જિલ્લાના લોકો મોટા પ્રમાણમાં ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને આજે થયેલા કમોમસી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થશે તેવું જણાવી રહ્યા છે.સારા ભાવની આશાએ જિલ્લાના ખેડૂતોએ બટાકા જીરું અને રાયડાનું વાવેતર કર્યું હતું.
Nilesh Rana Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં મુખ્યત્વે લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. અને ચાલુ વર્ષે ખેડૂતોએ રવિ સિઝનમાં મોટા પ્રમાણમાં બટાટા, રાયડા, અને જીરાનું વાવેતર કર્યું હતું. પરંતુ હવામાન વિભાગની આગાહીના પગલે કમોસમી વરસાદથતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતો જણાવી રહ્યા છે કે આ પાકને મોટું નુકસાન થશે જાણો.
બનાસકાંઠા જિલ્લોએ ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો જિલ્લોછે. આ જિલ્લાના લોકો મોટા પ્રમાણમાં ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ચાલુ વર્ષે શિયાળાના સમયમાં બનાસકાંઠા જિલ્લામાં મુખ્યત્વે રવિ સિઝનમાં સારા એવા ઉત્પાદનની આશાએ બટાટા. જીરૂ અને રાયડાનું ખેડૂતોએ વાવેતર કર્યું હતું. પરંતુ હવામાન વિભાગે કમોસમી વરસાદ થવાની આગાહીના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.
બનાસકાંઠા જિલ્લામાં કમમોસમી વરસાદના કારણે મોટાભાગની ખેતી પર અસર જોવા મળી રહી છે. આ વરસાદને લઈ ખેડૂતો જણાવી રહ્યા છે કે પોતાના ખેતરમાં રવિ સિઝનમાં કરેલા વાવેતર જેવા બટાકામાં તેમજ જીરૂમાં મોટા પ્રમાણમાં રોગ આવવાની શક્યતા છે.
અને રોગ આવશે તો પાકમાં મોટું નુકસાન થવાની ખેડૂતો જણાવી રહ્યા છે.કારણકે ડીસા સહિત સમગ્ર જિલ્લામાંખેડૂતોએ બટાટાનું વાવેતર કર્યું છે અને આ માવઠાના કારણે બટાટાની સાઈઝ બનશે નહીં.
ડીસાએ બટાટા નગરી તરીકે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. અને શિયાળાની શરૂઆત થતાં જ ખેડૂતો મોટા પ્રમાણમાં બટાટાનું વાવેતર કરતા હોય છે.બટાટાની ખેતીની વાત કરવામાં આવે તો એક વીઘામાં 30,000ના ખર્ચે ખેડૂતો બટાટાનું વાવેતર કર્યું હતું.પરંતુ હવામા વિભાગની આગાહીના પગલે ગત મોડી રાત્રેથી જ કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતોને બટાટામાં રોગ આવવાની શક્યતા જોવા મળી રહી છે.
અને બટાકામાં જોઈએ તેવું ઉત્પાદન થશે નહીં.તેમજ અત્યારે માર્કેટમાં બટાટાના ભાવ પણ સારા નથી તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. અને બટાકાની ખેતીમાં કરેલા ખર્ચ સામે ખેડૂતોને સામે ઉત્પાદન ઓછું થશે. અને નુકસાન વેઠવાનો વારો આવશે. તેવું ડીસાના ખેડૂતો જણાવી રહ્યા છે.