Home /News /banaskantha /બનાસકાંઠા: મહિલાએ પ્રેમી અને ત્રણ બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું, પાંચેયનાં મોત

બનાસકાંઠા: મહિલાએ પ્રેમી અને ત્રણ બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું, પાંચેયનાં મોત

તરવૈયાઓની મદદથી મૃતદેહ શોધવામાં આવ્યા

Banaskantha woman suicide: મૂળ વાવ તાલુકાના દેથળી ગામની વતની મહિલાએ પોતાના ત્રણ બાળકો અને યુવક સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું. મહિલા સાથે કેનાલમાં ઝંપલાવનાર યુવક તેનો પ્રેમી હોવાની ચર્ચા છે.

    બનાસકાંઠા: જિલ્લાના થરાદ તાલુકામાં પાંચ લોકોએ કેનાલમાં ઝંપલાવ્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ગુરુવારે ત્રણ બાળકોનાં મૃતદેહ મળી આવ્યા હતા. આ કેસમાં બાકીના બે મૃતદેહ પણ મળી આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે એક મહિલાએ પોતાના ત્રણ બાળકો અને પ્રેમી સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. જેમાં હવે પ્રેમી અને મહિલાની લાશ મળી આવી છે.

    આ કેસની વધુ વિગત જોઈએ તો થરાદના શણધર ગામની સીમમાં ગઈકાલે નર્મદા નહેરમાં મહિલાએ તેના પ્રેમી અને ત્રણ બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું. જેમાં ગઈકાલે જ ત્રણ બાળકોનાં મૃતદેહ મળી આવ્યા હતા. થરાદ ફાયર ફાઈટર અને સ્થાનિક તરવૈયો મહિલા અને તેના પ્રેમીની લાશ બહાર કાઢી હતી. આ કેસમાં થરાદ પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

    તરવૈયાઓની મદદ લેવામાં આવી


    આ અંગે પ્રાપ્ત વિગત પ્રમાણે મૂળ વાવ તાલુકાના દેથળી ગામની વતની મહિલાએ પોતાના ત્રણ બાળકો અને યુવક સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું. મહિલા સાથે કેનાલમાં ઝંપલાવનાર યુવક તેનો પ્રેમી હોવાની ચર્ચા છે. બનાવ બન્યા બાદ કેનાલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને પાંચેયની શોધખોળ શરૂ કરી હતી.

    આ પણ વાંચો: અંબાજી જઈ રહેલા પદયાત્રીઓને કાર ચાલકે કચડ્યાં

    આ માટે તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્રણ બાળકોનાં મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે મહિલા અને તેના પ્રેમીની લાશ મળી આવી ન હતી. આ કેસમાં પોલીસે વધુ તપાસ ધરી છે. સૂત્રોનું કહેવું છે કે મહિલાએ ગૃહ કંકાસને પગલે આપઘાત જેવું આત્યાંતિક પગલું ભરી લીધું છે.
    " isDesktop="true" id="1245529" >

    કેનાલ ખાતેથી મોબાઇલ મળ્યો


    ગામ લોકોએ નર્મદા કેનાલ પાસે સૌથી પહેલા એક મોબાઇલ જોયો હતો. આ ઉપરાંત કેનાલમાં બે મૃતદેહ તરી રહ્યા હતા. મોબાઇલ પર સતત રિંગ વાગી રહી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. કોઈએ ફોન રિસિવ કરતા માલુમ પડ્યું હતું કે મહિલા તેના ત્રણ બાળકો સાથે ઘરેથી ગુમ થઈ ગઈ હતી. જે બાદમાં મહિલાના સાસરિયાના પક્ષને જાણ કરવામાં આવી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Banaskantha, Lover, અફેર, ગુનો, પોલીસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन