Home /News /banaskantha /ડીસામાં પડતી રેકોર્ડ બ્રેક ઠંડી પણ અહીના લોકોને કેમ આવે છે માફક, આ છે કારણ
ડીસામાં પડતી રેકોર્ડ બ્રેક ઠંડી પણ અહીના લોકોને કેમ આવે છે માફક, આ છે કારણ
શિયાળામાં ડીસામાં તાપમાનનો પારો 8 થી 10 ડિગ્રી પોહચી જાય છે.
રાજસ્થાનમાં ફૂંકાતો ઠંડો પવન અને ઉતરભારતમાં થતી હિમવર્ષાના લીધે ડીસામાં તાપમાનમાં ઘટાડો થવાની સાથે ઠંડી વધી જાય છે.શિયાળામાં ડીસામાં તાપમાનનો પારો 8 થી 10 ડીગ્રી પોહચી જાય છે.ઠંડીના કારણે મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર થાય છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ઉનાળામાં અંગ દઝાડતી ગરમી અને શિયાળામાં હાડ થીજાવતી ઠંડી રેકોર્ડ બ્રેક પડતી હોય છે. આમ તો સમગ્ર ગુજરાતમાં શિયાળામાં ઠંડી પડે છે, પરંતુ સૌથી વધુ રેકોર્ડબ્રેક ઠંડી ગુજરાતના નલિયામાં પડે છે.ત્યાર બાદ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં પડે છે,જેનું મુખ્ય કારણ છે કે, ડીસાને અડીને આવેલું રાજસ્થાનનો રણ અને ઉત્તર ભારતમાં હિમવર્ષાના લીધે ઠંડી રેકોર્ડ બ્રેક પડતી હોય છે.જેના કારણે ડીસાના લોકો હાડ થીજાવતી ઠંડીનો સામનો કરતા હોય છે..
ડીસામાં ઠંડી પાડવાનું મુખ્ય કારણ
સમગ્ર ગુજરાતમાં શિયાળામાં રેકોર્ડ બ્રેક ઠંડી કચ્છના નલિયામાં પડે છે. અને ત્યારબાદ ડીસાનું નામ આવે છે શિયાળા અને ઉનાળામાં ગરમી તેમજ ઠંડીના લીધે ડીસાનું નામ મોખરે હોય છે,ત્યારે હાલમાં દસ દિવસથી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ઉનાળામાં રેકોર્ડ બ્રેક ગરમી અને શિયાળામાં સૌથી વધુ ઠંડી પડતી હોય છે, જેનો મુખ્ય કારણ છે કે,બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેર રણ પ્રદેશ રાજસ્થાનને અડીને આવેલું છે, જેથી રણમાં ઉનાળામાં વધુ લુના લીધે ડીસામાં ગરમીનો પારો વધી જતો હોય છે.
જ્યારે વાત કરીએ શિયાળાની તો શિયાળામાં પણ રાજસ્થાનમાં ઠંડો પવન ફૂંકાતો હોય છે ,આ ઉપરાંત ડીસા શહેર ઉત્તરભારતમાં આવેલું છે, જેથી ઉત્તર ભારતના જમ્મુ કશ્મીર, હિમાચલ જેવા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થતી હોય છે અને તેની અસર ડીસા પર થાય છે તેના જ લીધે શિયાળામાં ઠંડી વધતા તાપમાન ઘટી જાય છે. ડીસામાં વધુ ઠંડી પડતી હોવાને લીધે સાંજ પડતા જ બજારોમાં લોકોની અવરજવર એકદમ ઓછી થઈ જાય છે તેમજ વહેલી સવારે પણ લોકો ઘરની બહાર નીકળવાનું પસંદ કરતા નથી.
શિયાળામાં ગરમ કપડાં અને તાપણાંનો સહારો
લોકો હાડ થીજાવતી ઠંડી સામે રક્ષણ મેળવવા માટે ગરમ વસ્ત્રો જેવા કે, ગરમ ટોપી,મફલર, સ્વેટર,હાથ મોજા સહિતના ગરમ વસ્ત્રો પહેરતા હોય છે.તો કેટલાક લોકો જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળતા હોય છે.તેઓ પણ ગરમ વસ્ત્રો ધારણ કરતા હોય છે.ત્યારે ગરીબ પરિવારો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણા પણ કરતા હોય છે. ડીસામાં શિયાળાની ઋતુમાં તાપમાનનો પારો સાતથી દસ ડિગ્રી સુધી પહોંચી જતો હોય છે ત્યારે હાલમાં વહેલી સવારે અને સાંજે શહેરી જનો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.
બટાકાના વાવેતર માટે અનુકૂળ વાતાવરણ
હાલમાં તાપમાનનો પારો 18 થી 20 ડીગ્રી વચ્ચે છે. જોકે હવામાન વિભાગના સૂત્રો ના જણાવ્યા અનુસાર, હજુ પણ ડિસેમ્બર માસમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા પંથકમાં ઠંડી શિયાળામાં વધુ પડે તો બટાકાના પાક માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે, ડીસા તાલુકામાં મોટાભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે અને શિયાળાની સિઝનમાં મોટા પ્રમાણમાં ખેડૂતો બટાકાનું વાવેતર કરતા હોય છે ત્યારે જેટલી ઠંડી વધુ પડે એટલું બટાકાના પાક માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઠંડી વધુ પડતી હોવાને લીધે બટાકાનું ઉત્પાદન પણ સારું થતું હોય છે..