Home /News /banaskantha /પાલનપુરમાં ખાનગી ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીનું મુંડન કરાવતા હોબાળો

પાલનપુરમાં ખાનગી ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીનું મુંડન કરાવતા હોબાળો

વિદ્યાર્થીનું મુંડન કરાવતા હોબાળો

Palanpur: પાલનપુરમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ વિવાદમાં આવ્યુ છે. પાલનપુરના ખાનગી ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીનું મુંડન કરાવવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થીના વાલીએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે સંચાલક વિરુદ્ધ અરજી આપી ફરિયાદ નોંધાવી

    બનાસકાંઠા: રાજ્યમાં અત્યારે ઠેર ઠેર ખાનગી ટ્યુશન ક્લાસીસ વધી રહ્યા છે. આની સાથે સાથે આવો ટ્યુશન ક્લાસીસ પર ઘણા આરોપો પણ લાગી રહ્યા છે. ત્યારે પાલનપુરમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ વિવાદમાં આવ્યુ છે, પાલનપુરના ખાનગી ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીનું મુંડન કરાવવાનો મામલો સામે આવ્યો છે. ટ્યુશન ક્લાસમા વિદ્યાર્થી લેસન ન લઈ જતા શિક્ષકે વિદ્યાર્થીનું કરાવ્યું મૂંડન કરાવતા વિવાદ સર્જાયો છે.

    ત્યારે શિક્ષકના આવા વર્તનથી વિદ્યાર્થીમાં ભયનો માહોલ સર્જાયો છે. મૂંડનની ઘટનાને લઈ વિદ્યાર્થી અત્યારે પણ ભયભીત અવસ્થામા જોવા મળ્યો છે. પરિવાર સહિત સ્થાનિકો આ પરિસ્થિતિને જોતા ચિંતિત જોવા મળ્યા છે. સ્થાનિકોએ આવા શિક્ષકો સામે કડક પગલાં ભરવા માગ કરી રહ્યા છે.
    વિદ્યાર્થીને અગાઉ પણ શિક્ષકએ અનેક વાર માર માર્યો હોવાનો પરિવારે આક્ષેપ લાગાવ્યો છે.

    આ પણ વાંચો: હર્ષદ રીબડિયાના રાજીનામા પર રઘુ શર્માનો સનસનીખેજ આરોપ

    ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીને ઓછા માર્ક આવતા પાલનપુરના ખાનગી ટ્યુશન સંચાલકે મુંડન કરાવ્યું હતું. હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલ ખાનગી ટ્યુશન સંચાલકે સજાના ભાગ રૂપે વિધાર્થીને મુંડન કરાવી ક્લાસમાં ઉભો રાખી અપમાનજનક સ્થિતિમાં મુક્યો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીના વાલીએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે સંચાલક વિરુદ્ધ અરજી આપી ફરિયાદ નોંધાવી છે. જ્યારે ટ્યુશન સંચાલકે વાલી સાથે સમાધાન કરી લેતા મામલો થાળે પડ્યો હતો.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: ગુજરાત, પાલનપુર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन