Home /News /banaskantha /વાવ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર માનતા પૂરી કરવા પગપાળા ભાભરથી ઢીમા જશે
વાવ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર માનતા પૂરી કરવા પગપાળા ભાભરથી ઢીમા જશે
માનતા પૂરી કરવા પગપાળા ભાભરથી ઢીમા જશે
Vav MLA Ganiben Thakor: વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લમ્પી વાઇરસ નાબૂદ થાય તે માટે ઢીમા ધરણીધર ભગવાનના મંદિરે પગપાળા ચાલતા જવાની માનતા માની હતી. જોકે હવે લમ્પી વાઇરસ સંપૂર્ણપણે નાબૂદ થતા માનતા પુરી કરવા 55 કિલોમીટરની લાંબી પગપાળા યાત્રા શરૂ કરી છે.
કિશોર તુવર, બનાસકાંઠા: બનાસકાંઠાના વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે થોડા સમય પહેલા લમ્પી વાઇરસ નાબૂદ થાય તે માટે ભાભરથી ઢીમા ધરણીધર ભગવાનના મંદિરે પગપાળા ચાલતા જવાની માનતા માની હતી. જોકે હવે લમ્પી વાઇરસ સંપૂર્ણપણે નાબૂદ થતા ગેનીબેન ઠાકોર પોતાની માનતા પુરી કરવા 55 કિલોમીટરની લાંબી પગપાળા યાત્રા શરૂ કરી છે. જેમાં ગેનીબેન સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત અનેક ગૌભક્તો જોડાયા છે.
વાઇરસ નાબૂદ થાય તે માનતા માની હતી
થોડા સમય પહેલા ગાયોમાં લમ્પી વાઇરસ નામનો રોગ આવતા અનેક ગાયો મોતને ભેટી હતી. જ્યારે અનેક ગાયો લમ્પી વાઇરસના ભરડામાં આવતા તેમની હાલત કફોડી બની હતી. જોકે લપ્પીગ્રસ્ત ગાયોની હાલત ખુબ જ દયનિય થતાં લોકોએ અનેક રીતે તેમની સારવાર કરીને તેમને બચાવવા માટેના પ્રયાસો કર્યા હતા. જોકે તે સમયે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર એક ગૌશાળાની મુલાકાતે જતા લંપીગ્રસ્ત ગાયોને જોઈને લમ્પી વાઇરસ નાબૂદ થાય તે માનતા માની હતી.
ઉલ્લેખનીય છે કે, તેમના વતન ભાભરથી વાવના ઢીમામાં આવેલા ધરણીધર ભગવાનના મંદિર સુધી 55 કિલોમીટર ચાલતા જઈને ધરણીધર ભગવાનના મંદિરે ધજા ચડાવીને તેમના દર્શન કરવાની માનતા માની હતી. જોકે હવે લમ્પી વાઇરસ સંપૂર્ણપણે નાબૂદ થતા ગેનીબેન ઠાકોર આજે ભાભરથી રથ લઈને પોતાની માનતા પુરી કરવા ઢીમા જવા માટે પગપાળા નીકળ્યા છે. તેમની માનતા પૂર્ણ કરવા માટે થઈને તેઓ ઢીમા ધરણીધરના દર્શને પગપાળા જઈ રહ્યા છે.
મોટી સંખ્યામાં લોકો અને ગૌભક્તો જોડાયા
આ પગરાળા યાત્રામાં ગેનીબેન ઠાકોર સાથે કોંગ્રેસના અનેક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો અને ગૌભક્તો જોડાયા છે. આ પગપાળા યાત્રામાં આવતા અનેક ગામોના લોકો દ્વારા ગેનીબેન ઠાકોરનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે 55 કિલોમીટર પગપાળા યાત્રા કરીને ગેનીબેન ઢીમા પહોંચશે અને ભગવાન ધરણીધર ભગવાનના મંદિરે ધજા ચડાવીને ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવશે.