બનાસકાંઠા જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ નિરાધાર વૃદ્ધ લોકોની દર મહિને રાશન કીટ આપી માવજતનું કાર્ય કરે છે. વિચરતા સમર્થન સમુદાય મંચ ગુજરાત સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક રીતે આગળ લાવવા માટે અને પોતાને પડતી મુશ્કેલીઓને નાથવા માટે સહયોગ કરી રહ્યું છે.
બનાસકાંઠા: જિલ્લામાં અનેક એવા વૃદ્ધ લોકો છે કે જેમની આગળ પાછળ કે તેમના પરિવારમાં કોઈ જ ન હોવાથી તેવા વૃદ્ધ લોકો બીજા લોકોના સહારે પોતાનું જીવન પસાર કરતા હોય છે. ત્યારે આવા વૃદ્ધ લોકો માટે વિચરતા સમુદાય સમર્થન મંચની સંસ્થા વ્હારે આવી છે. જિલ્લાના દરેક તાલુકામાં આવા વૃદ્ધ લોકોને આ સંસ્થા દર મહિને રાશન કીટ આપી અનોખી સેવા કરી રહ્યા છે.
હાલના સમયમાં મોટાભાગના લોકો શિક્ષિત છે. તેમ છતાં અત્યારે એવા કેટલાય માવતર જેમને પોતાના દીકરાઓ દ્વારા તરછોડવામાં આવતા હોય છે. ત્યારે નિરાધાર બનેલી માવતર વૃદ્ધાશ્રમ અથવા તો આડોશ પાડોશમાં રહેતા અન્ય લોકોના સહારે પોતાનું જીવન જીવતા હોય છે.
બનાસકાંઠા જિલ્લામાં આવા કોઈના સહારે જીવતા આવા માવતરના વ્હારે વિચરતા સમુદાય સમર્થન મંચ આવ્યું છે. આ મંચ નિરાધાર બનેલી માવતરને દર મહિને રાશન કીટ આપી માવજાતનું કાર્ય કરી રહી છે.
આ સંસ્થા સમગ્ર ગુજરાતમાં અનેક કાર્ય કરી રહી છે.
છેલ્લા કેટલાક વર્ષોથી વિચરતા સમર્થન સમુદાય મંચ ગુજરાત સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક રીતે આગળ લાવવા માટે અને પોતાને પડતી મુશ્કેલીઓને નાથવા માટે સહયોગ કરી રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લો પાણી માટે વલખા મારતો જિલ્લો છે તેથી પાણીના તળ કઈ રીતે ઊંચા લાવી શકાય તેના માટે તળાવ ઊંડા કરવાનું કાર્ય તેમજ સમગ્ર જિલ્લાને હરિયાળો બનાવવા વૃક્ષો વાવી તે વૃક્ષોને ઉછેરી રહ્યુ છે. વિચરતા સમુદાય સમર્થન મંચના મિતલબેન પટેલને નિરાધાર બનેલી માવતર ધ્યાને આવતા નિરાધાર બનેલા પરિવારોને રાશન કીટ આપી મદદ કરવાનો વિચાર કર્યો હતો.
આટલા નિરાધાર બનેલા વૃદ્ધ લોકોને દર મહિને રાશન કીટ આપે છે.
બનાસકાંઠા જિલ્લાની અંદર પછાત વર્ગના લોકોને સમર્થન મંચ સંસ્થા દ્વારા 84 જેટલા પરિવારોને દર મહિને રાશન કીટ આપવામાં આવે છે. જેમાં કુલ 84 માવતર સહિત 17 જેટલા કપલ અને 62 જેટલા લોકો એકલવાયું જીવન જીવતા લોકો છે.