Home /News /banaskantha /ઠાકોર સમાજમાં વિરોધનો વંટોળ, ડીસાના બેઠક પરથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવાર ઉતાર્યો

ઠાકોર સમાજમાં વિરોધનો વંટોળ, ડીસાના બેઠક પરથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવાર ઉતાર્યો

ઠાકોર સમાજમાં વિરોધનો વંટોળ

Banaskantha: ઠાકોર સમાજના વ્યક્તિને ટિકિટ આપવામાં ન આવતા ઠાકોર સમાજના લોકોએ વિરોધ નોંધાવી શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. ડીસાના જોરાપુરા ગામ ખાતે સ્નહેમિલનના કાર્યક્રમમાં આશરે 30 હજોર જેટલા લોકો એક્ઠા થયા.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
    બનાસકાંઠા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા બનાસકાંઠામાં ઠોકોર સમાજની અવગણતા કરવામાં આવી હોવાનો વંટોળ ફૂંકાયો છે. આ મામલે ઠોકોર સમાજમાં વિરોધ જોવા મળ્યો છે. ઠાકોર સમાજના વ્યક્તિને ટિકિટ આપવામાં ન આવતા ઠાકોર સમાજના લોકોએ વિરોધ નોંધાવી શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. ડીસાના જોરાપુરા ગામ ખાતે સ્નહેમિલનના કાર્યક્રમમાં આશરે 30 હજોર જેટલા લોકો એક્ઠા થયા. ઠાકોર સમાજે દરેક પાર્ટીનો વિરોધ કરી પોતાનો અપક્ષ ઉમેદવાર ઊભો કર્યો છે.

    ચૂંટણી પહેલા ડીસાના રાજકારણમાં ગરમાવો


    ઉલ્લેખનીય છે કે, ઠાકોર સમાજના વિરોધથી ડીસાના રાજકારણમાં ગરમાવો આવી શકે છે. 30 હજાર જેટલા લોકોએ એક્ઠા થઈને ડીસા બેઠક પર પોતાનો અપક્ષ ઉમેદવાર ઉતાર્યો છે. જોરાપુર ગામ ખાતે શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતુ. નોંધનીય છે કે, ભાજપ અને કોંગ્રેસ દ્વારા ડીસા બેઠક પર ઠાકેર સમાજની અવગણના કરવામાં આવતા વિરોધ જોવા મળ્યો હતો. આ મામલે ડીસા બેઠક પરનું વાતાવરણ ગરમાઈ શકે છે. ડીસામાં રાજકીય માહોલ ગરમાઈ શકે છે.

    આ પણ વાંચો:  આફતાબ કોણ છે મુસ્લિમ કે પારસી? શ્રદ્ધાની હત્યાના આરોપી આફતાબના ધર્મને લઈ ભારે ચર્ચાઓ

    સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા માંગ ઉગ્ર


    પાટણ વિધાનસભાની ત્રણ બેઠકો રાધનપુર, ચાણસ્મા અને સિદ્ધપુર બેઠક પર સ્થાનિક ઉમેદવારની માંગ ઉગ્ર બનવા પામી હતી ત્યારે પાટણ વિધાનસભા બેઠક પર સ્થાનિક ઉમેદવારની માંગ સાથે ક્ષત્રિય ઠાકોર સમાજના અગેવાનોની એક બેઠક મળી હતી. જેમાં ભાજપના તમામ અગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પાટણ વિધાનસભા સીટ પર ઠાકોર સમાજનું પ્રભુત્વ રહેવા પામ્યું છે, ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ક્ષત્રિય ઠાકોર સમાજના કોઈપણ વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જો ઠાકોર સમાજના વ્યક્તિને ટિકિટ આપશે તો તેને જીતાડવા માટે તનતોડ મહેનત કરવા એક સૂર ઉઠવા પામ્યો હતો.


    આ પણ વાંચો: સ્થાનિક પોલીસ ફરી નિષ્ક્રીય, સ્ટેટ મોનિટીરીંગ સેલે સરદારનગરમાં દેશી દારૂની ફેક્ટરી પર પાડી રેડ

    અલ્પેશ ઠાકોરનું એક બયાન સામે આવ્યું


    આ પહેલા પણ ઠાકોર સમાજ દ્વારા પોતાના સમાજના વ્યક્તિને સીએમ બનાવાની માગ કરી હતી. બનાસકાંઠામાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનું એક બયાન સામે આવ્યું હતુ. અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ વખતે ગુજરાતનાં મુખ્યમંત્રી પદ પર ઠાકોર સમાજનો વ્યક્તિ હોવો જોઈએ. બનાસકાંઠામાં એક સભાને સંબોધતા અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજના CMની માગ કરી હતી. ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બને તેવી અલ્પેશ ઠાકોરે પાલનપરમાં ઈચ્છા દર્શાવી હતી.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Assembly Election 2022, Deesa, Election 2022, Gujarat Assembly Election 2022, Thakor community, Thakor sena

    विज्ञापन
    विज्ञापन