બનાસકાંઠા: બનાસકાંઠામાં અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બે લોકોનાં મોત નિપજ્યા છે. ભાભર-સુઈગામ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક અને દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ભાભરના રહેવાસી બે યુવકોનાં મોત થયા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે, જ્યારે અકસ્માત કેવી રીતે સર્જાયો? તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
ભાભર-સૂઇગામ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભાભર સૂઇગામ હાઇવે પર બાઇક અને દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ભાભર સૂઇગામ હાઇવે પર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. અકસ્માતમાં ભાભરના બે યુવાનોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં ધવલસિંહ રાઠોડ અને માલસિંગ રાઠોડનું મોત થયું છે. ટેન્કરે એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગોંડલની ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ પર અકસ્માતમાં એકનું મોત
બીજી બાજુ, ગોંડલની ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ પર અકસ્માતમાં એકનું મોત થયું છે. બોલેરોચાલકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મોત નિપજ્યું છે. મૃતક યુવક ગોંડલ યાર્ડથી ધાણાનો માલ ભરી ગોંડલ આવ્યો હતો. જ્યારે અજાણ્યો વાહનચાલક ટક્કર મારીને ફરાર થયો છે. ગોંડલ ગુંદાળા ચોકડી ઓવરબ્રીજ નજીક અકસ્માતની ઘટના બની છે. ધાણા ભરેલા બોલેરોચાલકને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં યુવકનું ઘટના સ્થળે મોત થયું છે. હરુનભાઈ મામદભાઈ સમાનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. મૃતક યુવાન ભાણવડથી ગોંડલ યાર્ડમાં ધાણાનો માલ ભરીને આવ્યો હતો. બોલેરો સાઈડમાં રાખી ચાલક રોડ ક્રોસ કરતા સમયે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે મોત નિપજ્યું છે. જ્યારે અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.