Home /News /banaskantha /Deesa: કમોસમી વરસાદે ખેડૂતોની દશા બેસાડી, એરંડાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો નાખુશ

Deesa: કમોસમી વરસાદે ખેડૂતોની દશા બેસાડી, એરંડાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો નાખુશ

કમોસમી વરસાદે ખેડૂતોને કર્યા નાખુશ

બનાસકાંઠાના ડીસામાં એરંડાના નવા પાકના વેચાણ માટે ખેડૂતો માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી.

Nilesh Rana Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ એરંડાની મોટા પ્રમાણમાં ખેતી કરી હતી. અત્યારે ડીસા માર્કેટ યાર્ડમાં એરંડા નવા પાકની આવક થઈ રહી છે.અને દરરોજની 1000થી વધુની બોરીની આવક પણ નોંધાઈ રહી છે. ખેડૂતોને 1250 રૂપિયાથી લઈ 1,280 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે.કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી.

બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો છે. જિલ્લાના મોટાભાગના લોકો ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.ચાલુ વર્ષે ખેડૂતોએ મોટા પ્રમાણમાં એરંડા,બટાકા,રાજગરો અને રાયડાના પાકનું વાવેતર કર્યું હતું. અત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પોતાના ખેતરમાંથી આ તમામ પાકનું ઉત્પાદન મેળવી રહ્યા છે.



એરંડાના પાકની માર્કેટયાર્ડમાં આટલી આવક આટલો ભાવ

ખેડૂતો ડીસા માર્કેટયાર્ડમાં એરંડાના નવા પાકને લઈ વેચાણ માટે ખુલ્લા બજારમાં આવી રહ્યા છે.જેમાં ડીસા માર્કેટ યાર્ડમાં દરરોજની 1000થી વધુની એરંડાની બોરીની આવક નોંધાઈ રહી છે. તેમજ ખેડૂતોને 1,250 રૂપિયાથી લઈ 1,280 રૂપિયા સુધીના ખેડૂતોને ભાવ મળી રહ્યા છે.



કમોસમી વરસાદે એરંડાના પાકમાં નુકશાન

પરંતુ ખેડૂતો જણાવી રહ્યા છે કે શિયાળાના સમયમાં મોંઘાદાટ બિયારણ લાવી ખેડૂતોએ એરંડાના પાકની વાવણી કરી હતી અને ઉત્પાદનના સમય જ અચાનક કરા સાથે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું હતું.



ખેડૂતોના ખેતરમાં પડેલા તમામ પાકને ભારે નુકસાન થયું હતું અને થોડા ઘણા બચેલા પાકને ખેડૂતો હવે માર્કેટયાર્ડમાં વેચાણ માટે આવી રહ્યા છે.પરંતુ જોઈએ તેવા ભાવ મળતા નથી તેવું ખેડૂતોએ જણાવ્યું હતું.જો 1500 રૂપિયા જેટલો એરંડામાં ભાવ મળે તો ખેડૂતોને પોસાય તેમ છે.
First published:

Tags: Banaskanatha, Local 18, Market yard

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો