કોરોનાના સમયમાં શ્વાનોને ખીર ખવડવાનું કાર્ય શરૂ કર્યું હતું.
કોરોનાના કારણે શ્વાનોને પણ ભખ્યા મરવાનો વારો આવ્યો હતો.તે સમયે ડિસામાં રહેતા બે વેપારી મિત્રોએ મલી રખડતા શ્વાનોને ભોજન આપવાનું કાર્ય શરૂ કર્યું હતું.તેઓ રોજના 300થી વધુ રખડતા શ્વાનોને આજદિન સુધી ભોજન આપી રહ્યા છે.
Nilesh Rana, Banaskantha: સમગ્ર ભારતભરમાં કોરોનાની મહામારી દરમિયાન થયેલા લોકડાઉનમાં લોકોની સાથે પશુ-પંખીઓની હાલત પણ કફોડી બની ગઇ હતી ત્યારે લોકોને અનેક સસ્થાઓ દ્વારા ભોજન અથવા અનાજનું સિધુ આપવામાં આવતું હતું જેથી કરી કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા ન રહી જાય.પરંતું કોરોનાના કારણે શ્વાનોને પણ ભખ્યા મરવાનો વારો આવ્યો હતો.તે સમયે ડિસામાં રહેતા બે વેપારી મિત્રોએ મલી રખડતા શ્વાનોને ભોજન આપવાનું કાર્ય શરૂ કર્યું હતું.તેઓ રોજના 300થી વધુ રખડતા શ્વાનોને આજદિન સુધી ભોજન આપી રહ્યા છે.
સમગ્ર ભારતભરમાં કોરોના કા દરમિયાનલોકડાઉન લાગ્યું અને લોકડાઉનના કારણે તમામ ધંધા રોજગાર બંધ થઈ ગયા હતા તેમજ લોકોની અવરજવર પણ તમામ શહેરોમાં બંધ થઈ ગઈ હતી આ કોરોનાના સમયમાં તમામ લોકો તેમજ પશુ પક્ષીઓની હાલત પણ કફોડી થઈ ગઈ પરંતુ અનેક સંગઠનો દ્વારા લોકોને રાશનકિટ તેમજ જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી પરંતુ પશુ પક્ષીઓને ખાવા-પીવાના ફાફા પડી ગયા હતા. તે સમયે અનેક જીવદયા પ્રેમિઓ આગળ આવ્યા હતા.તેજ રીતેબનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના પાટણ હાઇવે ઉપર આવેલ ચંપા પાર્ક વિસ્તારમાં રહેતાં સહદેવભાઇ ઠક્કરે પણ શ્વાનોને ભોજન આપવાની શરૂઆત કરી હતી.
સહદેવભાઇ ઠક્કરે પોતાના મિત્ર રાજુભાઈ તેજવાણી સાથે મળીને કોરોના કાળમાં કૂતરાઓને ખીર ખવડાવવાની શરૂઆત કરી હતી.કોરોના કાળ દરમિયાન જે સેવા કાર્ય શરૂ કર્યો હતો તે આજે પણ અવીરત ચાલુ છે.બન્ને મિત્રો મળી દરરોજ વહેલી સવારે ઉઠી 15 લીટર દૂધ, 50 લીટર પાણી,5 કિલ્લો ચોખાં,1 કિલ્લો ગોળ લાવી ખીર બનાવી પોતાની ગાડીમાં લઈ જઈ જમવાનું આપે છે.
ડીસા શહેરના પાટણ હાઇવે રાજમંદિર સર્કલ કોલેજ રોડ બગીચા સર્કલ મામલત દાર કચેરી કમ્પાઉન્ડ સહિત જૂદા-જુદા વિસ્તારોમાં ફરી 300 થી વધુ શ્વાનો ને દરોજ ખીર ખવડાવે છે.આ શ્વાનો જાણેકે તેઓના પરિવારના સભ્ય હોય તેમ તેઓની રાહ જોતા હોય છે.તેઓને જોતાજ બન્ને મિત્રો પાસે દોડી આવે છે અને ખીર ખાય છે.આ બંને યુવાનો દ્વારા કરવામાં આવતા સેવાના કાર્યને શહેરીજનો બિરદાવી રહ્યા છે.