Home /News /banaskantha /Snake Rescue : આ છે બનાસકાંઠાના સ્નેક મેન; અત્યાર સુધી 37 હજાર સાપોનું કર્યું છે રેસ્ક્યું

Snake Rescue : આ છે બનાસકાંઠાના સ્નેક મેન; અત્યાર સુધી 37 હજાર સાપોનું કર્યું છે રેસ્ક્યું

લોકોના એક ફોનથી સ્થળ પર પહોંચી જાય છે આ યુવાન..

જિલ્લાના યુવકે અત્યાર સુધી 37 હજાર સાપ‌ સહિત અન્ય જીવોને બચાવ્યા..છેલ્લા બાર વર્ષથી બિન‌ ઝેરી અને ઝેરી જીવ જંતુઓને બચાવવાનું‌ કાર્ય..લોકોના એક ફોનથી સ્થળ પર પહોંચી જાય છે આ યુવાન..લોકોએ ગભરાવું નહીં અને સાવચેત રહેવું. અંધશ્રદ્ધામાં આવું નહીં..

વધુ જુઓ ...
    Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં બાલારામ અને જેસોર અભ્યારણ આવેલું છે. આ જેસોર અભ્યારણ જેમાં રીંછ દિપડા જેવા પ્રાણીઓ વસવાટ કરે છે.કેટલીક વાર આ પ્રાણીઓ ખોરાકની સોધમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આવી જતા હોય છે.તેમજ જિલ્લાના અનેક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ખેતીની જમીન આવેલી હોવાથી. કેટલીકવાર જંગલી પ્રાણીઓ લોકોના ઘરોમાં પણ આવી જાય છે. તેમજ ઝેરી સાપ, અજગર, મગર પણ જોવા મળે છે.ત્યારે જિલ્લાનો એક યુવાન આ તમામ જીવોને પકડીને જંગલ વિસ્તારમાં સુરક્ષિત સ્થળ પર છોડી દે છે.અત્યાર સુધીમાં આ યુવકે 37 હજાર જેટલા જીવોને બચાવી સુરક્ષિત સ્થળે છોડી મૂક્યા છે.

    બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના જલારામ બેંગ્લોજ ખાતે રહેતા ઉર્વીશ સોલંકી નામનો યુવાન વન્ય ઝેરી અને બિન ઝેરી જીવો ને બચાવવાનું અનોખું કાર્ય કરે છે. આ યુવાન ડીસા સહિત સમગ્ર જીલ્લાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કોઈપણ લોકોના ઘરે કે ખેતરમાં ઝેરી સાપ.



    બિન ઝેરી સાપ અજગર, ધામણ ,ભમ્પોડી, આંધળી ચાકણ, કુકરી, વરૂદતી જેવા જીવો દેખાય તો માત્ર એક ફોન કરતાં ની સાથેજ આ યુવાન ત્યાં પોહચી જાય છે.ખાસ કરીને ગુજરાતમાં ચાર પ્રકારના ઝેરી સાપ જોવા મળે છે.જેમાં નાગ,કાળોતરો,ફુરસો,ખડચિતળો, જો કે ડિસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને નાગ અને કાળોતરો વધારે જોવા મળે છે. અત્યાર સુધી આ યુવાને સાપ સહિત અન્ય ઝેરી જીવજનતું સહિત 37 હજાર જેટલા પકડીને તેમને જંગલ વિસ્તારમાં સુરક્ષિત સ્થળે છોડી દીધા છે.



    બનાસકાંઠાના ડીસાનો ઉર્વીશ સોલંકી નામનો યુવાન 2010-11થી વાઈલ્ડ લાઈફ એન્ડ નેચર કંઝર્વેશન ટ્રસ્ટના આ કાર્ય સાથે સંકળાયેલો છે. આ યુવકે અત્યાર સુધી 37 હજાર ની આસપાસ ઝેરી સાપ સહિત અન્ય વન્ય પ્રાણીઓનું રેસ્ક્યુ કરેલ છે. તેને જણાવ્યું હતું કે ગુજરાતમાં સાપની 63 જાત જોવા મળે છે.જેમાં બનાસકાંઠા જિલ્લામાં 35 સાપની જાતિ જોવા મળે છે.જેમાં મુખ્યત્વે ચાર ઝેરી સાપ હોય છે.જેમાં નાગ,કાળોતરો,ફુરસો,ખડચિતળો,આ જોવા વધારેમળે છે. આ યુવકે જણાવ્યું હતું કે અત્યારે ચોમાસાની ઋતુ ચાલુ હોવાથી ઝેરી જીવજનતું વધારે જોવા મળે છે.

    આ પણ વાંચો: શહેરના બે વેપારી મિત્રો રખડતા શ્વાનોને આપે છે બે ટાઈમનું ભોજન; કોરોનાના કપરા કાળમાં મળી પ્રેરણા



    અને આપણા ઘરની આસપાસ સાફસફાઈ ન હોવાના કારણે તે ખોરાકની શોધમાં રહેઠાણ વિસ્તાર તરફ આવે છે. જેનાથી લોકો ગભરાઈ જાય છે અને સર્પદરસનો શિકાર થાય છે. જે થી આપણા રહેઠાણની આસ પાસ સાફ સફાઈ રાખવી તેમજ ઝેરી જીવજનતું ક્યાં દેખાય તો તાત્કાલિક અમારો સંપર્ક કરવો.



    તેમજ જો કોઈ લોકો સર્પદરસનો શિકાર થાય તો કોઈ અંધ શ્રદ્ધામાં આવું નહિ અને નજીકની હોસ્પિટલ જઈ સારવાર લેવી તેવું જણાવ્યું હતું. તેમજ ફોરેસ્ટ માંથી ડોક્ટર જીતેન્દ્રભાઈ ભટોળ દ્વારા ઉર્વીશ સોલંકી તેમજ તેની ટીમને યોગ્ય માર્ગ દર્શન આપવામાં આવે છે. છેલ્લા 12 વર્ષથી આ યુવાન જિલ્લામાંવન્ય ઝેરી અને બિન ઝેરી જીવોને બચાવવાનું કાર્ય કરી રહ્યો છે.
    First published:

    Tags: Rescue

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन