Home /News /banaskantha /Gujarat Assembly Election 2022: વડગામ બેઠક ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગ, ભાજપ કોંગ્રેસ વચ્ચે અપક્ષ છે ભારે

Gujarat Assembly Election 2022: વડગામ બેઠક ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગ, ભાજપ કોંગ્રેસ વચ્ચે અપક્ષ છે ભારે

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Election Assembly 2022) જંગમાં ભાજપનું (BJP) જોર દેખાઇ રહ્યું છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક (Vadgam Constituency) એક એવી બેઠક છે જ્યાં ભાજપ પર અપક્ષ ભારે છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Election Assembly 2022) જંગમાં ભાજપનું (BJP) જોર દેખાઇ રહ્યું છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક (Vadgam Constituency) એક એવી બેઠક છે જ્યાં ભાજપ પર અપક્ષ ભારે છે.

  વડગામ : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 (Gujarat Assembly Election) થી વધુ ચર્ચામાં આવેલી વડગામ બેઠક ગુજરાત ચૂંટણી 2022 (Gujarat Election 2022) માટે પણ હોટ માનવામાં આવી રહી છે. મોટે ભાગે કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર અપક્ષ ઉમેદવાર જિગ્નેશ મેવાણીએ (Jignesh Mevani) વિજય મેળવી રાજકીય હડકંપ મચાવ્યો છે. હવે જ્યારે 150 પ્લસના ટારગેટ સાથે ચૂંટણી જંગનો એલાન કરનાર ભાજપે (BJP) કોંગ્રેસના (Congress) ગઢમાં ગાબડું પાડવા માઇક્રો પ્લાન તૈયાર કર્યો છે. જેમાં વડગામ બેઠક પણ આવતી હોવાથી આગામી ચૂંટણીને લઇને વડગામ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ને લઇને રાજકીય પક્ષો સાબદા થઈ ચૂક્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આપના સ્ટાર પ્રચારકોને તૈયાર રાખવામાં આવ્યા છે. તૈયારીઓ જોરશોરથી શરુ કરી દેવામાં આવી છે. ભાજપ આ વખતે કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો પર જીત નોંધાવા માટે કમર કસી છે.

  કોંગ્રેસ માટે ગઢ ગણાતી બેઠકોમાં વડગામ વિધાનસભા બેઠકનો પણ સમાવેશ થાય છે, આ બેઠક પર અત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું પલડું ભારે હોવાનું ફલિત થાય છે. મેવાણીને કોંગ્રસ દ્વારા તમામ રીતે પીઠબળ અપાઈ રહ્યું છે. જેથી આ બેઠક કબજે કરવા ભાજપને વધુ મહેનત કરવી પડે તો નવાઇ નહીં.

  ગુજરાતના બનાસકાંઠા જીલ્લાની અતિ મહત્વની વિધાનસભા બેઠક વડગામ (SC) દલિત ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. વડગામ વિધાનસભા બેઠકમાં વડગામ તાલુકા ઉપરાંત પાલનપુર તાલુકાના ૩૨ ગામોનો સમાવેશ થાય છે.

  વડગામ વિધાનસભા બેઠક વડગામ તાલુકો, પાલનપુર તાલુકાના હાથીદ્રા, કુમ્પર, ગોઢ, ધાંધા, ખાસા, હોડા, ગલવાડા, સગ્રોસણા, ભાગલ (જગાણા), માણકા, ગોલા, મેરવાડા (રતનપુર), વાગદા, જગાણા, વાસણા (જગાણા), બદરપુરા (કાલુસણા), સરીપાડા, પટોસણ, સલ્લા, સાસમ, તાકરવાડા, ટોકરીયા, સેદરાસણા, સેદરાસણા, અસ્માપુરા (ગોદા), ખામોડિયા, જાસલેની, બદરગઢ, કાણોદરનું પ્રતિનિધિત્વ કરે છે.

  કોંગ્રેસની હાલત શું છે?

  2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીએ આ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરતા કોંગ્રેસ પાર્ટીએ તેને આડકતરું સમર્થન આપીને પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો.

  આ પણ વાંચો : રાજકીય લેબોરેટરી પર થશે લિટમસ ટેસ્ટ

  તાજેતરમાં વડગામ વિધાનસભા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા ભાજપમાં જોડાઈ ગયા હતા. તેઓએ મગરવાડા ખાતે વિશ્વાસ સંમેલન દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટિલના હસ્તે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.

  એક એવી બેઠક જ્યાં હંમેશા પાટીદાર vs પાટીદાર જંગ

  2012ની વિધાનસભાની ચૂંટણીમાં મણીભાઈ વાઘેલા વડગામ વિધાનસભાથી જીતેલા હતા. ત્યારે કોંગ્રેસ દ્વારા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં મણીભાઈ વાઘેલાને ટિકિટ નહોતી આપી. જેને લઇને મણીભાઈ વાઘેલા પક્ષથી નારાજ થયા હતા.

  ભાજપની સ્થિતિ શું છે?

  ગત 2017ની ચૂંટણી સમયે આ બેઠક પર વિજેતા થયેલા જીગ્નેશ મેવાણીને 95,447 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ચક્રવર્તી વિજયકુમાર હરખાભાઈને 75,801 મત મળ્યા હતા. બંને ઉમેદવાર વચ્ચે 20 હજાર મતનો તફાવત હતો. આ દરમિયાન હવે માહોલમાં બદલાવ આવ્યો છે. હવે વડગામ વિધાનસભા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા ભાજપમાં જોડાઈ ગયા છે. જેથી ભાજપની તાકાત વધી છે.

  જીગ્નેશ મેવાણીની તાકાત

  જીગ્નેશ મેવાણી વડગામના અપક્ષ ધારાસભ્ય, દલિત અને સામાજિક કાર્યકર છે. તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે. પરંતુ હજુ સુધી તેઓ પાર્ટીમાં જોડાયા નથી. જીગ્નેશ ગુજરાતના રાજકારણમાં મોટા દલિત નેતા છે. જિજ્ઞેશે આઝાદી કૂચ આંદોલન ચલાવી છે. જેમાં તેમણે 20 હજાર જેટલા દલિતોને મૃત પશુઓ ન ઉપાડવા અને હાથથી સફાઈ ન કરવાના શપથ લેવડાવ્યા હતા. 11 ડિસેમ્બર,1980ના રોજ ગુજરાતના મહેસાણામાં જન્મેલા મેવાણી હવે અમદાવાદના દલિત વર્ચસ્વવાળા વિસ્તાર મેઘાણીનગરમાં રહે છે. તેના પિતા મ્યુનિસિપલ કર્મચારી હતા.

  2017ની ચૂંટણીમાં વડગામ વિધાનસભા ચૂંટણીનું રિઝલ્ટ
  ઉમેદવારનું નામપક્ષલેવલવોટવોટ રેટમાર્જિન
  જિજ્ઞેશકુમાર નટવરલાલ મેવણીઅપક્ષવિજેતા95,49750.79%19,696
  ચક્રવર્તી વિજયકુમાર હરખાભાઈભાજપરનર અપ75,80140.32%
  ઉપરથી કોઈ નહીંNone of the Above3rd4,2552.26%
  મક્વાણા નરેન્દ્રકુમાર પંજાબઅપક્ષ4th3,7111.97%
  અશ્વિનભાઈ ડોલતભાઈ પરમારઅપક્ષ5th3,1751.69%
  જાદવ પુષ્પબેન રાજેશભાઈઅપક્ષ6th1,2630.67%
  ચૌહાણ ગણેશભાઈ લિવજીભાઈઅપક્ષ7th1,1210.60%
  વાંસોલા નિલેષકુમાર પ્રવીણભાઈબહુજન મુક્તિ પાર્ટી8th1,1190.60%
  શેખાલીયા વિક્રમભાઈ દાહાભાઈઅપક્ષ9th1,0380.55%
  સોલંકી તારચોન્દર પ્રેમજીભાઈગુજરાત જન ચેતના10th5480.29%
  ભાતિયઅરવિંદકુમાર ખેમાભાઈનવીન ભારત નિર્માણ11th4780.25%

  વડગામ વિધાનસભા બેઠક ચૂંટણી પરિણામ

  વર્ષએસી નં.મતદારક્ષેત્રનુંનામકેટેગરીવિજેતાપક્ષમતરનર અપ
  201711વડગામ(SC)જીગ્નેશકુમાર નટવરલાલ મેવાણીIND95497ચક્રવર્તીવિજયકુમારહરખાભાઈ
  201211વડગામ(SC)મણિલાલ જેઠાભાઈ વાઘેલાINC90375વાઘેલાફકીરભાઈરઘાભાઈ
  2007101વડગામ(SC)ફકીરભાઈ રઘાભાઈ વાઘેલાBJP50481દોલતભાઈ પરમાર
  2002101વડગામ(SC)દોલતભાઈ પરમારINC64978શ્રીમાળીબાબુલાલચેલાભાઈ
  1998101વડગામ(SC)દોલતભાઈ પરમારINC35002પરમારદુધાભાઈબેચરભાઈ
  1995101વડગામ(SC)પરમાર રામજીભાઈ જીવાભાઈBJP33762પરમારદોલતભાઈચેલારામ
  1990101વડગામ(SC)પરમાર મુકુલ જીવરામભાઈJD33511પરમારનારાયણભાઈજેચંદભાઈ
  1985101વડગામ(SC)પરમાર દોલતભાઈ ચેલારામINC33025પરમારમુકુલજીવરામ
  1980101વડગામ(SC)પરમાર દોલતભાઈ ચેલારામINC(I)19892પરમારમાયાચંદગુલાબચંદ
  1975101વડગામ(SC)ડેભી અશોકભાઈ અમરાભાઈNCO15309પરમારહિરાભાઈસનમાભાઈ
  196254વડગામ(SC)હીરાભાઈ સામાભાઈ પરમારINC17669મકવાણાપિરામબરજીવાભાઈ

  જ્ઞાતિ જાતિના સમીકરણ શું કહે છે ?

  હાલ વડગામ બેઠક પર યુવા નેતા જીગ્નેશ મેવાણી ચૂંટાયેલા જનસેવક છે. આ બેઠક પર સતત બે ટર્મ સુધી કોઈ ઉમેદવાર વિજેતા થયો હોય તેવું બે વખત બન્યું છે. 2017ના આંકડા મુજબ વડગામ (SC) બેઠકમાં કુલ 2,39,275 મતદારો છે. જેમાં 1,26,696 પુરુષ ઉમેદવાર અને 1,12,579 મહિલા ઉમેદવાર છે. આ બેઠક પરના જાતીય સમીકરણ પર નજર કરતાં ખ્યાલ આવે કે, વિધાનસભામાં 25.9 મુસ્લિમ, 15.5 દલિત, 9.5 ઠાકોર, 16.4 ચૌધરી, 5.6 ટકા રાજપૂત, 25.9 અન્ય જાતિનું પ્રભુત્વ છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : લેટેસ્ટ ન્યૂઝ માટે ક્લિક કરો

  આ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે તેનું કારણ પણ મુસ્લિમ,દલિત અને ઠાકોર મતદારો છે. ભાજપ માત્ર બે વખત જ આ બેઠક જીતવામાં સફળ રહ્યું છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય તાજેતરમાં ભાજપમાં જોડાયા છે અને અપક્ષ વિજેતા જિગ્નેશ મેવાણીને હવે કોંગ્રેસનો પુરો સપોર્ટ મળી રહ્યો છે ત્યારે આ બેઠક પર આગામી ચૂંટણી ખરાખરીનો જંગ સાબિત થશે.
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Jignesh Mevani, Vadgam