Home /News /banaskantha /વધુ એક અકસ્માત: પગપાળા અંબાજી જતા પદયાત્રીઓને જીપે અડફેટે લીધા, બે લોકોનાં મોત

વધુ એક અકસ્માત: પગપાળા અંબાજી જતા પદયાત્રીઓને જીપે અડફેટે લીધા, બે લોકોનાં મોત

અંબાજી જતા યાત્રિકોને નડ્યો અકસ્માત

Ambaji Pedestrian Accident: ભીમાજી ગોળીયા નજીક જીપે અંબાજી પગપાળા જતા યાત્રિકોને અડફેટે લીધા હતા. જેમાં પડાદર ગામના રાયસંગભાઈ પટેલનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે ઝેટા ગામના લગધીરજી ઠાકોરનું મોત ઘટનસ્થળે મોત થયું હતું.

    બનાસકાંઠા: સતત બીજા દિવસે અંબાજી જતા પદયાત્રીઓને અકસ્માત નડ્યો છે. શુક્રવારે માલપુર ખાતે થયેલા અકસ્માતમાં છ પદયાત્રીએ જીવ ગુમાવ્યો હતો. આજે બનાસકાંઠા જિલ્લામાં થયેલા અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે લાખણી-ડીસા હાઈવે પર અકસ્માતમાં બે પદયાત્રીનાં મોત થયા છે. અહીં એક જીપે પદયાત્રિકોને અડફેટે લીધા હતા, જેમાં એક પદયાત્રીનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. બીજી તરફ માલપુર ખાતે જે અકસ્માત થયો હતો તેમાં પદયાત્રીઓની એક પત્રિકાએ ખૂબ ચર્ચા જગાવી છે.

    આ અંગે વધુ માહિતી જોઈએ તો ભીમાજી ગોળીયા નજીક જીપે અંબાજી પગપાળા જતા યાત્રિકોને અડફેટે લીધા હતા. જેમાં પડાદર ગામના રાયસંગભાઈ પટેલનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે ઝેટા ગામના લગધીરજી ઠાકોરનું મોત ઘટનસ્થળે મોત થયું હતું. પ્રાથમિક વિગત પ્રમાણે થરાદના પડાદર અને ઝેટા ગામના આઠ યાત્રિકો પગપાળા અંબાજી જઈ રહ્યા હતા. આ મામલે આગળથા પોલીસે જીપ ડાલાના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ પોલીસે બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે લખાણીની સરકારી હોસ્પિટલાં ખસેડ્યા છે.


    અરવલ્લી અકસ્માત: પત્રિકા વાયરલ


    શુક્રવારે અરવલ્લીના માલપુર (Malpur) નજીક થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં છ પદયાત્રિકોનાં મોત થયા છે. મૃતકોમાં કાલોલ તાલુકાના અલાલી ગામના બે યુવકો સામેલ છે. ગઈકાલે બંને મૃતકોનાં મૃતદેહ વતનમાં આવતાની સાથે જ ગામે આખું હિબકે ચઢ્યું હતું. ખોબા જેવા ગામમાં બંને જુવાનજોધ અપરિણીત યુવકોની સ્મશાનયાત્રા નીકળતા ભારે શોકનો માહોલ છવાયો હતો. જોકે, આ દરમિયાન એક પત્રિકા પણ વાયરલ થઈ છે. પદયાત્રા શરૂ થતા પહેલા પદયાત્રીઓએ એક પત્રિકા છપાવી હતી. આ પત્રિકામાં જે શબ્દો લખવામાં આવ્યા હતા તે સાચા સાબિત થયા છે.

    આ પણ વાંચો: વલસાડની સિંગર વૈશાલી બલસારા હત્યા કેસમાં મોટો ખુલાસો
    " isDesktop="true" id="1246074" >

    પત્રિકા વાયરલ થઈ


    પદયાત્રા પહેલા છપાયેલી પત્રિકામાં લખ્યું હતું કે, "એટલી સુંદર યાત્રા કરો કે જિંદગીનો અંત મૃત્યુ જ હોય, તો ખૂદ માતાજીને પણ શરમ લાગે કે એની સોનેરી જિંદગી કેમ છીનવી લીધી." એવી પણ માહિતી મળી છે કે અલાલી ગામના બંને મૃતકો છેલ્લા 10 વર્ષથી પગપાળા સંઘમાં જતા હતા. જેમાં સંઘમાં જતા પ્રકાશ નામના યુવકે વાયરલ થયેલી પત્રિકા છપાવી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Road accident, અંબાજી, અકસ્માત, પોલીસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन