Home /News /banaskantha /Deesa: હવો માગશર મહિનામાં પણ કેરીના રસનો માણો સ્વાદ, આવી રીતે કરો તૈયાર
Deesa: હવો માગશર મહિનામાં પણ કેરીના રસનો માણો સ્વાદ, આવી રીતે કરો તૈયાર
ડીસામાં મોદીસમાજ દ્વારા દર વર્ષે ભર શિયાળે કેરીના રસ નો પ્રસાદ બનાવે છે.
ડીસામાં વસતા મોઢ મોદી સમાજના કુળદેવી બહુચર માતા છે.મોદી સમાજના ધાર્મિક કાર્યક્રમમાં લોકોને કેરીનો રસ અને પુરી પ્રસાદમાં આપવામાં આવ્યા હતા અને 5000 લોકોએ શિયાળામાં કેરીનો રસ આરોગ્યો છે.
Nilesh Rana Banaskantha: કેરીનું નામ પડે એટલે લોકોના મોમાં પાણી આવી જાય. અને તેમાં પણ શિયાળામાં કેરીનો રસ મળે તો ઓર મજા પડી જાય.તમને જાણીને નવાય લાગશે કે, ડીસામાં 5000 લોકોએ શિયાળામાં કેરીનો રસ આરોગ્યો છે.
મોદી સમાજના ધાર્મિક કાર્યક્રમમાં લોકોને કેરીનો રસ અને પુરી પ્રસાદમાં આપવામાં આવ્યા હતા . અહીં માગશર મહિનામાં રસ અને પુરી પ્રસાદમાં આપવાની વર્ષો જૂની પરંપરા છે. આજે પણ સમાજના લોકો નિભાવી રહ્યા છે.
લોકો કથા: માતાજીએ કેરીનો રસ પીરસવા કહ્યું હતું
ડીસામાં વસતા મોઢ મોદી સમાજના કુળદેવી બહુચર માતા છે. વિક્રમ સંવત ૧૭૩૨ની માગશર સુદ બીજના દિવસે અમદાવાદના નવાપુરા સ્થિત માતાજીનાં ભક્ત એવા વલ્લભ ભટ્ટને માતાજી પ્રસન્ન થયા હતા અને દર્શન આપ્યા હતા. માતાજીએ પ્રસન્ન થઈ દર્શન આપતા વલ્લભ ભટ્ટને ગામ જમાડવાનો હુકમ કર્યો હતો અને જમણવારમાં કેરીનો રસ અને રોટલી પીરસવાનું કહ્યું હતું.
ત્યારે માગશર માહિનામાં કેરી તો મળી ન શકે. પરંતુ તેમ છતાં વલ્લભ ભટ્ટે ગામ જમણવારની તૈયારીઓ પૂરી કરી અને જ્યારે ગામના લોકોને જમણ આપવાનો સમય થયો ત્યારે વલ્લભ ભટ્ટના ઘરે રહેલા પાત્રો ચમત્કારિક રીતે કેરીનાં રસથી ભરાઈ ગયા હતા.
આગેવાને કહ્યું, પરંપરા આજે પણ જાળવી રાખી
ડીસામાં મોદી સમાજના આગેવાન જગદીશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, આ પરંપરાને ટકાવી રાખવા માટે છેલ્લા કેટલાક વર્ષથી ડીસામાંમાં પણ માગશર સુદ બીજના દિવસે રસ રોટલીના પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. તેમાં અંદાજિત 5000થી વધુ લોકો જોડાઈ કેરીનાં રસનો સ્વાદ માણે છે. ભરશિયાળામાં કેરીનો રસ ચોક્કસ આશ્ચર્ય પમાડે છે.
માગશર મહિનામાં કેરીનો રસ ક્યાંથી આવ્યું
મોટી માત્રમાં લોકોને રસ રોટલીનો પ્રસાદ કેવી રીતે આપવામાં આવી રહ્યો છે તે જાણવા માટે અમે આ જમણવારના આયોજકોનો સંપર્ક કર્યો હતો.આયોજકોએ જણાવ્યુ હતું કે, અમદાવાદથી કેરીનાં પલ્પ લાવવામાં આવે છે અને તેનામાથી કેરીનો રસ તૈયાર કરવા આવે છે. આ રીતે પરંપરા જાળવી રાખવામા આવી રહી છે.
આજનો સમય આધુનિક છે અને આધુનિક સમયમાં વગર ઋતુએ પણ કેરીનો રસ ઉપલબ્ધ બનાવવો શક્ય છે. પરંતુ આજથી અઢીસો વર્ષ પહેલા જ્યારે વલ્લભ ભટ્ટે તે સમયમાં જ્યારે કોઈ જ આધુનિક સામગ્રી ન હોતી ત્યારે ગામલોકોને ક્યાથી કેરીનો રસ લાવીને જમાડયો હશે? તે ભારત દેશની ધાર્મિક આસ્થાનું ઉદાહરણ છે