Home /News /banaskantha /Banaskantha: ખેડૂતો ચેતી જજો! આ તારીખે ફરી પડી શકે છે કમોસમી વરસાદ
Banaskantha: ખેડૂતો ચેતી જજો! આ તારીખે ફરી પડી શકે છે કમોસમી વરસાદ
બનાસકાંઠામાં તા.28થી 30 મેં સુધી કમોસમી વરસાદ થવાની આગાહી.
બનાસકાંઠામાં ફરી ખેડૂતો પર વરસાદી વાદળો ઘેરાયા જાણો.બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે ફરી ત્રણ દિવસીય ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાની આગાહી કરાતા ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. બનાસકાંઠામાં તા.28થી 30 મેં સુધી કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
બનાસકાંઠા: જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જેમાં તારીખ 28 થી 30 મે દરમિયાન કમોસમી વરસાદ થવાની આગાહી કરાતા ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે. ગંજ બજારના વેપારીઓને વરસાદથી ખેત પેદાશોને નુકસાન ન થાય તે માટે તકેદારી રાખવાની તાકીદ પણ કરાઈ છે. ખેડૂતોને પોતાના ખેત પેદાશને સુરશિક્ષ રાખવા જણાવ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં અવાર નવાર કમોસમી વરસાદનો સામનો કરી રહેલા ખેડૂતોને ફરી એકવાર ત્રણ દિવસ સુધી માવઠું થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા છે. કારણ કે બનાસકાંઠા જિલ્લો એ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો છે અને મોટાભાગના લોકો ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે.
ઉનાળાની શરૂઆત થતાં જ વારે ઘડીએ કમ મોસમી ભારે પવન સાથે વરસાદ થવાના કારણે ખેડૂતોના પાકમાં નુકસાન થવા પામી રહ્યું છે, અત્યારે ખેડૂતોએ પોતાના ખેતરમાં શક્કર ટેટી,તરબૂચ,મગફળી તેમજ બાજરીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે અને અત્યારે ઉત્પાદનના સમયમાં જ હવામાન વિભાગે આગામી તારીખ 28 થી 30 મે દરમિયાન વાતાવરણમાં બદલો આવવાની સાથે વરસાદ તેમજ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરાતા ખેડૂતો આ આમ પાકને નુકસાન થવાની ભીતિ સેવાતા ફરી મુશ્કેલીમાં મુકાયા છે.
કમોસમી વરસાદ અને વાવાઝોડા થી ખેતપેદાશોને નુકસાન ન થાય તે માટે તાકીદ કરાઈ
બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડા સાથેના આ વરસાદમાં ખેડૂતોનો તેમજ ગંજ બજારમાં ખુલ્લા પડેલા ખેતપેદાશોને સુરક્ષિત જગ્યાઓ પર રાખવા તેમજ ખેતપેદાશને નુકસાન ન થાય તે માટે તકેદારીના પગલાં ભરવા માટે ડિઝાસ્ટર મામલતદાર દ્વારા વિવિધ વિભાગોને સતત રહેવા તાકીદ કરવામાં આવ્યા છે. તેમજ ખેડૂતોએ પોતાના ખેત પેદાશને સુરક્ષિત જગ્યાએ રાખવા તેમજ ગંજ બજારમાં ન લાવવા માટે પણ તાકીદ કરાયા છે.