Home /News /banaskantha /Banaskantha: સમજદાર કી પહચાન વોટ કા નિશાન સૂત્ર દ્વારા જન જાગૃતિનો અનોખો પ્રયાસ
Banaskantha: સમજદાર કી પહચાન વોટ કા નિશાન સૂત્ર દ્વારા જન જાગૃતિનો અનોખો પ્રયાસ
વિધાનસભા ની ચૂંટણીને પગલે ઠેર ઠેર મતદાન જાગૃતિના કાર્યક્રમો.
વોટ કા નિશાન સૂત્રો દ્વારા જન જાગૃતિનો અનોખો પ્રયાસ.વડગામના માહી અને મહેંદીપુરા ગામમાં સ્વીપ ટિમ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ સો ટકા મતદાનનો લક્ષ્યાંક પુણ કરવા મતદારોએ સંકલ્પ સાથે શપથ લીધા.બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આનંદ પટેલે
Nilesh Rana Banaskantha: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે ઠેર ઠેર મતદાન જાગૃત્તિના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. લોકશાહીના મહાપર્વ માં નાગરિકો મતદાન કરી પોતાની પવિત્ર ફરજ નિભાવે તેવા હેતું ને ધ્યાનમાં રાખી ચૂંટણીમાં 100 ટકા મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે અનેક રાજકીય પક્ષો દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તો ચૂંટણી અધિકારીઓ સહિત જિલ્લા કલેકટર દ્વારા મતદાન જાગૃત્તિ માટે કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આમતદાર જાગૃત અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીની સુચના અનુસાર તથા નોડલ ઓફિસર સ્વીપ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તેમજ સો ટકા મતદાનના લક્ષ્યાંકને પૂર્ણ કરવા મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
જે અન્વયે વડગામ તાલુકાના માહી અને મહેંદીપુરા ગામમાં સ્વીપ ટીમ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત ગામના વિવિધ જાહેર સ્થળો અને શાળામાં મતાધિકાર અંગે સમજાવી વધુમાં વધુ મતદાન કરવા મતદારોને સમજવવામાં આવ્યા હતા. તેમજ શાળાના બાળકોની રેલી યોજાઈ હતી.
જેમાં મતદાર જાગૃતિ અંગેના વિવિધ સૂત્રો દ્વારા મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગામના જાહેર સ્થળોએ યોજાયેલ કાર્યક્રમ અંતર્ગત લોકોએ વધુને વધુ મતદાન કરવાનો સંકલ્પ કરી શપથ લીધા હતા.કાર્યક્રમમાં સ્વીપ ટીમના સભ્યો, ગ્રામીણ અગ્રણીઓ, ગ્રામજનો, શાળા પરિવાર અને વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.