Home /News /banaskantha /Deesa: ગોગાઢાણીની સરકારી શાળાનું નામ વિદેશમાં ગૂંજ્યું, વિદેશી મહેમાનો લે છે મુલાકાત, જૂઓ Video

Deesa: ગોગાઢાણીની સરકારી શાળાનું નામ વિદેશમાં ગૂંજ્યું, વિદેશી મહેમાનો લે છે મુલાકાત, જૂઓ Video

X
આ

આ શાળામાં પાંચ દેશના લોકો મુલાકાત લઈ ચૂક્યા છે.

બનાસકાંઠા જિલ્લાની ગોગાઢાગણી પ્રાથમીક શાળાએ પોતાનું ફેસબુક પેઇજ બનાવ્યું છે.તેના માધ્યમથી વિદેશી લોકોને શાળા સાથે જોડ્યાં છે. વિદેશનાં લોકો શાળાની મુલાકાત પણ લઇ ગયા છે.તેમજ શાળાને 4 લાખનું દાન મળ્યું છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India

Nilesh Rana, Banaskantha: આધુનિક જમાનામાં હવે દુનિયા લોકોના હાથમાં આવી ગઈ છે. આંખના પલકારામાં લોકો વિશ્વના કોઈપણ સ્થળે રહેલા વ્યક્તિ સાથે સંવાદ કરે છે.આજે સોશિયલ મીડિયાના માધ્યમોનો લોકો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની ડીસા તાલુકાની માલગઢ ગામની ગોગાઢાણી પ્રાથમિક શાળા માટે ફેસબુક આશાનું કિરણ બન્યું છે. શાળાના ફેસબુક પેજના માધ્યમથી અનેક વિદેશી લોકો જોડાયા છે અને વિદેશી લોકો શાળાની મુલાકાતે પણ આવ્યા છે અને શાળાને જરૂરિયાત સમયે મદદ પણ આપી રહ્યા છે.



આટલા વિદેશી લોકોએ શાળાની મુલાકાત લીધી



બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ખાતે આવેલી ગોગાઢાણી પ્રાથમિક શાળાના આચાર્ય શૈલેષભાઈ પ્રજાપતિએ વર્ષ 2014 માં શાળાના આચાર્ય બન્યાં. બાદ શાળાના નામનું એક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું. જેમાં શાળામાં થતી પ્રવુતિઓ અને શાળાના બાળકોની ફેસબુકના માધ્યમ થકી દેશ વિદેશના મિત્રો સાથે જોડી.



ગોગાઢાણી પ્રાથમિક શાળાના આ ફેસબુક એકાઉન્ટમાં અનેક વિદેશી લોકો પણ જોડાવા લાગ્યા. આ વિદેશી લોકોએ શાળામાં ચાલતી પ્રવુતિ અને બાળકોને પડતી મુશ્કેલીને ફેસબુકના માધ્યમથી જાણી. જે બાદ બેલ્જીયમ, દુબઇ, બ્રિટન, USA, જાપાન સહિત અનેક લોકોએ વિદેશમાં બેઠા શાળા માટે દાન કર્યું છે.અત્યાર સુધી 5 વિદેશી લોકો ગોગાઢાણી પ્રાથમિક શાળાની મુલાકાત લઇ ચુક્યા છે.



શાળાને અત્યાર સુધી 4 લાખનું દાન આપવામાં આવ્યું



ગોગાઢાણી પ્રાથમિક શાળામાં અત્યાર સુધી 5 જેટલા વિદેશી લોકો શાળાની મુલાકાત લઇ ચુક્યા છે. શાળામાં ચાલતી પ્રવુતિ અને બાળકોને અનેક લોકોએ પાઉન્ડ અને યુરોમાં નાણાં મોકલાવ્યા છે. દુબઈ, જાપાન, અમેરિકા, ઇંગ્લેન્ડ, બેલ્જીયમ, ફ્રાન્સથી આમ કુલ 4 લાખનું અનુદાન આ શાળાના બાળકો માટે ફેસબુક સાથે જોડાયેલા વિદેશી મિત્રોએ મોકલી આપ્યું છે.



તેમજ બેલ્જીયમથી મીશ્લીન બાળકોની પ્રવુતિને જોઈ વર્ષ 2017માં તેમને મળવા આવી હતી. તે શાળાના દરેક વર્ગના બાળકોના વર્ગખંડમાં જઈ અંગ્રેજીનું શિક્ષણ પણ આપ્યુ હતું. શાળાના બાળકો પણ તેમની સાથે રહી મજા માણી હતી.



તેમજ બાળકો પણ અંગ્રેજી ભાષા સમજતા અને બોલતા થયા છે. બેલ્જીયમથી મીશ્લીન બાળકોની પ્રવુતિને જોઈને અત્યારે બાળકોને મદદ પણ કરી રહ્યા છે.




આ શાળાને અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.

માલગઢની ગોગાઢાણી પ્રાથમિક શાળાના આચાર્ય શૈલેષભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ શાળામાં 1થી 8 ધોરણમાં 435 બાળકો અભ્યાસ કરે છે.



આ શાળામાં અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમ કે 108 નો ડેમો, ફાયર ડેમો, બાહ્ય પરીક્ષાઓ,ઇકો ક્લબની પ્રવૃત્તિઓ, કલ્ચર પદ્ધતિઓ, પ્રકૃતિ શિબિર, આ શાળામાં દરેક બાળકોનો જન્મદિવસની ઉજવણી



, બાળકના વિકાસલક્ષી પ્રવૃત્તિઓ તેમજ શૈક્ષણિક પ્રવાસ, ટેકનોલોજીનો ઉપયોગ, ફિલ્મ નીદર્શન સેલ્ફ ડિફેન્સની તાલીમ વગેરે જેવી આ શાળામાં પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિના ભાગરૂપે અનેક લોકો આ શાળા સાથે જોડાયા છે.



તમામ પ્રવૃત્તિને લઈ આ શાળાને અનેક એવોર્ડ આપવામાં આવ્યા છે જેમ કે અનુપમ શાળા એવોર્ડ, સ્વચ્છ શાળા એવોર્ડ, સ્માર્ટ શાળા ,સ્વચ્છ ભાષા અભિયાન સહિતના આ શાળાને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી છે.



શાળાના દ્વારા ટેકનોલોજી નો સદુપયોગ

આધુનિક સમયમાં અનેક લોકો સોશિયલ મીડિયા પર માત્ર સમય વ્યતિત કરતા હોય છે. પરંતુ ગોગાઢાણી પ્રાથમિક શાળા ના આચાર્ય દ્વારા ફેસબુકના માધ્યમ થકી બાળકોની સમસ્યા અને તેમની આવડતને વિશ્વ કક્ષા સુધી પહોચાડી. ફેસબુકનો સદુપયોગ કઈ રીતે થઇ શકે તેનું ઉત્તમ ઉદાહરણ ગોગાઢાણી પ્રાથમિક શાળા બની છે.
First published:

Tags: Banankatha News, Local 18, School, Students

विज्ञापन