કરા સાથે કમોસમી વરસાદ થતાં ખેડૂતોને નુકસાન થવાની ભીતી.
રાજ્યમાં કમોસમી વરસાદ થઇ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં લોકો ત્રણ ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. સવારે ઠંડી, બપોરનાં ગરમી અને સાંજનાં વરસાદનો અનુભવ કરી રહ્યાં છે. આ પ્રકારનાં વાતાવરણથી રોગચાળો વધવાની શકયતા છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ભર ઉનાળે બે ઋતુઓનો અહેસાસ થતો હતો. વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ત્રણ ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં અચાનક કાળા ડિબાંગ વાદળો વાળું વાતાવરણ સર્જાયું હતું. બાદ કરા સાથે વરસાદ થતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદ
બનાસકાંઠા જિલ્લાના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. અત્યારે બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાના સમયે આખો દિવસ ગરમી અને સાંજે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ કાલે અચાનક બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો સર્જાયો હતો.
આકાશમાં કાળા ડિબાંગ વાળા વાદળો સર્જતાં હતા. કમોસમી કરા સાથે વરસાદ થતા ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું.ભર ઉનાળે કમોસમી કરા સાથે વરસાદ થતા બનાસકાંઠા જિલ્લાના લોકો ચિંતાતુર બન્યા છે.
બટાકા, રાયડો, રાજગરો ખેતરમાં હોય ખેડૂતો ચિંતિત
બનાસકાંઠા જિલ્લામાં કાલે મોડી સાંજે આકાશમાં અચાનક કાળા ડિબાંગ વાદળો જેવું વાતાવરણ સર્જાયું હતું. ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું અને કરા સાથે કમોસમી વરસાદ થતાં બનાસકાંઠા જિલ્લાના લોકો ચિંતાતુર બન્યા છે. કારણ કે બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે.અત્યારે બનાસકાંઠા જિલ્લામાં બટાકા અને રાયડો, રાજગરો જેવા પાક ને ખેડૂતો પોતાના ખેતરમાંથી નીકાળી રહ્યા છે.