર્ષ દર્શાવાઇ છે