ખેડૂતોએ શું કાળજી રાખવી તે બાબતે કૃષિ નિષ્ણાંની સલાહ લેવી
શિયાળાની ઋતુમાં ખેડૂતોએ બટાટા જીરૂ અને રાયડાનું વાવેતર કર્યું છે. ધુમ્મસ જેવા વાતાવરણના કારણે ખેડૂતોએ શું કાળજી રાખવી તે બાબતે કૃષિ વૈજ્ઞાનિક ની સલાહ લેવી.વાદળછાયુ વાતાવરણ અને ધુમ્મસ જેવો માહોલ સર્જાતા પાકમાં રોગ આવવાની શક્યતા હોય છે.
Nilesh Rana, Banaskantha: શિયાળાની ઋતુ ચાલી રહી છે અને લોકો ઠંડીથી થરથર ધ્રુજી રહ્યા છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણ માં પલટો સર્જાયો છે. તેવામાં ખેડૂતોએ કરેલી રવિ પાકની વાવણીના કારણે ચિંતામાં મુકાયા છે. કારણ કે આ વિસ્તારના ખેડૂતોએ મોટા પાયે બટાટા અને રાયડાની ખેતી કરી છે.જેમાં ધુમ્મસ ભર્યું વાતાવારણ થતા મોટી નુકસાની થઈ શકે છે.પરંતું જો આ પ્રકારનું વાતાવરણ સર્જાય તો ખેડૂતોએ શું કાળજી રાખવી તે જાણીશું.
શિયાળાની ઋતુ ચાલી રહી છે અને સમગ્ર બનાસકાંઠામાં હાર્ડ થ્રી જાવે તેવી ઠંડી પડી રહી છે. પરંતુ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો સર્જાયો છે છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે અને વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે આ વાતાવરણને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
બે દિવસથી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું છે. ખેડૂતોએ શિયાળાની ઋતુમાં બટાટાનું અને જીરું તેમજ રાયડાનું વાવેતર કર્યું છે અને આવા ભાગમાં જો આવું વાતાવરણ સર્જાય તો મોટા પ્રમાણમાં રોગો આવવાની શક્યતા રહેતી હોય છે.
આવા વાતાવરણમાં ખેડૂતોએ શું કાળજી રાખવી.
બનાસકાંઠા જિલ્લામાં મુખ્યત્વે શિયાળાના સમયમાં બટાટાનું અને રાયડાનું વાવેતર થાય છે તેમજ સરહદી પંથકના વિસ્તારમાં જીરાનું વાવેતર થાય છે પરંતુ છેલ્લા બે દિવસથી શિયાળાની ઋતુમાં ચોમાસું જેવો માહોલ સર્જાયો છે.
પરંતુ જો શિયાળાના સમયમાં આવું વાતાવરણ સર્જાય તો ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડોક્ટર યોગેશ પવાર એ જણાવ્યું હતું કે ખેડૂતોએ બટાટા જીરૂ અને રાયડામાં પિયત ટાળવું જોઈએ.
બટાટાના પાકની વાત કરવામાં આવે તો બટાકામાં સુકારા નામનો રોગ આવવાની શક્યતા રહેતી હોય છે જેથી ખેડૂતોએ બટાટાના વાવેતરમાં આવા સમયે સાયમોગજીલ, મેકોજેટ પાવડરનો ઝટકાવ કરવો જેથી બટાકામાં સુકારા જેવા રોગને અટકાવી શકાય તેમજ બટાટામાં ઈયળના પ્રશ્નો પણ જોવા મળતા હોય છે. તેવા સમયે નિયંત્રણ કરવા માટે હિમોમેટ્રિક વિલોજી તેમજ ક્લોરો પાયરી ફોર્સ પ્લસ સાઈપર થી ખાસ છટકાવ કરવો. જેથી બટાટામાં ઇયળના પ્રશ્નોમાંથી છુટકારો મળી શકે તેમ છે.
તેમજ જીરાના પાકમાં આવા સમયે ચરમી નામના પ્રશ્નો આવવાની સંભાવના રહેલી હોય છે તે સમયે ખેડૂતોએ જીરાના પાકમાં પિયત ટાળવું જોઈએ તેમજ ચર્મી નામના પ્રશ્નોને નિયંત્રણ લાવવા કારબેંડીસ એન્ડ મેન્કોડીસ કોમીનેશન વાળી દવાનો છટકાવ કરવો જોઈએ તેમજ જો મોલા જીવાત ના પ્રશ્નો હોય તો રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ખેડૂતોએ ઉપયોગ કરી છંટકાવ કરવો જોઈએ.
જેથી જીરાના પાકમાં ચરમી તેમજ મોલા નામની જીવાતના પ્રશ્નોને અટકાવી શકાય. તેમજ અન્ય પાકોમાં આવા સમયમાં કોઈ રોગ જીવાતના પ્રશ્નોનો કોઈ હોતા નથી પરંતુ શાકભાજી પાકોમાં ફૂગનાશક દવાનો છંટકાવ કરી લેવું જોઈએ જેથી આવા વાતાવરણ સર્જાય તો પાકમાં આવતા રોગ જીવાતના પ્રશ્નોને અટકાવી શકાય.