પાલનપુર તાલુકાનાં મોટા ગામનો યુવાન લશ્કરી ભરતી માટે યુવાનોને તૈયાર કરી રહ્યો છે. ગામમાં બજરંગ ફીઝીકલ એકેડમ શરૂ કરી યુવાનોને તાલીમ આપે છે. 200થી વુધ યુવાનો ભરતીની તાલીમ લઈ રહ્યાં છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનાં મોટા ગામ ગામમાં 250 જેટલા યુવાનો ભારત દેશની રક્ષા કરવા માટે સરહદ પર અલગ અલગ લશ્કરી ભરતીમાં તૈનાત છે. ત્યારે આ ગામનો યુવક સિધ્ધરાજ દેસાઈ જેઓ હાલ ગામના યુવાનોને આર્મીની ટ્રેનિંગ આપી રહ્યા છે. સિધ્ધરાજ દેસાઈ વર્ષ 2013માં પેરા કમાન્ડોમાં સિલેક્ટ થયા હતા.
7 વર્ષ સુધી તેઓએ પેરા કમાન્ડોમાં ફરજ બજાવી ચુક્યા છે.તેઓને મેડિકલ પ્રોબ્લમ હોવાથી ડ્યુટી પરથી તેઓ વતન પરત ફર્યા છે.સિદ્ધરાજ દેસાઈ પોતાના ગામ મોટાના યુવાનોને હાલ આર્મીમાં જોઈન થવાની તાલીમ આપી રહ્યાં છે.તેમને મળેલી તાલીમ ગામના યુવાનો સુધી પહોંચે અને તેઓ પણ મા ભોમની રક્ષા માં જોડાય તેવા હેતુથી ગામના યુવાનોને ટ્રેનિંગ આપી રહ્યાં છે.
બજરંગ ફીઝીકલ એકેડમી શરૂ કરી
ગામના બજરંગ ફીઝીકલ એકેડમી શરૂ કરી અને મોટા ગામ અને ડીસાના અન્ય ગામના યુવાનોને લશ્કરી ભરતી માટે તૈયારી કરી રહ્યાં છે.
સિદ્ધરાજ દેસાઈ સવાર - સાંજ દરમિયાન 200 થી વધુ યુવાનોને લશ્કરી ભરતીની તૈયારી કરાવી રહ્યાં છે. ગામના અનેક યુવાનો લશ્કરી ભરતીમાં જોડાયા છે.