Home /News /banaskantha /Valentine week 2023: ગજબ પ્રેમ, જીવનસાથીનાં મૃત્યુ પછી પતિએ ગુલાબને હાથ લગાવવાનું જ બંધ કરી દીધુ

Valentine week 2023: ગજબ પ્રેમ, જીવનસાથીનાં મૃત્યુ પછી પતિએ ગુલાબને હાથ લગાવવાનું જ બંધ કરી દીધુ

X
બનાસકાંઠાનાં

બનાસકાંઠાનાં ડીસાનાં નાથાલાલ બ્રહ્મક્ષિત્રયે સાત મહિનાથી ગુલાબનાં ફૂલને હાથ લગાવ્યો નથી. પહેલા તેમના પત્ની ભાનુમતીબેન ગુલાબનું ફૂલ તેમના શર્ટના બટનમાં લાગવી દેતા હતાં. તેમનાં નિધન બાદ ફૂલને હાથ લગાવ્યો નથી.

બનાસકાંઠાનાં ડીસાનાં નાથાલાલ બ્રહ્મક્ષિત્રયે સાત મહિનાથી ગુલાબનાં ફૂલને હાથ લગાવ્યો નથી. પહેલા તેમના પત્ની ભાનુમતીબેન ગુલાબનું ફૂલ તેમના શર્ટના બટનમાં લાગવી દેતા હતાં. તેમનાં નિધન બાદ ફૂલને હાથ લગાવ્યો નથી.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
Nilesh Rana, Banaskantha: પ્રેમમાં તાજમહેલ બનાવી દેધાની કહાની જાણી છે. પરંતુ પ્રેમમાં ગુલાબ ફૂલો ત્યાગની કહાની રોચક અને રોમાંચિત છે. હા, બનાસકાંઠા જિલ્લાનાં ડીસામાં રહેતા નાથાલાલ બ્રહ્મક્ષત્રિયને તેના પત્ની ભાનુમતીબેન રોજ ઘરથી નિકળતા પહેલા ગુલાબનુ ફૂલ આપતા હતાં અને નાથાલાલ આ ફૂલ શર્ટનાં બટનમાં લગાવી રાખતા હતાં. પરંતુ પત્નીનાં નિધન બાદ આજ સુધી ગુલાબનાં ફૂલને હાથ પણ લગાવ્યો નથી.

પતિ, પત્ની અને ગુલાબનું ફૂલ

બનાસકાંઠાના ડીસામાં રહેતા નાથાલાલ બ્રહ્મક્ષત્રિયની ઉંમર 73 વર્ષ છે. નિવૃત શિક્ષક છે.તેમની પત્ની ભાનુમતીબેન માત્ર 3 ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. જ્યારે 60 વર્ષ પહેલાં તેમની સગાઈ થઈ હતી.

બાદ એકબીજા પ્રત્યે એક અનોખો પ્રેમ જાગ્યો. 52 વર્ષના દાંપત્યજીન કાળમાં નાથાલાલને અનેક વાર, અનેક સંજોગોમાં મદદરૂપ થયા છે.તેમજ તેમનો હંમેશા સાથ આપ્યો છે. નાથાલાલ બ્રહ્મ ક્ષત્રિય તે ચિત્ર શિક્ષક હોવાથી તેમને ચિત્ર દોરવાનો એક અનેરો શોખ હતો અને તેઓ અલગ અલગ ગુલાબ ફૂલના ચિત્રો દોરતા હતાં.



પત્ની ભાનુમતીબેને તેમના પતિને ગમતી વસ્તુ આપવી છે. જેથી એક ગુલાબનું ફૂલ આપી પ્રેમ વ્યક્ત કરતા હતાં. ત્યારથી લઈ છેલ્લા 14 વર્ષથી નાથાલાલ બ્રહ્મક્ષત્રિયને તેમના પત્ની ભાનુમતીબેન દરરોજ વહેલી સવારે એક ગુલાબનું ફૂલ આપી તેમના શર્ટના બટનમાં લગાવી અનોખો પ્રેમ દર્શાવતા અને નાથાલાલ બ્રહ્મક્ષત્રિય પણ પોતાના પત્ની દ્વારા તેમના શર્ટ પર લગાવેલું ગુલાબનું ફૂલ આખો દિવસ સાચવી રાખતા હતાં અને સાંજે પરત ઘરે આવતા ત્યારે ગુલાબનું ફૂલ કાઢી દેતા અને ફરી બીજા દિવસે તેમના પત્ની એક નવું ગુલાબનું ફૂલ તેમના શર્ટના બટન પર લગાવી આપતાં હતાં.



વેલેન્ટાઈનડે દિવસે લોકો જે વ્યક્તિને પ્રેમ કરતા હોય તેમને ફૂલ આપી પ્રેમ દર્શાવતા હોય છે.પરંતુ આ વૃદ્ધ દંપતી તેમના પતિને દરોજ ગુલાબનું ફૂલ આપી પ્રેમ દર્શાવતા હતા.

કોઈપણ સંજોગોમાં તેમને ગુલાબનું ફૂલ આપતા

આ વૃદ્ધ દંપતી અનેક વાર દેશ-વિદેશની યાત્રાએ ગયા ત્યાં બાગ બગીચામાં ફૂલ તોડવા પર પ્રતિબંધ હોવા છતાં પણ નાથાલાલના પત્ની તેમને ગુલાબનું ફૂલ ગમે તે કરી અર્પણ કરતા હતા.



આજે આ આ વૃદ્ધ ગુલાબના ફુલને હાથ લગાવતા નથી

આજથી 7 મહિના પહેલા જ્યારે નાથાલાલ બ્રહ્મક્ષત્રિય તેમજ તેમના પત્ની ભાનુમતીબેન વહેલી સવારે દરોજની જેમ ગુલાબનું ફૂલ તેમના શર્ટના બટનમાં લગાવ્યું અને ડીસા તાલુકા ટેટોડા ગૌશાળા ખાતે કથામાં ગયા ત્યારે ભાનુમતીબેનનું અચાનક અવસાન થયું હતું.



ત્યારે તેજ દિવસે તેમના મૃતદેહ પર નાથાલાલ બ્રહ્મક્ષત્રિયે ગુલાબનું ફૂલ તેમના શર્ટ પર લગાવેલ તે મૂકી દીધું ત્યાર બાદ નાથાલાલ બ્રહ્મક્ષત્રિય તેમના શર્ટ પર ગુલાબનું ફૂલ લગાવતા નથી.



અન્ય લોકોને પણ નાથાલાલ બ્રહ્મક્ષત્રિયે જણાવ્યું હતું કે, આજના યુગમાં પતિ પત્ની નાની નાની બાબતે એક બીજા મતભેદ રાખતા હોય છે.તેવા લોકો એક બીજાને સમજો અને સાચો પ્રેમ કરતા શીખો અને પોતાના દામ્પત્ય જીવન સારી રીતે પસાર કરો તેવી અપીલ કરી હતી.
First published:

Tags: Banaskanatha, Local 18, Love, Valentine Day 2023, Valentine Day Special

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો