આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : વાવ તાલુકાનાં બીયોક ગામનાં 65 વર્ષનાં કેટલફૂડનાં વેપારી હનીટ્રેપમાં ફસાવવાનો મામલો સામે આવતા ચકચાર મચી ગઇ છે. આ ઘટનામાં તેમણે 10 લાખથી ખોવાનો વારો આવ્યો છે. આ મામલો પરિવારનાં ઘ્યાને આપેલા રૂપિયા પરત માંગતા આવતા દુષ્કર્મની ફરિયાદની ધમકી આપવામાં આવી હતી. વેપારીએ 1 યુવતી સહિત 2 લોકો વિરુદ્ધ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. વાવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે વાવના બીયોક ગામનાં વતની અને થરાદ કેટલ ફુડની દુકાન ચલાવતા 65 વર્ષનાં સરદારજી વિહાજી ઠાકોરને વર્ષા નામની યુવતીનો ફોન આવ્યો હતો. યુવતીએ ગામમાં આંગણવાડીમાં કાર્યકરની ઓળખ આપીને ફાફરાલી નર્મદા કેનાલના પુલ પર મળવા બોલાવ્યાં હતાં. યુવતીએ ફોનમાં કહ્યું હતું કે હું તને પ્રેમ કરૂં છું. સરદારજી ત્યાં ગયા ન હતા. તેથી વર્ષાએ ફોન કરી કેમ નાં આવ્યા તમે આવો કહીને ફોન કાપી નાખ્યો હતો. સરદારજીએ ફરીથી તે નંબર પર ફોન કરતા વર્ષાનો ફોન તેના પતિની ઓળખ આપીને કોઇ પુરુષે આપ્યો હતો. તેણે આરોપ લગાવતા કહ્યું હતું કે, તમે મારી પત્નીને લઈ બેઠા છો, તમારા ઘરે વર્ષાને મુકવાનું કહી દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકી આપી હતી. જેથી ગભરાયેલા વેપારીએ ફોન બંધ કરી દીધો હતો.
બાદમાં સાંજે જ રમેશ ચેહરાભાઈ (રહે ભડવેલ)એ ફોન આવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે ગોપાલનાં લોકો મારે ઘરે આવ્યાં છે. અને સમાધાન માટે 40 લાખ રૂપિયા માંગે છે. છેલ્લે 15 લાખ આપીને મોબાઇલ રેકોર્ડિંગ ડિલીટ કરી મામલો પતાવવામાં આવ્યો હતો. જે બાદ 10 લાખ થરાદની દુકાને લઈ જઈ આપી દીધા હતા.બાકીના 5 લાખ ગૌશાળામાંથી આપવાની વાત થઈ હતી. બાદમાં ગૌશાળામાં ગાયોના ચારો લાવવા એક લાખ માંગતા ફરીથી 35 હજાર સરદારજીએ રમેશને આપ્યા હતા.
આ ઘટનાની વૃદ્ધ વેપારીના ઘરે ખબર પડતા પરિવારજનોએ બાકીના રૂપિયા ન આપવા અને જે આપ્યા છે તે પરત લાવવાનું જણાવ્યું હતું. જેથી વેપારીએ રૂ.10.35 લાખ રૂપિયા પરત રમેશ પાસે માગ્યા હતા. નહિતર ફરિયાદ કરવાની ધમકી આપી હતી. રમેશે રૂપિયા આપવાની ના પાડતા સરદારજી ઠાકોરે વાવ પોલીસ મથકે વર્ષા નામની યુવતી અને રમેશ ચેહરાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.