ઝુલકી નામના પોશાક પર પતિ,બાળકો,માતા પિતા,સહેલીઓના નામ લખાવે છે.
બનાસકાંઠાના અમીરગઢ અને દાંતા વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી પરિવારની મહિલાઓ ઝુલકી નામનો પોશાક પહેરે છે. આ પોશાકમાં મહિલા પતિ. માતા પિતા, પોતાના બાળકો, જેને વધુ પ્રેમ કરી હોય તેનું નામ લખાવે છે.
Nilesh Rana,Banaskantha: બનાસકાંઠાના અમીરગઢ અને દાંતા વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી પરિવારની મહિલાઓ વર્ષોથી પોતાના પોશાક ઝુલકી નામથી જાણીતા પોશાક પર કોના કોના નામ લખાવે છે.વર્ષોથી આ પરંપરા આદિવાસી વિસ્તારની મહિલાઓ સાચવી રહી છે.
બનાસકાંઠામાં વસતા ડુંગરી ભીલ અને ગરાસિયા જાતિના મુખ્ય આદિવાસી સમાજના લોકો દાંતા અને અમીરગઢ પહાડી તેમજ જંગલ વિસ્તારના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં રહે છે.આ આદિવાસી પરિવાર અનેક સગવડોથી વંચિત રહેવાને કારણે ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે.જેથી તેમની જીવનશૈલી અને પોશાક પણ તેમને અનેક રીતે બીજાથી જુદા પાડે છે.
વધારે પ્રેમ કરે તેનું નામ કાખવે
અમીરગઢના તાલુકાના ગામમાં વસવાટ કરતા આદિવાસી પરિવારની મહિલાઓ ઝુલકિ નામનો પોશાક પહેરે છે.તેમના ઝુલકી નામના પોશાક પર કોના નામ લખવામાં આવે છે તે અંગે તેમની સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પતિનું નામ લખાવ્યું છે. જ્યારે બીજી મહિલાને પૂછ્યું તો તેને તેની સહેલીનું નામ લખાવ્યું હતું. જ્યારે તેમને પૂછ્યું કે આ કેમ લખો છો ? ત્યારે આ મહિલાઓએ જણાવ્યું હતું કે,
આ વર્ષોથી અમારી આદિવાસી મહિલાઓ ઝુલકી નામનો પોશાક પહેરે છે. તેમજ જેના પર વધારે પ્રેમ હોય તેનું પોશાક પર નામ લખવામાં આવે છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે.અત્યારે પણ આદિવાસી મહિલાઓ તેમના ઝુલકી નામના પોશાક પર નામ લખાયા વગર ચાલતું નથી. તેમનો આ અનેરો શોખ છે.
શિક્ષણ આવ્યું ત્યાં બદલાવ આવ્યો
અહીં મહિલા પતિ. માતા પિતા, પોતાના બાળકો કુંવારી યુવતીઓ કોઈને પ્રેમ કરી હોય તેનું નામ લખાવે છે. ધીમે ધીમે આદિવાસી વિસ્તારના લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવા લાગી છે.
જેથી અમુક પરિવારે તેમના પોશાક બદલ્યા છે. પરંતુ હજુ પણ જે લોકો જંગલ કે તેમ જ પહાડી વિસ્તારમાં વસવાટ કરે છે, તે અત્યારે પણ આ ઝૂલકી નામનો પહેરવાસ પહેરે છે અને તેના પર પોતાના સ્નેહીજનોનું નામ લખાવે છે.
આદિવાસી પરિવારની મહિલાઓનો અનેરો શોખ
દાંતાના વેપારીએ જણાવ્યું હતું કે, વર્ષોથી દાંતા અને અમીરગઢ વિસ્તારમાં રહેતા આદિવાસી પરિવારની મહિલાઓ એક અનેરો શોખ ધરાવે છે. ઝુલકી પોશાકની ડિઝાઇનમાં ફેરફાર આવ્યો નથી. પરંતુ નામ હવે વધવા લાગ્યા છે.
કુંવારી યુવતીઓ પોતાના પ્રેમીનું નામ પણ લખાવે છે. કેટલાક પતિનું નામ લખાવે છે.કોઈ પોતાના સંતાન તો વળી કોઈ પોતાની સખીઓના નામ લખાવે છે. આ શોખ પાછળ કોઈ વાર્તા જોડાયેલી નથી, પરંતુ આદિવાસી પરિવારની મહિલાઓનો અનેરો શોખ છે.
પહેલા હાથથી નામ લખતા
પોશાક પર નામ લખવામાં મશીનો ન હતા ત્યારે હાથેથી ગૂંથીને ઝૂલકી પર નામ લખવામાં આવતા હતા.પરંતુ અંબાજી,વિરમપુર,અમીરગઢ અને દાંતામાં કેટલાક આદિવાસી પરિવારની મહિલાઓના પોશાક અવનવી ડીઝાઇન અને નામ લખનારા વેપારીઓએ હવે નામ લખવાના મશીનો વસાવ્યા છે. જેથી વેપારીઓ રોજના અનેક આદિવાસી મહિલાઓના પોશાક પર અલગ અલગ ડિઝાઇનો દોરી નામ લખી રહ્યા છે.