વર્ષો જૂનો પોતાનો વારસાઈ વ્યવસાય છોડી મજૂરી તરફ જવા લાગ્યા.
બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા ગામો અને શહેરમાં કોઈપણ લગ્ન પ્રસંગ હોય તો તેમાં ઢોલના ઢબુકે તો લગ્ન જ ના કહેવાય પરંતુ હવે લગ્ન પ્રસંગો માંથી વર્ષો જૂની ઢોલ વગાડવાની પ્રથા લુપ્ત થઈ રહી છે અને તેનું સ્થાન ડીજે સાઉન્ડ સિસ્ટમ એ લઈ લીધું છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠામાં અનેક પરિવારો એવા છે કે જે લોકો લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ડીજે સાઉન્ડ સિસ્ટમ આવી જતા લગ્નમાં હવે ડીજેની માંગ વધુ હોવાથી ઢોલ વાદક પરિવારને કોઈ બોલાવતું નથી. જેથી ઢોલ વગાડી પરિવારનું ગુજરાન ચલાવતા લોકોની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે કેટલાક વાલ્મિકી પરિવાર ઢોલ વગાડવાનો વ્યવસાય છોડી અન્ય મજૂરી કરવા લાગ્યા છે અને લગ્ન પ્રસંગમાં વર્ષો જૂની દેશી ઢોલ વગાડવાની પ્રથા હવે લુપ્ત થઈ રહી છે.
બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા ગામો અને શહેરમાં કોઈપણ લગ્ન પ્રસંગ હોય તો તેમાં ઢોલના ઢબુકે તો લગ્ન જ ના કહેવાય પરંતુ હવે લગ્ન પ્રસંગો માંથી વર્ષો જૂની ઢોલ વગાડવાની પ્રથા લુપ્ત થઈ રહી છે અને તેનું સ્થાન ડીજે સાઉન્ડ સિસ્ટમ એ લઈ લીધું છે.
બનાસકાંઠાની અંદર અનેક પરિવારો વાલ્મિકી સમાજના એવા છે કે તે લોકો બાપદાદાનો ઢોલ વગાડવાનો વારસો આજે પણ જાળવી રહ્યા છે. અગાઉ તો લગ્નમાં લોકો ઢોલ વગાડવા માટે ઢોલીને અગાઉથી જ કહી દેતા હતા અને લગ્નમાં મારવાડી રાજસ્થાની દેશી મટકી હીંચ જેવા ઢોલના તાલે લોકો નાચતા હતા પરંતુ હવે.
આજના આધુનિક જમાનામાં લગ્ન પ્રસંગમાંથી ઢોલ ગાયબ થઈ ગયા છે અને તેનું સ્થાન ડીજે સાઉન્ડ સિસ્ટમે લઈ લીધું છે અત્યારે મોટાભાગના લગ્ન પ્રસંગોમાં ડીજેના તાલે લોકો નાચતા હોય છે ત્યારે ઢોલ વગાડી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા વાલ્મિકી સમાજના લોકોની હાલત કફોડી બની ગઈ છે હાલમાં ફૂલ લગ્ન ગાળો હોવા છતાં પણ ઢોલ વગાડતા ઢોલ વાદકો નવરા બેઠા છે.
અને તેમને લગ્ન માં ઢોલ વગાડવા માટે લોકો ન બોલાવતા હોવાથી તેઓ પોતાનો બાપ દાદા નો ઢોલ વગાડવાનો વ્યવસાય છોડી અન્ય મજૂરી તરફ વળ્યા છે અને મજૂરીમાંથી દિવસના 300થી 400 રૂપિયા કમાઈ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ પરિવાર જણાવી રહ્યા છે. કે લોકો ફરી અમારા વ્યવસાય ને ઉભો કરવા અમારી મદદ કરે અને વાર તહેવાર તેમજ લગ્ન સિઝન માં અમને બોલાવે તો અમારો વ્યવસાય પાછો ઉભો થઇ શકે તેમ છે.